મુઠ્ઠી
હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો !
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી;
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.
તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું ?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો !
તમે જ…!
![]()


જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાને પ્રામાણિક સાબિત કરવાની ઉતાવળમાં તેમના બંધરણીય અજ્ઞાનનું પ્રદર્શન કર્યું છે. આજનો યુગ એવો છે જેમાં વ્યક્તિએ જ્ઞાન કરતાં કરોડરજ્જુ વધારે સાબિત કરવી પડે છે, એટલે રાજ્યપાલે કરોડરજ્જુ બતાવવાના ઉત્સાહમાં એવી વાત કહી છે જેમાં સરવાળે તેઓ વધારે હાસ્યાસ્પદ સાબિત થયા છે. સત્યપાલ મલિક મૂળે સમાજવાદી કૂળના છે, એટલે કરોડરજ્જુનો દેખાવ કરવાની જરૂર તેમને એ કારણે પણ પડી હોય.