ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.
આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે જેને કોઈપણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.
વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.
પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.
આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં- સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.
ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે, એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.
લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.
અનિલ જોશી, અભિજિત જોશી, અભિજિત વ્યાસ, અદિતિ દેસાઈ, અમિત દવે, અમિતા શાહ, અમિતાભ મડિયા, અમૃત ગાંગર, આનંદ પંડ્યા, અશ્વિન કારીયા, આતિશ ઇંદ્રેકર છારા, આનંદવર્ધન યાજ્ઞિક, આનંદ મઝગાંવકર, ઇલા જોશી, ઇન્દિરા હિરવે, ઇશ્વરસિંહ ચૌહાણ, ઇલિયાસ શેખ, ઉર્વીશ કોઠારી, ઉત્તમ પરમાર, ઉત્પલા દેસાઈ, કબીર ઠાકોર, કલ્પના સુતરિયા, કરતારસિંહ, કલ્પેશ દલાલ, કમલ વોરા, કમલેશ ઓઝા, કાનજી પટેલ, કિરણ ત્રિવેદી, કિશોર ગૌડ, કિરણ ચૌહાણ, કેતન રૂપેરા, કૌશિક અમીન, કૌશિક મહેતા, કુસુમ ડાભી, કુસુમ પોપટ, ગાલા જોશી, ગાર્ગેય ત્રિવેદી, ગૌરાંગ જાની, ગુલામ મોહમ્મદ શેખ, ઘનશ્યામ શાહ, ચંદુ મેહરીયા, ચિનાર શાહ, જાગૃત ગાડિત, જગદીશ પટેલ, જતીન શેઠ, જયંતિ પટેલ, જયશ્રી સોની, જયેશ દુધરેજીયા, જીગ્નેશ મેવાણી, જોસેફ મેકવાન, જ્યોતિ ભટ્ટ, ઝરણા પાઠક, ઝાકિયા સોમન, ડંકેશ ઓઝા, તખુભાઇ સાંડસુર, તન્મય તિમિર, તિમિર અમીન, દક્ષિણ છારા, દેવ દેસાઈ, દિપક દોશી, દીવાન ઠાકોર, દિલીપ ધોળકિયા, દિપ્તી જોશી, દિવ્યશા દોશી, દુર્ગેશ મોદી, દ્વારિકાનાથ રથ, નફીસા બારોટ, નટુભાઇ નિમ્બાર્ક, નટુભાઇ પરમાર, નટવર ગાંધી, નેહા રાવલ, નેહા શાહ, નિખિલ ગાંધી, નિર્ઝરી સિંહા, પ્રકાશ ન. શાહ, પલ્લવી ગાંધી, પંચમ શુક્લ, પંકિત દેસાઈ, પન્ના ઇરેસ્મસ, પન્ના નાયક, પાર્થ ત્રિવેદી, પરસીસ જિનવાલા, પ્રબોધ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, પ્રસાદ ચાકો, ફ્રાન્સિસ પરમાર, બાબુ સુથાર, બારીન મહેતા, બિનીત મોદી, બીના જાદવ, બિંદુ પ્રસાદ, બિપિન પટેલ, બિપિન શ્રોફ, ભાનુભાઇ પુરોહિત, ભરત મહેતા, ભાર્ગવ ઓઝા, ભાવિક રાજા, ભાવના રામરખિયાણી, માધવી દેસાઇ, મધુભાઇ ભાવસાર, મધુસૂદન વ્યાસ, મહાશ્વેતા જાની, મહેશ યાજ્ઞિક, મલ્લિકા સારાભાઇ, મનહર