આંખમાં આજકાલ ઉમેશ સોલંકી|Poetry|19 April 2023 જામ થયેલી ગટરમાં કોઈ નાખે પથ્થર તર્ત ઊડે મચ્છર કાલ પર હું નજર નાખું ઊડતા મચ્છર ભાળું. શું બાળશે? શું અજવાળશે? નથી ખબર ખબર બસ આંખમાં આજકાલ સળગ્યા કરે મશાલ સળગ્યા કરે મશાલ. e.mail : umlomjs@gmail.com