૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ!
આજે મેં એક મિત્રને કહ્યું કે ૨૦ માર્ચ એટલે 'વિશ્વ ચકલી દિવસ' તો એ માનતો જ ન હતો. એને એમ કે ફાધર્સ ડે કે વેલેંટાઈન ડે હોય, ચકલી દિવસ કેવી રીતે હોય? છેલ્લે માન્યો કે હા, માર્ચ ૨૦ એ ખરેખર વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.
વિશ્વ ચકલી દિવસની સ્થાપના ૨૦૧૦માં, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ભારતીય પર્યાવરણવાદી (એન્વિરોન્મેટલિસ્ટ) મહમ્દ દીલાવરે કરી. હવે તો વિશ્વની ઘણી સંસ્થાઓ તેમાં જોડાઈ છે. હમણાંના પક્ષીચાહકો, અને નેચર લવર્સ દ્વારા તેને બહુ જ આવકાર મળ્યો છે. હવે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.
ચકલીનું વૈજ્ઞાનિક નામ છે 'પાસર ડૉમેસ્ટિકસ’. Passer domesticus – એક ઘરગથ્થુ બનેલ પંખી. દુનિયાના લગભગ બધા જ દેશોમાં ચકલીઓ હોય જ છે. જેમ "કાગડા બધે જ કાળા" એમ કહેવાય છે, તેવું જ "ચકલીઓ બધે જ ચીં ચીં કરે જ!" 'એમ પણ કહી શકાય. યુરોપિયન જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં બધે જ ચકલી પણ ગઈ. અમુક જ પ્રદેશ જેમ કે સાઈબેરિયા, ચીન, ઈન્ડો ચીન, ઓસ્ટ્રેલિયાનો અમુક ભાગ, અને દક્ષિણ અમેરિકાના અમુક ભાગમાં ચકલી નથી. બાકી બધી જ જમીન પર ચકલી છે.
અહીં ઉત્તર અમેરિકામાં ચકલીની જુદી જુદી ૩૩ જાત હોય છે. કદાચ વધારે પણ હોઈ શકે. મોટા ભાગની માણસોની આસપાસ (ડૉમેસ્ટિકેટેડ) જ રહે છે. તેમની એક પણ જાત જંગલી (વાઈલ્ડ) નથી.
અમેરિકાના મૂળ રેડ ઇન્ડિયન્સની સંસ્કૃતિ અને વારસાનાં સંદર્ભમાં ચકલી ખૂબ જ અગત્યની અને પ્રેરણાદાયક પક્ષી ગણાય છે. તે જીવંતતાનો સંદર્ભ ગણાય છે બાઈબલમાં પણ ચકલીનો ઉલ્લેખ આવે છે કે જિસસે જોસેફના વર્કશોપમાં માટીમાંથી બાર ચકલીઓ બનાવી હતી. વળી એક ચકલી જીસસને ઓલિવ પર્વત પર પણ મળી હતી. અમુક ધર્મમાં ચકલી એ જિજીવિષા અને મહેનતનું પ્રતીક છે. ગ્રીક દંતકથાઓમાં અને સંસ્કૃતિમાં પણ ચકલી એ પ્રેમની દેવી એફ્રોડાઇટનું પવિત્ર પંખી ગણાય છે. ચકલી એ પ્રેમ, સફળતા, અને ડૂબતાને મળતી હોડી અને સહારાનું પ્રતીક છે. આમ વિશ્વની દરેક સંસ્કૃતિમાં ચકલીનું ઓછું વધતું પણ એક વિશિષ્ટ સ્થાન હંમેશાં છે.
