Opinion Magazine
Number of visits: 10,250,097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મચ્છરે ‘સ્મિત’ પાછું આણ્યું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 October 2026

રવીન્દ્ર પારેખ

30 સપ્ટેમ્બર, 2026 ને રોજ યુનાઈટેડ આરબ એમિરેટ્સ(UAE)થી ઈઝરાયલ જઈ રહેલાં FZ 1073 પ્લેનને હવામાં જ હાઈજેક કરવાનો પ્રયાસ, પાઈલટ સ્મિત મચ્છરે નિષ્ફળ બનાવ્યો. ઈરાદો તો વિમાનને હાઈજેક કરીને 9/11 જેવો ભયંકર હુમલો કરવાનો હતો, પણ એક ગુજરાતી પાઈલટે એ કોશિશને નાકામ કરી. દુબઈની ફ્લાઈટ UAEથી ઇઝરાયલના તેલ અવીવ જવા ઊંચે ઊડી ને આકાશ વીંધતી ઊંચે પહોંચી, ત્યારે કો-પાઈલટે વિમાનને હાઈજેક કરીને, સવારે નવેકના સુમારે આકાશમાં જ ભડકો કરી દેવાનો પ્રયત્ન કર્યો, પણ ભારતીય મૂળના ને વઢવાણના પાઈલટે તેનો વિરોધ કર્યો અને વિમાનને સ્થિર રાખવાનો પ્રયત્ન કર્યો, તો ઓમાનના એ કો-પાઈલટે સ્મિત મચ્છરને છરીના અસંખ્ય ઘા ઝીંકી દીધા. કો-પાઈલટ કટ્ટરપંથી હતો. તેની ઓળખ ઓમાનના હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે. તે કટ્ટરપંથી હોવાથી તેને વિમાન ઉડાવવાથી દૂર રખાયો હતો, પણ પાછળથી તે ફ્લાયદુબઈમાં પાઈલટ બની ગયો હતો. તે આઠ મહિનાથી એ એરલાઈન સાથે જોડાયો હતો. જો કે, ત્યાં તેની પસંદગી કેવી રીતે થઈ તેની કોઈ સ્પષ્ટતા નથી. આવી પસંદગી કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે છેલ્લી ફ્લાઈટનાં ઉડાનથી સાબિત થઈ ગયું છે.

આમ તો ઓમાન અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. 2020 પછીના નવા નિયમો અનુસાર ઓમાનના પાઈલટને ઇઝરાયલ આવવા પર પ્રતિબંધ છે, તો આ કો-પાઈલટ પ્લેન સુધી કેવી રીતે પહોંચ્યો એ કોયડો જ છે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી એરલાઈન્સમાં કામ કરતાં કરતાં બારેક પાઈલટ ઇઝરાયલ પહોંચ્યા છે. એમાં જ કો-પાઈલટ પણ હોય એમ બને, પણ સુરક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી આ એક ગંભીર ચૂક છે. એક અહેવાલ મુજબ સુરક્ષાના હેતુ માટે સિક્યુરિટી સર્વિસે દુબઈના કોઈ પાઈલટની તપાસ જ ન કરી. માત્ર તેમનું લગેજ ચેક કર્યું હતું, બાકી, વિશ્વાસે વહાણ ચાલ્યું હતું. એ સંજોગોમાં હુમલાખોરને હુમલો કરવાની તક મળી ગઈ. સુરક્ષાને મામલે હવે તલસ્પર્શી તપાસ ચાલે છે. એમાં હસવું આવે એવી વાત એ છે કે દુર્ઘટના પછી બધી તપાસ થાય છે, પણ તે પહેલાં થવી જોઈએ તે થતી નથી. ટૂંકમાં, જે પહેલાં થવું જોઈએ, તે પરિણામ આવી ગયા પછી છેલ્લે થાય છે. આખા જગતની સુરક્ષા વ્યવસ્થામાં આવાં છીંડાં સામાન્ય વાત થઈ ગઈ છે. કો-પાઈલટનાં કૃત્યને UAEએ આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. સદ્દભાગ્યે બે બીજા પાઈલટ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

વિમાનમાં 27 બાળકો સહિત કુલ 174 પ્રવાસીઓ ઇઝરાયલ જવા રવાના થયા હતા. વિમાનને ક્રેશ કરવાનો હુમલાખોરનો પ્રયાસ ક્રૂ સભ્યોએ નિષ્ફળ બનાવ્યો હતો ને વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું અને પૂરતી ચકાસણી બાદ તેને ઇઝરાયલ રવાના કરાયું હતું. આવા કોઈ અણધાર્યા હુમલાની આશંકા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને હતી જ ને તેમણે ઇઝરાયલના નાગરિકો અને સૈન્યને સંભવિત હુમલા બાબતે સતર્ક રહેવાની હાકલ પણ કરી હતી. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે વિમાન ક્રેશ કરવાની ઘટનામાં જેહાદી તત્ત્વોનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. ઇઝરાયલ સામે જેહાદી તત્ત્વોનો ફરી એક વાર પ્રયત્ન થયો છે ને ઇઝરાયલ આવાં પરિબળોની સામે કદી પણ ઝૂકશે નહીં તેવો હુંકાર ઇઝરાયલે કર્યો હતો.