ઓઝા, મણિલાલ ગાલા, મનીષી જાની, મંજરી મેઘાણી, મીનાક્ષી જોશી, મહેબૂબ દેસાઇ, મેહુલ દેવકલા, મેહુલ મંગુબેન, મિકી દેસાઇ, મીનલ દવે, મોહન ત્રિવેદી, યજ્ઞેશ દવે, યશવંત મહેતા, યોસેફ મેકવાન, રજની દવે, રાજા પાઠક, રમણ સોની, રમેશ બાપોદરા, રમેશ ઓઝા, રમેશ સવાણી, રામસાગર પરિહાર, રાજેશ ઠાકર, રાજુ પટેલ, ઋતા શાહ, રીતિ શાહ, રોહિત પ્રજાપતિ, રુચિર જોશી, રૂપા મહેતા, રૂપાલી બર્ક, લાલુભા ચૌહાણ, ડો. વિજય મહેતા, વજેસિંહ પારગી, વર્ષા ગાંગુલી, વીણા પંડ્યા, વૈભવ કોઠારી, વિપુલ કલ્યાણી, શરીફા વિજળીવાલા, શીબા જ્યોર્જ, શેફાલી બલસારી શાહ, સલિલ ત્રિપાઠી, સમીર ભટ્ટ, સમિક્ષા ત્રિવેદી, સંધ્યા ભટ્ટ, સંજય ભાવે, સંજય છેલ, સંજીવ શાહ, સાહિલ પરમાર, સિદ્ધાર્થ ગુજરાતી, સૌમ્યા બલસારી, સુભાષ જોશી, સુધીરચંદ્ર, સુખદેવ પટેલ, સુમન શાહ, સ્વાતિ દેસાઇ, સ્વાતિ ગોસ્વામી, સ્વાતિ જોશી, સરૂપ ધ્રુવ, હાજીભાઇ બાદી, હનીફ લાકડાવાલા, હરીશ મંગલમ, હર્ષ બ્રહ્મભટ્ટ, હેમંતકુમાર શાહ, હેમંત શાહ, હિરેન ગાંધી, હિમાંશી શેલત.
![]()


૨૦૦૭માં ધર્મશાલામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી (કાઉન્ટડાઉન) ચાલી રહી છે. મને ખબર નથી કે પહેલાં મારી જિંદગીનો અંત આવશે કે પછી ચીની સામ્યવાદી સરમુખત્યારશાહીનો.’ મેં તેમને કહ્યું હતું કે અત્યારે વિશ્વસમાજનો મિજાજ જોતા તમે ચીનમાં લોકશાહી જોઇને જશો એની મને ખાતરી છે.
મુસલમાનો લોકશાહીની માંગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમને બંધારણીય રાજ જોઈતું હતું. તેમને કાયદાનું રાજ જોઈતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાની પ્રજાને બંધારણને, ન્યાયતંત્ર અને પ્રજાને જવાબદાર પ્રજાસત્તાક રાજ્ય જોઈતું હતું. ભારતમાં પણ ૨૦૧૧માં રાજ્યને વધારે જવાબદાર બનાવવા માટે આંદોલન થયાં હતાં એ તમને યાદ હશે.
સો વર્ષ ચાલે એટલાં ગીતો મળે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ગુજરાતી ગીતોના લેવાલ બહુ ઓછા છે. આ કોલમ શરૂ કરવાનો ઉદ્દેશ એ જ હતો કે આપણી માતૃભાષાનાં મીઠાં ગીતો લોકો સુધી પહોંચે. મારા આ પ્રયાસમાં મને સામેથી પણ ઘણી વાર સુંદર ગીતો ગુજરાતી સુગમ સંગીતના ચાહકો મોકલતા હોય છે. ‘કાગળનાં કોડિયાં’ ગીત લંડનથી ગિરીશ ચાંદેગ્રાએ મોકલ્યું અને ખૂબ ગમી ગયું. સુરતના જાણીતા કવિ, લેખક રવીન્દ્ર પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે આશિત દેસાઈએ અને ગાયું છે સુરેશ વાડકરે.