વલ્લભ વિદ્યાનગરમાં નાના હતા, ત્યારે લગભગ સવાર ચકલીની ચીં ચીં થી જ થતી. કૂકડા નજીકમાં ન હતા. અમારા યુનિવર્સિટી ક્વાર્ટરના નાનકડા ઘરના વાતાવરણનો ચકલી એક જાણે અજાણે હિસ્સો હતી. એ ઘરની બારીઓ ને ઝીણી જાળીઓ ન હતી તેથી ચકલીઓ આરામથી ઘરમાં આવીને ઊંચે ખાનાઓમાં, ચોપડીઓની થોકડીની પાછળ, ઉપરના વેન્ટિલેશનની નાની બારી ઉપર, અને નહીં વપરાતી ઊંચી જગ્યાએ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં માળા બાંધતી. ઘરમાં લગભગ દરેક ઓરડામાં એકાદ બે માળા તો હોય જ. ઉનાળાની ગરમીમાં, એર કન્ડિશન તો હતા જ નહિ, અને પરીક્ષાની તૈયારી કરતાં હોઈએ ત્યાર બપોરે જ્યારે બધું જ શાંત હોય ત્યારે માત્ર ચકલીના ઊડાઊડનો અને ચીં ચીં-નો અવાજ તેની હાજરી પુરાવે અને આપણને સજાગ રાખવામાં મદદરૂપ થાય! ચકલીના માળામાં એ જ્યારે ઈંડુ મૂકે પછી તમે તેને ઉડાડવા પ્રયત્ન કરો તો પણ એ ગભરાય નહિ. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર ન આવે, ત્યાં સુધી તે માળામાંથી ખસે જ નહિ! ઈંડામાંથી તરત જ નીકળેલા પીંછાં વગરનાં નવજાત બચ્ચાં જોઈને ખૂબ વિસ્મય અને આનંદ થતો. જો એકાદ બચ્ચું માળાની બહાર પડી જાય, તો તેની મા ચકલી એટલો તો ચીં ચીં -નો અવાજ કરી મૂકે કે આપણને થાય કે ચાલો આપણે જ બચ્ચાંને ઊંચકીને માળામાં મૂકી દઈએ. વળી, ચકલી જે રીતે માટીમાં પાંખો ફટફટાવી ને સ્નાન કરે તે જોવાની મજા કોને ન આવે?
સાવ નાનાં બાળક હતાં ત્યારે દાદી વાર્તા કહેતાં કે "એક હતો ચકો અને એક હતી ચકી, ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો અને બનાવી ખીચડી!" એ આખી ય વાર્તા હજી કડકડાટ યાદ છે! ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને કવિતામાં ચકલીનો ઉલ્લેખ ખૂબ જ થતો આવ્યો છે કારણ કે તે માનવજીવનના વાતાવરણનું એક અંગ છે.

હજી થોડા જ દિવસ પહેલાં જ મારા યાર્ડમાં એક ચકલી મારી ખુરશી પર બેઠી. મને થયું કે સિંહાસન જેવી મારી આ સરસ ખુરશી પર આજે એક રાજવી ઢબે આ ચકલી વિરાજમાન છે! મારે બેસવું હતું પણ મેં એવો વિચાર કર્યો કે આજે ભલે આ ખુરશી પર તે હક જમાવે. ચાલો ચકલીનો રાજ્યાભિષેક કરીએ અને ફોટા પાડીએ. લગભગ ચાર પાંચ મિનિટ સુધી એ ચકલીએ ત્યાં બેસીને રાજપાટ ચલાવ્યું અને ઊડી ગઈ. ફરી થોડી વારમાં જ બીજી ચકલી આવી ને ત્યાં જ બેઠી. મારું માનવું છે કે તે પેલી ચકલી રાણીનો વર ચકલો રાજા હતો (બીજી ચકલી નહિ). તે પણ આવીને થોડીવાર બેઠો. મને એમ લાગ્યું કે પહેલાં ચકલી આવી અને પછી જ ચકલાએ ત્યાં આવવાની હિમ્મત કરી. આ ચકલાએ સહેજ ચરકી અને ઉત્સર્જન કરીને મારી ખુરશીને પવિત્ર કરી અને ઊડી ગયો. મેં આ પ્રસંગને એક ફોટામાં તેને કંડારી લીધો!
અને તરત જ … મને આજે રમેશ પારેખની કવિતા 'રજવાડું' યાદ આવી ગઈ! થયું કે ચકલી અને રમેશ બંનેને અંજલિ આપી ને નવાજીએ અને .. વિશ્વ ચકલી દિવસ માણીએ!
