આજે આક્રોશની અભિવ્યક્તિ નહીં થાય તો કદાચ
મગજનો પારો ફાટીને ક્યાં જાય તેની સોઈ ન રહે !
ચાલ, દિવ્યાશા …..
ચાલ દિવ્યાશા રાજુલ સંગ,
ચોતરે જઈએ ને
કરીએ જાહેરમાં પ્રદર્શન હવે
એ સર્જનદ્વારનું ને
એ સર્જકતાનાં
પ્રતીક સમા રક્તનું …
આવ ખેવના,
અમારી સાથે
તારી પલટણ લઈને
એમને બતાવી દઈએ
પોષણના પ્રતીક સમા
અમૃતકુંભ …
આવજે શિલ્પા,
વાઘબકરી Teaઓનું થર્મોસ ભરીને
ત્યાં
આમ કરીશું
તેમ કરીશું
અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક કરતાં કરતાં
ઊતારી દઈશું
એક પછી એક વાઘાં
ને થઈ જઈશું નિરાભરણ
ક્યાં વાંધો છે એમ કરવાનો
જ્યારે એક આખી જમાત જ નિરાભરણ થઈને
પોતપોતાના ચોકામાં મદમસ્ત થઈને ઘૂમે છે ત્યારે …
મહાશ્વેતા આવી જજે રૂપા સંગ
બસ, હવે તો
સામેથી જ એમનાં
હુકમ, ફતવાઓ સૂચનાનો
ખાત્મો બોલાવી,
ગાઈવગાડીને, નાચીકૂદીને, રમતાંભમતાં
અહોર્નિશ એમને
સાવ આવરણવિહીન
એવા રજસ્વલા રૂપદર્શનના
ઘૂંટડા પાઈ પાઈને
કરી દઈએ મોહભંગ …
યાદ રાખજો સખીઓ ને બહેનદીકરીઓ,
નથી કોઈ કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર, સહજાનંદ,
પયગંબર ને જિસસ
જે રક્ષક બની લેશે અવતાર ને કરશે રક્ષણ
તમારાં સર્જન – પોષણનાં અણમોલ રતનનું …
બસ, વિભૂતિ કહી દે હવે
મહાશ્વેતા, દિવ્યાશા, શિલ્પા, રૂપા, રાજુલ ને ખેવનાને
કે એમણે સૌએ જાતે જ
થઈ જવું પડશે કમલાથી કામાખ્યા …..
![]()







સાવધાન, દિલ્હીમાં મુઘલ રાજ આવી રહ્યું છે, એવા જેહાદી યુદ્ધનાદ સાથે ભા.જ.પે. જમાવેલ માહોલ વચ્ચે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૧૧મી ફેબ્રુઆરીએ (દીનદયાલ સંવત્સરીએ) ૨૦૧૪-૧૫ની જેમ આ વખતે પણ એક એવું પરિણામ લઈને આવી જેને તમે ભા.જ.પ.ને ઇષ્ટ અશ્વમેધ સિદ્ધિ સામે વળી એક વાર લવકુશ ઘટના રૂપે જોઈ શકો. આમ તો, મતદાનમાં સાધારણપણે તમારો કાર્યદેખાવ તેમ જ ઍન્ટિ-ઇન્કમબન્સી જેવાં વાનાં લક્ષમાં લઈ પરિણામની શક્યતાઓ વિચારાતી હોય છે, પરંતુ કેજરીવાલે (આપે) જો પ્રત્યક્ષ કાર્યદેખાવ પર આક્રમક તેવરથી ભાર મૂકી પ્રચાર કર્યો તો ભા.જ.પ.ને જડી રહેલું નવું રામ રમકડું શાહીનબાગ હતું. જો કે, આપમાં લવકુશ જોઈએ તે સાથે ભા.જ.પ.માં રામરાજ્ય જોવાની એક પરિસ્થિતિ પેદા થાય છે, પણ તે વિશે ઘડીક રહીને.