પુરાવા નાશ કરવા લાકડાં લાવો.
પૂરો આદેશ કરવા લાકડાં લાવો.
તમસમાં આગિયાઓ બાળવા માટે,
પિશાચી ડાન્સ કરવા લાકડાં લાવો.
મૂકી બંદૂક નીચે, લાકડાં લેજો,
ફરજની લાશ કરવા લાકડાં લાવો.
નથી જોતું અહીં અંધારમાં કોઈ,
મશાલી હાશ કરવા લાકડાં લાવો.
અભાગી કોઇની બેટી બહેન હશે,
ગુનો જ ખલાશ કરવા લાકડાં લાવો.
કરી દો બંધ ઘરમાં સૌ સગાંવ્હાલાં,
પહેરો ખાસ કરવા લાકડાં લાવો.
વિરોધો થાય, જોખમ નોકરીમાં છે,
સલામી પાશ કરવા લાકડાં લાવો.
ઉપરથી એ જ ઓર્ડર, લાશને બાળો,
બરફનાં ચાસ કરવા લાકડાં લાવો.
ધટે ધટના તમારાયે કુટુંબ કુળે,
રિવાજો 'કાશ 'કરવા લાકડાં લાવો.
વળગશે ચેહ બળતી ભૂત થઇ તમને,
ખૂની આકાશ કરવા લાકડાં લાવો.
બચાવો છો લફંગાને, નરાઘમને,
તો સત્યાનાશ કરવા લાકડાં લાવો.
૨/૧૦/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


મુંબઈના ગિરગામ વિસ્તારના અવંતિકાબાઈ ગોખલે રોડને એક નાકે, વિલા બેલ-વ્યુ મકાન હેઠળ, વરસોથી, સેન્ડવીચ બનાવતા ને વેંચતા રાજુભાઈનો બાંકડો મંડાતો રહેતો. અમારા નિવાસસ્થાનેથી ઊતરતાં રાજુભાઈ જોડે વાતચીત થયા કરે. ચાળીસેક વરસથી આમ રાજુભાઈ જોડે પરિચય. અને પછી તો તેમણે બનાવેલી સેન્ડવીચ લઈને અમે ઘેર આવતાં અને માણતાં. સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનો સરંજામ અને એવા જ તે ખુદ પણ ચોખ્ખા. અમારી ગલીના દરેક દુકાનદાર સાથે તેમનો સદ્દગુણી વ્યવહાર. ક્યારે ય ન કોઈ જોડે ઊંચે સાદે વાત કરે, કે ન કોઈનું તેમણે લગીરેક મનદુ:ખ પણ કર્યું હોય.
જી. કે ચેસ્ટરટનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. અંગ્રેજી સાહિત્યકાર હતા, ફિલસૂફ હતા, ધર્મશાસ્ત્રી હતા, ઈસાઈ પક્ષપાતી હતા અને પત્રકાર હતા. તેઓ પોતાની વાત એવી રીતે કરતા કે વાંચનાર કે સાંભળનાર ચોંકી જાય અને વિચારતો થઈ જાય. તેઓ શૈલીની આ લાક્ષણીકતા માટે જાણીતા હતા. તેઓ લંડનથી પ્રકાશિત થતા ‘ઈલસ્ટ્રેટેડ લંડન ન્યુઝ’ નામના અખબારમાં સાપ્તાહિક કોલમ લખતા હતા અને એમાં ૧૮મી સપ્ટેમ્બર ૧૯૦૯ના અંકમાં તેમણે લખ્યું કે ભારતીય રાષ્ટ્રવાદ નથી ખાસ ભારતીય કે નથી ખાસ રાષ્ટ્રીય. પરાજીત પ્રજા વિજેતાઓ પાસેથી શાસન-સંસ્થાઓની માગણી કરે છે, પરંતુ એ શાસન-સંસ્થાઓ વિજેતાઓની છે તેમની પોતાની નથી. માટે એ ભારતીય રાષ્ટ્રવાદ નથી ભારતીય કે નથી રાષ્ટ્રીય.