કવિતા રજવાડું / રમેશ પારેખ
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઊઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠઠ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું,
લોસ એન્જલ્સ, માર્ચ 20, 2022
e.mail : vijaybhatt01@gmail.com
![]()


कहते हैं कि यह सत्य है कि अर्ध-सत्य झूठ से भी ज्यादा खतरनाक होता है. ऐसा ही एक सत्य यह भी है कि कुशिक्षित व्यक्ति अशिक्षित व्यक्ति से कहीं ज्यादा खतरनाक होता है. अभी जिस फिल्म का सत्ताप्रेरित उन्माद फैलाया जा रहा है, ‘द कश्मीर फाइल्स’ इसी सत्य का नवीनतम प्रमाण बन कर आई है. यह फिल्म है ही नहीं, सत्ता के राजनीतिक एजेंडे को पूरा करने के लिए, सत्ता की शह और संभवत: उसके धन-सहयोग से किया गया कुशिक्षित व्यक्तियों का प्रहसन है. इसमें कलाकारों ने नहीं, सत्ता की अनुकंपा के प्यासे उसके ज्ञात पैदल सिपाहियों ने काम किया है और सबने मिल कर इतिहास का दरिद्रतम इस्तेमाल किया है. यह फिल्म देखी नहीं, दिखाई जा रही है. भाजपा शासित राज्य केंद्र के इशारे पर अपनी विचारधारा फैलाने के लिए सार्वजनिक धन का बेजा इस्तेमाल कर, इसे मनोरंजन-कर से मुक्त कर रहे हैं. इसकी कमाई के आंकड़े फर्जीवाड़ा भर हैं. जो प्रधानमंत्री यह कहे कि वह ऐसी एक फिल्म के सहारे इतिहास समझता व समझाता है, उसके बौद्धिक दारिद्र्य की सीमा ही नहीं है.
समझ के कारण हरि सिंह की याचना को एक राजनीतिक शक्ल दी गई, उनसे विलय के संधि-पत्र पर हस्ताक्षर करवाए गए, कश्मीरी जनमत के प्रतिनिधि शेख अब्दुल्ला व उनकी नेशनल कांफ्रेंस को उसके साथ जोड़ा गया और फिर कहीं जा कर हमारी फौज ने, जिसके पास नाममात्र के संसाधन आदि थे, कश्मीर की धरती पर कदम रखा.
આ વખતના પરાજય પછી એમ લાગતું હતું કે કાઁગ્રેસ પક્ષની અંદર શરમ, સંકોચ અને સ્વાર્થને બાજુએ રાખીને મુક્ત ચર્ચા થશે, પક્ષની વારંવારની નિષ્ફળતાનાં કારણો ઓળખી કાઢવામાં આવશે અને ભવિષ્યમાં પક્ષને કઈ રીતે બેઠો કરવો એ વિષે પણ ચર્ચા થશે. પરંતુ પરમ આશ્ચર્યની વાત છે કે એવું કશું જ બન્યું નહીં. હંમેશ મુજબ પક્ષની કાર્યસમિતિની બેઠકમાં ગાંધીપરિવારે જવાબદારીનો સ્વીકાર કર્યો, સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી, એ ઓફર ઠુકરાવવામાં આવી, નિષ્ફળતા માટે સામૂહિક જવાબદારીની વાતો કરવામાં આવી અને અંતે આઠ-દસ વાક્યોનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં એ જ વાત કહેવામાં આવી છે જે ૨૦૧૪થી કરવામાં આવી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાઓની એક ડઝન જેટલી ચૂંટણીઓમાં પરાજય પછી પણ પક્ષના નેતાઓને એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે સાચું નિદાન કરવામાં આવે અને અસરકારક ઈલાજ શોધવામાં આવે.
પોતે કોઈ પ્રકારનો જનાધાર ધરાવતા નથી. તેઓ ઉપરથી સીધા પક્ષમાં પ્રવેશ્યા હતા અને સારા દિવસોમાં સત્તા ભોગવી હતી. તેઓ જ્યારે પક્ષમાં સત્તા ભોગવતા હતા ત્યારે તેમને એમ નહોતું લાગ્યું કે પક્ષ અંતર્ગત લોકતંત્ર હોવું જોઈએ અને નેતાઓએ નીચેથી ઉપર જવાનો માર્ગ અપનાવવો જોઈએ. નરેન્દ્ર મોદી છેક નીચેથી ઉપર સુધી પહોંચ્યા છે. કપિલ સિબ્બલ તો એક ઉદાહરણ માત્ર છે. આવા બીજા અનેક નેતાઓ છે. જે નેતા જનાધાર ન ધરાવતો હોય એ શિવધનુષ ઉઠાવવાની હિંમત ન કરી શકે.