અમસ્તા કોઈને અજમાવતો નથી,
ખોટી ભ્રમણામાં ભરમાવતો નથી.
મદદ ન કરી શકું ત્યાં મૌન રહું છું,
દશા યાદ કરાવી શરમાવતો નથી.
સંપૂર્ણ ખીલવવાના પ્રયાસ કરું છું,
પાનખરના ડરથી કરમાવતો નથી.
સમય સામે ઝઝૂમવા હિંમત આપું,
નકારાત્મક વલણથી ડરાવતો નથી.
જોહુકમી પ્રત્યે છે મને ય અણગમો,
વિનંતીના નામે હુકમ ફરમાવતો નથી.
‘હિંમતે મર્દા’ સૂત્ર સદા લલકારતો રહું,
ભયસ્થાનો દર્શાવીને ગભરાવતો નથી.
સેવા-પૂજા કરે સંપૂર્ણ નિષ્ઠાથી ‘મૂકેશ’,
મેળવવાની આશે ભોગ ધરાવતો નથી.
e.mail : mparikh@usa.com
![]()


એક શહેરમાં એક મોટા અમીરને ચાર દીકરા હતા. ચારેયને પિતાએ સરખે હિસ્સે સંપત્તિ વહેંચી આપેલી. પાંચમો હિસ્સો વડીલે પોતાને માટે રાખેલો. મોટા દીકરાએ ઈમાનદારી ને મહેનતથી ધંધો જમાવ્યો ને સારો એવો નફો કર્યો. બીજા દીકરાએ પૈસા વ્યાજે ફેરવ્યા, પણ પૈસા પાછા આવ્યા નહીં ને આવે એ માટે બહુ પ્રયત્નો પણ કર્યા નહીં. ત્રીજાએ લોન આપી ને એ પણ પાછી આવી નહીં. ચોથાએ પી પાઈને દેવાળું કાઢ્યું. બાપે મોટાને કહ્યું કે તું સારું કમાય છે તો બીજા, ત્રીજા દીકરાને પાંખમાં લે ને એમને તારી જેમ જ નફો કરતા કર. મોટો બાપનું મન ને માન રાખવા તૈયાર થયો ને બીજા, ત્રીજા ભાઈને સારી એવી આર્થિક મદદ કરવા લાગ્યો, પણ એ બંને ભાઈઓએ પોતાની નીતિરીતિઓ બદલી નહીં ને થોડા વખતમાં હાલત એવી થઈ કે બંને ભાઈઓ મોટાને જ ખાઈ ગયા ને એ સડક પર આવી ગયો. ચોથો તો સડક પર જ હતો, તેને, બાપે, પોતાનો ભાગ, કોઈ વેપારીને આપીને ધંધે લગાડવા કહ્યું, પણ એની દાનત સારી ન હતી એટલે બાપનો ભાગ દીકરા માટે ન ખરચતાં તેને રંજાડયો, રખડાવ્યો ને કંટાળીને તેણે આપઘાત કરી લીધો.
આઝાદી પછી ભારતના વિકાસનો એક ચતુષ્કોણ રચવામાં આવ્યો હતો. એક ખૂણો ઉદ્યોગપતિઓનો હતો જેણે ભારતનું ઔદ્યોગિકરણ કરવાનું હતું અને એ રીતે રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની હતી તેમ જ લોકો માટે રોજગારીની તક પેદા કરવાની હતી. બીજો ખૂણો ખેડૂતોનો હતો જેણે તાત્કાલિક ધોરણે ભૂખનો મોરચો સંભાળવાનો હતો અને લાંબે ગાળે ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર કરવાનું હતું. ત્રીજો ખૂણો કેન્દ્ર સરકારનો હતો જેણે ભારતના ઔદ્યોગિકરણનું પોષણ થાય અને વેગ મળે એ રીતના મોટાં રોકાણવાળા ઉદ્યોગો (હેવી ઇન્ડસ્ટ્રીઝ) સ્થાપવાના હતા. એમ કહી શકાય કે ઉદ્યોગોના ઉદ્યોગો. એમાં વીજળી, પોલાદ, રેલવે, માર્ગો, ખાણ, રિફાઇનરી, ટેલિકમ્યુનિકેશન્સ વગેરેનો સમાવેશ થતો હતો. આ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધનનો મોરચો પણ સંભાળવાનો હતો. ચોથો ખૂણો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સંયુક્ત હતો જેમાં તેમણે ખેડૂતોને મદદ, માર્ગદર્શન, સબસિડી, ટેકાના ભાવ, ગોદામ, અન્ન વિતરણ વ્યવસ્થા, માર્કેટ અને કૃષિસંશોધન કરવાનાં હતાં.