સ્મિત મચ્છર

દુબઈથી વિમાન ઊડ્યાના અઢી કલાક પછી બંને પાઈલટ વચ્ચે ઝઘડો થયો હતો. પહેલાં તો તેણે નમાજ પઢવાની વાત કરી ને પછી પાછળ બેસીને નમાજ પઢવા લાગ્યો ત્યારે પણ સ્મિતને કંઇ અજુગતું  લાગ્યું ન હતું. લગભગ પાંચેક મિનિટ પછી સ્મિતને લાગ્યું કે માથાની પાછળથી જોરદાર વાર થયો છે. પહેલાં સ્મિતને એવું લાગ્યું કે વિમાનમાં કોઈ ખરાબી આવી છે, પણ એક પછી એક વાર થતા રહ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે કો-પાઈલટે પોતાની ઉપર હુમલો કર્યો છે. કો-પાઈલટનાં હાથમાં છરી હતી એ વખતે વિમાન 34,00૦ ફૂટની ઊંચાઈએ હતું ને વિમાનને બચાવવા તેમણે જીવ રેડીને પ્રયત્ન કર્યો. આ બધી ગડમથલમાં વિમાન ઊંચાઈએથી સીધું નીચેની તરફ 17,000 ફૂટ પર આવી ગયું. જોર્ડનની સરહદ નજીક વિમાન ચકરાવે ચડ્યું અને પ્લેન ક્રેશ થશે એવું લાગવા માંડ્યું, ત્યાં જ સ્મિત મચ્છરે વિમાનને સંભાળી લીધું. તેમણે કોક્પિટનો દરવાજો ખોલી નાખ્યો અને પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સે કોકપિટમાં ઘૂસી જઈને સ્મિતને મદદ કરી અને હુમલાખોરને કાબૂ કર્યો. પ્રવાસીઓને સમજાઈ ગયું હતું કે વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ થયો છે.

એક કલાક પછી વિમાને સાઉદીના તબુક ખાતે સફળ ઊતરાણ કર્યું, ત્યારે સૌના જીવમાં જીવ આવ્યો. જો કે, હવાના ઊંચા દબાણમાં વિમાને કાબૂ ગુમાવતાં તેની પાંખો તૂટી ગઈ હતી. આવામાં વિમાનના ટુકડા થઈ જતા હોય છે, પરંતુ સદ્દભાગ્યે એવું ના થતાં વિમાને સફળ લેન્ડિંગ કર્યું. એ ચમત્કાર જ હતો. હુમલાખોર કો-પાઈલટની સાઉદી અરેબિયાએ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. હાલ તો ઘાયલ સ્મિતની સારવાર ચાલી રહી છે. સ્મિત પાસે 13 વર્ષનો બોઇંગ 783 એરક્રાફટનો અનુભવ છે. તે 11 વર્ષ સ્પાઈસ જેટમાં હતા ને તેમાં ફ્લાઈંગ અનુભવ 9,500 કલાકનો હતો. જૂન 2022થી કેપ્ટન તરીકે તેઓ ફ્લાયદુબઈમાં સક્રિય હતા. આ અનુભવે દુર્ઘટનાને ટાળી હોય એમ બને.

UAEના અવિએશન અને સરકારી અધિકારીઓ અને દુબઈફ્લાય પરિવાર, પોતાનાં આ ભારતીય કેપ્ટન માટે અત્યંત ગૌરવની લાગણી અનુભવે છે. સ્મિતે મુસાફરોની સુરક્ષાનો મહિમા કર્યો એ એક પ્રોફેશનલ પાઈલટનું ઉત્તમ ઉદાહરણ છે. સ્મિતની આ બહાદુરી દુનિયા આખીએ વખાણી છે. ભારતના વડા પ્રધાને સ્મિતને ફોન કરીને તેમનાં સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી ને પરિવાર સાથે થયેલી વાતચીત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દસેક મિનિટની વાતચીતમાં વડા પ્રધાને પૂછ્યું પણ ખરું કે શું કર્યું, હુમલા વખતે, તો સ્મિતે કહ્યું કે હનુમાન ચાલીસા બોલતો રહ્યો. બધાંને મરવા થોડા દેવાય? વડાપ્રધાને સ્મિત મચ્છરને ‘રિયલ લાઈફ હીરો’ ગણાવ્યા. વડા પ્રધાને પૂછ્યું કે ગુજરાતી બોલો છો? તો સ્મિતે હા કહી ને વાતચીત ગુજરાતીમાં થઈ ને છેલ્લે સ્મિત મચ્છરે ગુજરાતીમાં કહ્યું કે જય શ્રી કૃષ્ણ – જય હિંદ ! દુબઈ ક્રાઉન પ્રિન્સે પણ બહાદુર સ્મિત મચ્છરનું માથું ચૂમતા કહ્યું કે તમે દેશનું માન વધાર્યું છે. ઇઝરાયલના એક અધિકારીએ પાઈલટની હિંમતને બિરદાવતાં કહ્યું કે સ્મિતની બહાદુરીને કારણે 9/11 જેવી ઘટના ટળી ગઈ. જીવલેણ હુમલા બાદ ગુજરાતી પાઈલટના ખબરઅંતર પૂછ્યા હતા. સ્મિતને જીવલેણ પરિસ્થિતિમાં ફરજ બજાવવા બદલ મેનકાઈન્ડ ફાર્માએ એક કરોડની સહાય પણ કરી છે. અનેક શહેરોમાં, મંદિરોમાં સ્મિતના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ હતી ને પ્રાર્થના, આરતી, હોમહવન થયાં હતાં. ફિલ્મી કલાકાર સલમાન ખાન, પરેશ રાવલ, શાહરૂખ ખાન અને બીજા ઘણાએ સ્મિત મચ્છરની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી.