સુરેશ વાડકર હિન્દી તેમ જ અન્ય ભાષાઓના પાર્શ્વગાયક છે. મુખ્યત્વે એમણે મરાઠી અને હિન્દી ચલચિત્રોમાં પાર્શ્વગાયક તરીકે યોગદાન આપેલું છે. આ ઉપરાંત એમણે ભોજપુરી, કોંકણી, મલયાલમ, ગુજરાતી, બંગાળી, સિંધી ચલચિત્રો માટે પણ પોતાના કંઠે ગીતો ગાયાં છે. તેઓ ખાસ કરીને સુગમ સંગીત, ભાવગીતો તેમ જ ભક્તિગીતોના ગાયક તરીકે પ્રસિદ્ધ થયા છે. હિન્દી ફિલ્મોમાં ‘સીને મેં જલન’, ‘સાંજ ઢલે’, ‘મેઘા રે મેઘા રે’, ‘લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ’ જેવાં સરસ સ્વરાંકનો એમને ભાગે આવ્યાં હતાં. હિન્દી સિનેમાના સોનેરી યુગની એ આખરી પેઢીના કલાકાર કહી શકાય.
સુરેશજી સાથે અમારે અંગત સંબંધો છે. એમને હંમેશાં મારાં કંપોઝિશન્સ ગમે છે. આ ગીત એમણે બહુ જ સહજ-સરળ રીતે રેડિયો પર રજૂ કર્યું હતું. પ્રોફેશનલ કલાકારો કોઈ પણ ભાષામાં ગાઈ શકે છે, ફક્ત ઉચ્ચારો ક્યારેક સુધારવા પડે. મારાં સ્વરાંકનોની ખાસિયત એ છે કે કાવ્યમાં મને દૃશ્ય દેખાય તો મજા આવે. આ ગીતમાં કલ્પના એવી છે કે ‘કાગળનાં કોડિયાંનો લીધો અવતાર પછી દાઝ્યાથી કેમ દૂર રહીએ?’ કવિતાનો સાર એ જ છે કે ક્ષણભંગુર જિંદગીમાં જે મળ્યું છે એ સ્વીકારીને રહેવાનું છે. જગતના નાટ્યમંચ ઉપર આપણે જે વેશ ભજવવાનો નિર્ધારિત છે એ જ ભજવવો પડશે. જીવન ઊનનાં કોકડા જેવું છે. ઊન ઉકેલીએ તો પણ એના વળ તો એના એ જ રહે છે. એમ ઉતાર-ચડાવના વળાંકો જેવા જીવનનો છેડો છેવટે તો ભીંજાવાનો છે સૂકી રાખમાં. આ પંક્તિ, ‘ખોળિયાએ જ્યારે પંખેરી નામ પહેર્યું જ છે તો ટહુકાથી દૂર કેવી રીતે રહી શકાય?’ બહુ સચોટ છે. આ ગીત જાહેર કાર્યક્રમોમાં મેં પુષ્કળ ગાયું છે. કવિતાનો લય તરત મળી જાય તો સ્વરબદ્ધ કરવું આસાન થઈ જાય. આ ગીતમાં લય સરસ હોવાથી રિધમ પણ જળવાય છે. ગીત બની જાય પછી મને કાવ્યનું ચિત્ર તો દેખાય, એના કલર્સ પણ દેખાય.’
યુવા વયે મેં સુગમ સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે માધવભાઈની અન્ય કવિતા, ‘એક વાર યમુનામાં આવ્યું’તું પૂર …’નો પરિચય થયો. મુંબઈના સંગીતકાર મોહન બલસારા પાસે હું ઘણી વાર ગીતો શીખવા માટે જતી હતી. સાહિત્યકાર કનુભાઈ સૂચકને ત્યાં મોહનભાઈ આવે એટલે સુગમ સંગીતની મહેફિલ જામે. એમણે મને એક વાર ‘યમુનામાં આવ્યું પૂર’ શીખવાડ્યું અને ખૂબ ગમી ગયું હતું. જો કે આ ગીત બીજા ઘણા સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યું છે, પરંતુ મોહનભાઈએ શિખવાડેલી તરજ હજુ પણ ભુલાઈ નથી.