સ્થિર મનથી વિચારવું પડશે,
દૃઢ હૃદયને ચકાસવું પડશે.
બાપ! રે, આ જવાબદારીના,
પાંજરાને કપાવવું પડશે.
દિવસો સુખના નહીમ આવે,
ઝાંઝવાને ફસાવવું પડશે.
લો, નયન મૃગિયા ઉપર મોહ્યા,
બાગમાં જઈ બહેંકવું પડશે.
એકલા એકલા હસી લઈશું,
મસ્ત મનથી લહેરવું પડશે.
e.mail : addave68@gmail.com