ગઝલઃ
(૧)
ગમનાં ગાણાં દૂર મેલીને આગળ જઈએ.
ઘાવ સમયના ભૂલાવીને આગળ જઈએ.
કોણ કહે છે, કામે લાગે ભણતર ગણતર?
પાઠો સાચા વંચાવીને આગળ જઈએ.
ભીડ છે એકલતાની, ને ગામમાં સૂનકાર આ,
દૂર ક્યાંક બધું ય ફંગોળીને આગળ જઈએ.
છો ને વાદળ ઢાંકે, સંતાડે સૂરજને
આંખોમાં સપનું ઊગાડીને આગળ જઈએ.
રામ રહીમની વાતો કરતા માણસ ખોટાં,
ઉર-તરાજુ જોખાવીને આગળ જઈએ.
******
(૨)
અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.
ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.
વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.
શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.
કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.
સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.
******
ગીત –
(૧)
પલ ના પલકારે
રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું.
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલી
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
ક્ષણ મહીં સરતા આ ક્ષણ તણાં વ્હેણમાં,
એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું.
પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી
ચડતી જવાનીનાં પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીનાં જાળાં
ને અંગો સહુ માંગતા સમારકામ આળાં
ત્યારે દેહમાં પૂરાયેલ એક નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.
આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું ક્યારે કાયાને પલટતું.
******
(૨)
ખોલું ખોલું ને દિલ અચરજ ભરે, રસભીના દાણાઓ હાથમાં સરે.
એક એક કણ ને એક એક પડમાં, નક્શીદાર કેવી કરામત ઝરે.
ના દોરો, ના સોય, ના યંત્ર ફર્યું,
કોણ રૂડેરું ગૂંથણકામ આ કરે?
જેમ સીવણના અદ્દભુત ટાંકા ભર્યું
કોઈ સુંદર મનોહર ભરત આ ભરે!!
અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.
હીરાથી અમોલા, શ્વેત કે રતુંબડા,
બિલોરી કાચથી ચોખ્ખા, હૈયે અડે.
ઝીણા જતનથી સ્પર્શીને ફોલતા,
આંગળીના ટેરવે ભીનાશ ફરે.
અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.
જુલાઈ ૨૦૧૮
Email: Ddhruva1948@yahoo.com
![]()


અમદાવાદમાં બુધવાર તા. ૪ જુલાઈના રોજ મીઠાખળી વિસ્તારના લાયન્સ હૉલમાં સૂચિત ખરડા બાબતે રોહિત શુક્લ (પ્રમુખ, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, ગુજરાત), રમેશ ચૌધ
દેશના ઉચ્ચ શિક્ષણમાં સુધારાની બહુ તાતી જરૂર છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. ‘યુનિવર્સિટીઓમાં અધ્યયન-અધ્યાપન, મૂલ્યાંકન અને સંશોધનનું ધોરણ જાળવી રાખવું’ એ આદેશ(મેન્ડેટ)નો અમલ કરવામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુ.જી.સી.) ઊણું ઊતર્યું છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિન્ગ્સમાં ભારતના સતત નબળા દેખાવ સહિત અનેક બાબતો આ વાતની સાખ પૂરે છે. એટલે ઉચ્ચ શિક્ષણના સંચાલનને સુધારવાના હેતુથી નવો આયોગ રચવા માટેનું ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ વિધેયક દેશની યુનિવર્સિટીઓ માટે અચ્છે દિનનાં એંધાણ આપે એવું બની શકે. એમ પણ બની શકે કે યુ.જી.સી.ની નિષ્ફળતા કરતાં ય વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાય, કારણ કે ૨૮મી જૂને જાહેર જનતાનાં સૂચનો આવકારવા માટે જાહેર કરવામાં આવેલા વિધેયકના મુસદ્દાનો ઝૂકાવ વધારે પડતું નિયમન કરવા કે અંકુશ રાખવા તરફ છે.
વૈશ્વિક અર્થતંત્રમાં વિક્ષેપ ઊભો કરનારાં સ્વચાલન (ઑટોમેશન) અને વ્યાપાર ક્ષેત્રે વધતા જતા સંરક્ષણવાદ જેવા પ્રભાવક ટેક્નોલોજિકલ અને રાજકીય પરિવર્તનોની સાથે મેળ પાડીને વિકાસ સાધવા માટેના ભારત માટેનો સૌથી ઉત્તમ માર્ગ શિક્ષણ છે એ હવે સર્વસ્વીકૃત બાબત છે. તેના માટે ઉચ્ચ શિક્ષણની પાયામાંથી ફેરગોઠવણી કરવાની જરૂર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની જગ્યાએ નવા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ રચવા માટેનો ખરડો ભારતના ઉચ્ચ શિક્ષણની કથળતી ગુણવત્તાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાથે તેમાં શિક્ષણનાં વધુ સારાં ધોરણો અને શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતાને પ્રોત્સાહન આપવાના મુદ્દાનો પણ સ્વીકાર કરાયો છે. જો કે, રાજકીય અંકુશો હળવા બનાવ્યા વિનાની સ્વાયત્તતાને સુધારણા ગણી શકાય નહીં. જો કે, યુ.જી.સી.ની જે ખામીઓને કારણે ઉચ્ચ શિક્ષણ ખોડંગાતું હતું તેમનો ઇલાજ આ આયોગ કરી શકશે કે કેમ એ બાબતમાં ગંભીર શંકા સેવવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે નવા ઉચ્ચ શિક્ષણ આયોગ માટેના વિધેયકનો જે મુસદ્દો ઘડ્યો છે તેની જોગવાઈઓમાં માનવ સંસાધન વિકાસના વિસ્તરણ અને તેની ગુણવત્તાની દૃષ્ટિએ દૂરગામી નિર્દેશો સમાયેલા છે. આ વિધેયક એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે કૌશલ્યઘડતર અને શૈક્ષણિક તકોની સુલભતા અતિશય મહત્ત્વનાં બન્યાં હોય. એટલા માટે વિધેયક અંગે વધુ વિચારણાની જરૂર છે.