એક સારી વાત એ થઈ કે સ્મિત મચ્છરે પ્રવાસીઓનું અને જગતનું સ્મિત પાછું આણ્યું, પણ આ ઘટના ઘણી રીતે વિચારવા જેવી છે. એટલું થયું કે સ્મિત, પ્રવાસીઓ અને બીજા પાઈલટને લીધે 174 પ્રવાસીઓની જિંદગી દાવ પર લાગતાં અટકી. એ પ્રવાસીઓની સ્થિતિ કલ્પવા જેવી છે કે ઓચિંતી આફતથી મોત સામે તાંડવ કરતુ દેખાય ને બચવાની પ્રાર્થનાઓ જીવ હથેળીમાં લઈને થતી હોય, ત્યારે શું થતું હોય છે? એ પણ સારું થયું કે ઘાત ટળી, પણ દરેક વખતે આવી અનુકૂળતાઓ ન પણ હોય, એ સ્થિતિમાં સલામતી અંગે આ દુનિયા ગંભીરતાથી નહીં વિચારે તો કોઈ પણ સર્વનાશ નોતરશે એમાં શંકા નથી.

જેની ભૂમિકા રક્ષકની છે, તે જ ભક્ષક બને તો ભરોસો કોના પર કરવો એ પ્રશ્ન જ છે. કો-પાઈલટનું કામ પ્રવાસીઓનું રક્ષણ કરવાનું હોય, તેને બદલે તે જ જો હુમલાખોર બને તો ભરોસો કોનો કરવો? એથી વધુ ચિંતાનો વિષય તો એ છે કે કેપ્ટન જેવો કેપ્ટન પણ કો-પાઈલટ સાથે કેટલા વિશ્વાસથી બેઠો હશે ને તેણે અચાનક જ છરીના ઘા વેઠવાના આવે તે વધારે મોટી દુર્ઘટના છે. હવે એમ સમજવાનું છે કે જે સૌથી નજીક છે, તે જ ગરદન મારનારો છે? બીજી તરફ સુરક્ષા એજન્સીઓ તેમની ફરજ ન બજાવવા માટે જ હોય છે, એવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. સાથે જ, જે તપાસ પહેલાં થવી જોઈએ તે દુર્ઘટના પછી થાય તેનો અર્થ નથી. શરૂઆતથી જ પાઈલટની તપાસ થઈ હોત તો એક આતંકી પ્લેન સુધી પહોંચી ન શક્યો હોત. એ ભયંકર છે કે ઓમાનના પાઈલટ પર પ્રતિબંધ હોવા છતાં કો-પાઈલટ  કોકપિટ સુધી પહોંચ્યો. આખી દુનિયા યુદ્ધ અને હિંસક હુમલાઓ કરવા માટે જ હોય તેમ, જે આવે છે તે બીજાનું હડપ કરવા જ આવતું હોય એવી સ્થિતિ છે. જગત જાતે જ ખતમ થવા માંગતું હોય તે હદે આત્મઘાતી અને હિંસક થઈ ઊઠયું છે, એમાં સ્મિત મચ્છર જેવા બહાદુરો અને ફરજ પરસ્ત લોકો જ એક માત્ર આશ્વાસન છે, એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઑક્ટોબર 2026

Loading

5 October 2026 Vipool Kalyani
← જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ખરી પણ તેમને સાચવી નથી શકાતી
નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ  →

Search by

Opinion

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ખરી પણ તેમને સાચવી નથી શકાતી
  • પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર બર્થા વોન સટનર
  • ચલ મન મુંબઈ નગરી—360
  • જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યોં રોયે

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved