એવું તે કંઈ હોય?
તારા રાતના વરઘોડામાં
પેટ્રોમેક્ષ તો અમારે જ પકડીને ચાલવાનું હોય ને!
જો કે તારું મુખારવિંદ
એટલું તો તેજસ્વી છે કે
એના તેજથી જ વરઘોડો ઝળાંહળાં થઈ જાય એમ છે!
અને તારાં વરઘોડિયાં ય પાછાં ચાંદના ટુકડા !
તારા ફેંટામાં ગુલોપડી ના લગાવી હોત તો ચાલત !
અમે જાણીએ છીએ કે તારા શૂટબૂટ, ટાઈબાઈ તું
ભાડે લાવ્યો નહીં હોય,
અને કદાચ તું લેવા ગયો હોત તોયે તને તો
મફતમાં મળી ગયાં હોત, બજારમાં તારી શાખ જ
બહુ મોટી છે !
પણ, મારા સાહેબ,
અમારું મહેનતાણું ચૂકવવામાં કંજૂસાઈ ના કરતો !
પેટ્રોમેક્ષની ઝાળે
અમારી ઝૂંપડીમાં ચૂલા નથી સળગતા અને
ભેંકડા તાણતાં અમારાં છોકરાઉં
પતરાવળની એંઠ ચાટવાનું ભૂલી ગયાં છે!
બક્ષિસ તો અમારે ના જોઈએ,
દસની નોટથી
હથેળીમાં પડેલા છાલા મટે એવો મલમ પણ
નથી મળતો !
અમારે તો પેટ્રોમેક્ષ ઊંચકી ઊંચકીને
ચાલતાં ચાલતાં તારો વૈભવ જોવો છે.
તારા મોઢા પર બાજેલાં ચાંદીની ઘુઘરીઓ જેવાં
પરસેવાનાં બુંદોને પ્લેટિનમના લચીલા રૂમાલથી
લૂછતી તારી વહાલકૂડી બહેનને ઘણી ખમ્મા !
તારા વરઘોડામાં અમે ગધેડામજૂરી કરીએ એ જ ઠીક !
વૈભવી પાર્ટીપ્લોટમાં તારા ભોજન સમારંભમાં
વહેંચાનારી વાનગીઓની યાદી વાળી
નાની ચોપડીમાં છાપેલી રંગીન વાનગીઓની
છબિઓ જોઈને જ અમારાં પેટ ભરાઈ ગયાં છે,
અમે ધરાઈ ગયા છીએ.
૮૩, સુવિધા નગર, ભુરાવાવ, ગોધરા,પંચમહાલ ૩૮૯ ૦૦૧
![]()


કમલા હેરીસ. આ નામ તમે છેલ્લા થોડા દિવસોમાં ઘણી વાર સાંભળ્યું હશે અને યુ.એસ.એ.માં થનારી ચૂંટણીમાં આ નામ આવવાથી ભારતીયો જે પણ ખૂણે છે બહુ જ ઉત્સાહમાં આવી ગયા છે. યુ.એસ.એ.ના રાજકારણમાં કમલા હેરીસ હોવું એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો. આમ તો કમલા હેરીસ માટે ભૂતકાળમાં ય અનેક વાર એ જ રીતે સંબોધનો થયા છે જેમાં તેમને ‘ફર્સ્ટ વુમન ઑફ કલર’નું ટૅગ મળ્યું હોય. જે વ્હાઇટ નથી, અમેરિકન નથી પણ છતાં ય આ પોસ્ટ પર પહોંચ્યા છે વગેરે. જ્યારે 1963માં માર્ટીન લ્યુથર કિંગ જે અમેરિકન સિવિલ રાઇટ્સ ચળવળના સૂકાની હતા તેમણે પોતાના એ જાહેર વક્તવ્યમાં એમ કહ્યું કે, “મારું સપનું છે કે મારા ચાર નાના સંતાનો એક એવા રાષ્ટ્રમાં જીવશે જ્યાં તેમની લાયકાત ત્વચાના રંગથી નહીં પણ તેમના ચારિત્ર્યમાં શું છે તેને આધારે નક્કી થશે.” જો બાઇડને કમલા હેરીસની પસંદગી પોતાના રનિંગ મેટ તરીકે કરી, એટલે જો બાઇડન પ્રેસિડન્ટ બનશે તો કમલા હેરીસ વાઇસ પ્રેસિડન્ટ નિમાશે.
ઋગ્વેદના પહેલા મંડળના ૧૨૧માં અધ્યાયનો આ ૨૧મો મંત્ર, પ્રારંભના કાળમાં, હિંદુમાનસ શેનાથી ઘડાયું તેનું ઠીકઠીક પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રનો અર્થ પ્રાચીન હિંદુ ભારતમાં રાષ્ટ્રવાદના શોધકર્તા અને વેદમૂર્તિ તરીકે ઓળખાતા પંડિત સાતવળેકર આ મુજબ કરે છે : હે વજ્રધારી ઇન્દ્ર, તુ અમારી કઠણાઈ અને દુર્ગતિથી અમારી રક્ષા કર. પાપથી અમને બચાવ. સંગ્રામમાં અમારી રક્ષા કર. તું અમને બળ, યશ અને ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે રથ અને ઘોડાથી યુક્ત ધન પ્રદાન કર.