આ દેશમાં હવે બે માગણી સાથે આંદોલન ચલાવવાની જરૂર છે.
પહેલી માગણી એ કે આ દેશમાં કોઈને પણ મોતની સજા કરવામાં ન આવે. આપણે ત્યાં ફોજદારી ગુનામાં અપરાધીને દંડવાની પ્રક્રિયા (ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) એવી છે કે આપણે કોઈને મોતની સજા કરવાનો નૈતિક અધિકાર નથી ધરાવતા. શું ખબર કદાચ નિર્દોષ પણ ફાંસીએ ચડતા હશે. બીજી માગણી એ કે મતદાન માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન(EVM)નો ઉપયોગ બંધ કરવામાં આવે. ઝડપ અને સુલભતા કરતાં લોકતંત્ર મહાન છે. આમ કરવાની શા માટે જરૂર છે એની દલીલ અહીં તમારા વિચારવા માટે પ્રસ્તુત છે.
ગઈ કાલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ખબર છે કે અલાહાબાદની વડી અદાલતમાં ચાર દાયકાથી અપીલો ચુકાદાની રાહ જોતી પડી છે. અલાહાબાદની વડી અદાલતે સર્વોચ્ચ અદાલતને આપેલી માહિતી મુજબ ૧૪ અપીલો – ૧૯૭૬ (બે), ૧૯૭૭ (ચાર) અને ૧૯૭૮ (આઠ) – ચુકાદાની રાહ જોતી પડી છે. યાદ રહે કે આ બધી અપીલો છે અને એ પણ ફોજદારી ખટલાની છે. જગત આખામાં દીવાની કરતાં ફોજદારી ખટલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે જેની સાથે જઘન્ય ગુનો આચરવામાં આવ્યો હોય તેને બને એટલો જલદી અને જો મોટી ઉંમર હોય તો તેને તેની હયાતીમાં ન્યાય મળવો જોઈએ. જો ગુનો ખૂનનો હોય તો તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. બીજું એટલું જ મહત્ત્વનું કારણ એ છે કે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ. જો તે ખરેખર ગુનેગાર હોય તો તેને તેણે કરેલા ગુનાની યોગ્ય અને પ્રમાણસર સજા મળવી જોઈએ અને જો તે ગુનેગાર ન હોય તો વહેલાસર નિર્દોષ છૂટવો જોઈએ. ગુનાના આરોપ સાથે માત્ર યાતના જ નહીં, કલંક પણ જોડાયેલું હોય છે એટલે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ.
આ તો પહેલું પગથિયું થયું. જગત આખામાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એવી એક પ્રથા છે કે બને ત્યાં સુધી ફોજદારી ખટલામાં ન્યાય બે ત્રાજવે તોળવામાં આવે છે. એક નીચલી અદાલતમાં અને એક અપીલમાં. બન્નેમાંથી કોઈ એક પક્ષકાર, ક્યારેક બન્ને પક્ષકાર અને નહીં તો સરકાર વડી અદાલતમાં અપીલમાં જાય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈને ય ખોટી સજા, પ્રમાણ બહારની સજા, ખોટો છુટકારો, ખોટું કલંક અને ખોટો વિલંબ ન થવો જોઈએ. એટલે ફોજદારી ખટલાઓ જ્યારે ઉપલી અદાલતોમાં અપીલ તરીકે દાખલ કરવામાં આવે ત્યારે એને ઉપલી અદાલતો પ્રાથમિકતા આપે છે. પહેલાં તો ફોજદારી ખટલાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ઉપલી અદાલતોમાં અપીલમાં હજી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. જગત આખામાં આવી એક પ્રથા છે અને ભારતે પણ એક સભ્ય દેશ તરીકે આ પ્રકારની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સ્વીકારી છે, પણ પરિણામ?
પરિણામ આપણી સામે છે. અલાહાબાદની વડી અદાલતમાં / ચાર દાયકાથી / ૧૪ ખટલા / ફોજદારી ગુનાના / અપીલમાં પડ્યા છે. આ વાક્યમાં રહેલા દરેક મુદ્દાની ગંભીરતા એકસરખી છે. આરુષી તલવારની બાબતમાં શું બન્યું એ નજીકનો ભૂતકાળ છે. હરિયાણામાં રાયન સ્કૂલમાં જે બન્યું એ તો હજી વધુ તાજી ઘટના છે. ૧૯૮૪માં દિલ્હીમાં સિખો સાથે કરવામાં આવેલા નરસંહારના, ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવાની ઘટનાના, ૧૯૯૩માં મુંબઈમાં અને ૨૦૦૨માં ગુજરાતમાં કરવામાં આવેલા મુસલમાનોના નરસંહારના આરોપીઓ છૂટા ફરે છે અને તેમનો વાળ પણ વાંકો નથી થયો.
દાયકાઓનો વિલંબ, ખોટા અને અધૂરા ચુકાદા, ખોટી દિશાની તેમ જ અધૂરી તપાસ કરીને કેસનું કાસળ કાઢી નાખવું, સાક્ષીઓ ફોડવા અને ધમકાવવા, જજોને ખરીદવા, વકીલ માગે એટલી તારીખો માગવાની સવલત, દિવસોના દિવસ સુધી ઓરલ સબમિશનના નામે અદાલતમાં લવારા કરીને જજને ગૂંચવણમાં નાખવાની તરકીબ, લેખિત રજૂઆતના ફરજિયાતપણાનો અભાવ, મૅનેજ ન થઈ શકે એ રીતે હજારો પાનાંમાં વિસ્તરેલો કેસ અને મોંઘા વકીલો એ ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની જાણીતી બીમારીઓ છે. આના વિશે ઘણો ઊહાપોહ થયો છે અને હજી પણ થાય છે, પરંતુ સ્થાપિત હિતો એમાં સુધારા થવા દેતાં નથી.
આપણા જેવા સામાન્ય નાગરિકો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સુધારવાનો અધિકાર નથી ધરાવતા, પણ એક માગણી કરવાનો અધિકાર જરૂર ધરાવીએ છીએ. આપણે શાસકોને કહેવું જોઈએ કે જ્યાં સુધી તમે સમયસર અને પ્રમાણસર સજા કરવાની આવડત હાંસલ ન કરો ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને મોતની સજા આપવાનું બંધ કરો. જીવન છીનવી લીધા પછી એ પાછું મળતું નથી અને ફૂવડ શાસનને કોઈનું જીવન છીનવી લેવાનો અધિકાર નથી. કાયદાનું રાજ હોવા માટે માથું ઊંચકીને જીવવા જેટલી લાયકાત મેળવી લો ત્યારે જો જરૂરી લાગતી હોય તો મોતની સજા ફરી દાખલ કરજો.
આમ પણ જગતમાં મોટા ભાગના દેશોએ મોતની સજા કરવાનું બંધ કરી દીધું છે. બે મુખ્ય કારણ છે : એક તો માનવીને તેનું જીવન રાજ્યે આપ્યું નથી એટલે રાજ્યને એ છીનવી લેવાનો હક નથી. બીજું કારણ એ છે કે ગુનાની ઘટના સ્વભાવત: જટિલ હોય છે અને એમાં મોતની સજા કરવી પડે એવી ગંભીર ગુનાની ઘટના વધારે જટિલ હોય છે. જજે સગી આંખે ગુનો થતો જોયો હોતો નથી અને સંજોગોના આધારે ન્યાય તોળવામાં અન્યાય થવાની પૂરી સંભાવના રહે છે. આ સ્થિતિમાં કોઈનું અમૂલ્ય જીવન આંચકી લેવું એ પાપ છે. આવી માન્યતા એવા દેશો ધરાવે છે જ્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સક્ષમ છે, જ્યારે આપણે તો નાદારીની ચરમસીમાએ છીએ એ જોતાં મહેરબાની કરીને મોતની સજા કરવાનું બંધ કરવામાં આવે.

મતદાન માટે વપરાતાં EVMનો ઉપયોગ બંધ કરવો જોઈએ. બે મુખ્ય કારણ છે. એક તો આ જગતમાં આજ સુધી એવું મશીન નથી બન્યું જેમાં ખરાબી પેદા ન થાય અથવા એની સાથે ચેડાં ન થાય. બીજું, ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ એટલી નિર્બળ છે કે ક્યારે કોણ વેચાઈ જશે કે દબાણમાં આવશે એની કોઈ ખાતરી નથી. જે દેશો ટેક્નૉલૉજિકલી ભારત કરતાં ક્યાં ય આગળ છે અને જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓ સ્વાયત્ત અને સક્ષમ છે, અદાલતો ઝડપી ચુકાદાઓ આપે છે, કુલ મળીને શાસનવ્યવસ્થા છીંડા વિનાની છે એવા દેશો પણ EVMનો ઉપયોગ કરતા નથી એની પાછળનાં આ જ કારણો છે : ૧. કોઈ પણ મશીન બગડી શકે છે, ૨. કોઈ પણ મશીન સાથે ચેડાં કરી શકાય છે અને ૩. કોઈ પણ માણસ ડરી જઈ શકે છે અથવા વેચાઈ શકે છે. ટૂંકમાં, ઝડપ અને સુવિધા કરતાં લોકતંત્ર મહાન છે.
તો નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની જરૂર છે : નો ફાંસી, નો EVM.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2018
![]()



થિયેટરની દુનિયાથી બહાર લોકપ્રિય સિનેમા જગતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચનની સાથે ભજવેલી જોડીદાર ભૂમિકાઓ થકી ઓળખ પ્રાપ્ત થઈ. જેમાં અમિતાભ મુખ્ય પ્રદર્શનકારી ‘વિજય’ની ભૂમિકામાં હતા અને શશી કપૂર તેમના ‘અન્ય’ નૈતિક હતા. સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’ ખરેખરમાં વધુ એક જૂની સિનેમા ક્લાસિક ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને નવી પરિસ્થિતિઓમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે કે જેમાં સુનીલ દત્તે ભજવેલું વિદ્રોહી પાત્ર ‘બિરજૂ’ અમિતાભના ભાગમાં આવ્યું હતું. પણ, અહીં નરગિસનાં પાત્રની નૈતિક દુવિધાઓને શશી કપૂરના ‘રવિ’એ ઓઢી લીધી હતી.

અને આ બંને ફિલ્મ્સની વચ્ચે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ પણ મારી સૌથી પસંદગીની ફિલ્મ છે. ૧૯૮૦નાં દાયકા દરમિયાન જ્યારે શશી કપૂરના સમકાલીન મહાનાયક અમિતાભ ‘મર્દ’ અને ‘જાદૂગર’ જેવી ફિલ્મ્સ કરી રહ્યાં હતાં ત્યારે શશી કપૂર એક નવાં નિર્દેશક રમેશ શર્માની સાથે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ જેવી લાજવાબ ફિલ્મ કરી રહ્યાં હતાં. જો આ ફિલ્મની આપણે કુંદન શાહની કલ્ટ ક્લાસિક ‘જાને ભી દો યારોં’ની સાથે સરખામણી કરીએ તો આ બંને વર્ષ ૧૯૮૦નાં દાયકાની મોહભંગની કથા છે, જે પત્રકારિતામાં સંલગ્ન ઈમાનદાર નાયકની મારફત કહેવામાં આવી રહી છે.
શશી કપૂર પર લેખક અસીમ છાબરા દ્વારા લખવામાં આવેલું અદ્દભુત પુસ્તક ‘શશી કપૂર : ધ હાઉસહોલ્ડર ધ સ્ટાર’માં શશી કપૂરની સાથે કોઈ સીધો વાર્તાલાપ નથી. ગત કેટલાંક વર્ષોમાં તબિયત નાજુક હોવાને કારણે શશી કપૂરની સાથેનો અસીમ છાબરાનો સીધો સંવાદ સાધી શકાયો નથી. પણ, એક રસપ્રદ કિસ્સો કપૂર ખાનદાન પર પ્રમાણિક પુસ્તક લખનાર મધુ જૈનનાં પુસ્તક સાથે જોડાયેલો છે કે જેનો પ્રસ્તાવ લઈને તે શશી કપૂર પાસે ગઈ હતી. તે સમયની સૌથી ચર્ચિત સિનેમા પત્રકાર, ઇન્ડિયા ટૂડેની સાથે જોડાયેલી મધુ જૈન પોતાનાં ઝીણવટપૂર્વક લખેલાં પુસ્તક ‘કપૂર્સ’ની ભૂમિકામાં જણાવે છે કે તે ખરેખર તો શશી કપૂરની આત્મકથા લખવાનો પ્રસ્તાવ લઈને તેમની પાસે ગઈ હતી. પરંતુ, તરત જ શશી કપૂરે આ પ્રસ્તાવનો હસતા-હસતા અસ્વીકાર કર્યો અને કહ્યું કે પિતાજી પૃથ્વીરાજ કપૂર અને મોટા ભાઈ રાજ કપૂર જેવી પ્રતિભા આ ઘરમાં છે ત્યારે કોઈ કેવી રીતે તેમના પોતાના પર આ રીતે સ્વતંત્ર પુસ્તક લખી શકે. તેઓ જે નિસ્વાર્થથી ‘સ્પોટલાઈટ’ને છોડીને આગળ વધતા તે જ તેમના સૌથી ઉજળા પારસમણિની ચમક હતી.
આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.
લશ્કરને વિખેરી નાખવાને પરિણામે કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.
અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”