હજારો વર્ષથી હું રખડ્યો અહીં, રઝળ્યો અહીં,
લંકાને કાંઠે, કાળી ડિબાંગ રાતે, મલબાર કિનારે;
ખૂબ ભટક્યો હું. હતો હું અશોક અને બિંબિસારના ભૂખરા સંસારમાં,
દબાયો હતો હું વિદર્ભના અંધકારમાં.
થાક્યો છું હવે હું, છે મારી ચારે બાજુ ઊછળતા દરિયાનાં ફીણ
મને ક્ષણભર શાંતિ આપે કોણ? તે છે નાટોરની વનલતા સેન.
એના કેશ જાણે વિદિશાની પ્રાચીન નિશા,
એના ચહેરે શ્રાવસ્તીની હસ્તકલા. સુકાન તૂટે
અને મધ-દરિયે જ્યારે નાવ ઘસડાય,
ત્યારે સુકાની જ્યારે જુએ તજનો દ્વીપ,
બસ એમ જ ભરઅંધકારમાં મેં જોઈ એને.
એણે પૂછ્યું, ક્યાં હતો તું અત્યાર સુધી?
અને પંખીના માળા જેવી એની આંખો એણે ખોલી,
જુએ છે મારી તરફ – નાટોરની વનલતા સેન. 
દિવસને અંતે ઝાકળની ઝલક સાથે આવે છે સંધ્યા.
બાજ પોતાની પાંખમાંથી સૂર્યપ્રકાશની સુવાસ ખંખેરી નાખે છે –
જ્યારે વસુંધરાના રંગ ચીમળાય છે અને ઝાંખી રેખા ચીતરાય છે
ત્યારે ઝગમગતા આગિયા રંગે છે આ કથા –
ઘરે આવે છે બધાં જ પંખી, બધી સરિતા, પૂર્ણ થાય છે જીવનનાં સૌ કર્મ,
રહે છે માત્ર અંધકાર, અમારા ચહેરા એકમેક, સન્મુખ,
જ્યારે હું બેસું છું, મારી સમક્ષ છે નાટોરની વનલતા સેન.
૧૭મી ફેબ્રુઆરીએ કવિનો જન્મ દિવસ હતો, ત્યારે મેં એમની આ રચના મૂળ બંગાળીમાંથી ઉતારી અરુણાભ સિંહાના અંગ્રેજી અનુવાદની મદદથી પરિમાર્જિત કરી અહીં મૂકી છે. : સલિલ ત્રિપાઠી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 12
 


 રશિયાની નજર યુક્રેનના બે પ્રાંતો ઉપર છે અને તેને તે ગળી જવા માગે છે. આની સામે યુક્રેનના શાસકોએ હોહા કરી મૂકી છે અને તેના પ્રતિસાદમાં અમેરિકા અને યુરોપના દેશો સક્રિય થયા છે. નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન – સોવિયેત રશિયાનો વિરોધ કરવા કેટલાક દેશોએ આપસમાં લશ્કરી સહયોગ કરવા માટે રચવામાં આવેલું જૂથ) જે સામ્યવાદી રશિયાના પતન પછી અપ્રસાંગિક બની ગયું હતું એ પાછું સક્રિય થયું છે. રશિયા સામે વ્યાપારિક પ્રતિબંધો, અસહકાર, યુનોમાં ઠરાવ અને વળતો લશ્કરી હુમલો કરવા સુધી વાત પહોંચી છે. જગતના દેશો સક્રિય થયા એટલે રશિયાએ પણ પારોઠનાં પગલાં ભર્યાં છે. દરમ્યાન રશિયા અને ચીનની ધરી રચાઈ રહી છે અને પાકિસ્તાન આ બે દેશોની પાંખમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ લખાય છે ત્યારે મોસ્કોમાં છે. ઇમરાન ખાન આ પહેલાં આ મહિનાના પહેલા સપ્તાહમાં ચીન ગયા હતા. પાકિસ્તાન અસમંજસમાં નથી. તેણે અમેરિકાનો હાથ છોડી દીધો છે અને ચીનનો પકડી લીધો છે. હવે તે રશિયાને ટેકો આપીને રશિયાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયાની નજર યુક્રેનના બે પ્રાંતો ઉપર છે અને તેને તે ગળી જવા માગે છે. આની સામે યુક્રેનના શાસકોએ હોહા કરી મૂકી છે અને તેના પ્રતિસાદમાં અમેરિકા અને યુરોપના દેશો સક્રિય થયા છે. નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન – સોવિયેત રશિયાનો વિરોધ કરવા કેટલાક દેશોએ આપસમાં લશ્કરી સહયોગ કરવા માટે રચવામાં આવેલું જૂથ) જે સામ્યવાદી રશિયાના પતન પછી અપ્રસાંગિક બની ગયું હતું એ પાછું સક્રિય થયું છે. રશિયા સામે વ્યાપારિક પ્રતિબંધો, અસહકાર, યુનોમાં ઠરાવ અને વળતો લશ્કરી હુમલો કરવા સુધી વાત પહોંચી છે. જગતના દેશો સક્રિય થયા એટલે રશિયાએ પણ પારોઠનાં પગલાં ભર્યાં છે. દરમ્યાન રશિયા અને ચીનની ધરી રચાઈ રહી છે અને પાકિસ્તાન આ બે દેશોની પાંખમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ લખાય છે ત્યારે મોસ્કોમાં છે. ઇમરાન ખાન આ પહેલાં આ મહિનાના પહેલા સપ્તાહમાં ચીન ગયા હતા. પાકિસ્તાન અસમંજસમાં નથી. તેણે અમેરિકાનો હાથ છોડી દીધો છે અને ચીનનો પકડી લીધો છે. હવે તે રશિયાને ટેકો આપીને રશિયાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે. છે તેનો આધાર બાળપણમાં તેની નાનીમોટી ઇચ્છાઓ પૂરી થઈ હતી કે અધૂરી રહી ગઈ હતી તેના પર છે. ક્લેઈનની થિયરી હતાશા અને આત્મઘાતી વૃત્તિ સાથે સંકળાયેલી માનસિક બીમારીઓનું નિદાન કરવામાં મદદરૂપ નીવડી. ઘૃણા અને ધિક્કારની જે લાગણીઓ હિંસા તરફ લઈ જાય છે તેને સમજીએ તો એ માનસિક પરિબળો જોવા મળશે જેને ક્લેઈને ડિપ્રેશનનું નામ આપ્યું અને તેની પહેલાં બર્ટને જેને મેલન્કોલિયા ગણાવ્યું. આવી બીમારીઓથી પીડાતી વ્યક્તિઓમાં આવાં પરિબળો ભારે લલચામણી વાક્છટા અને આમૂલ પરિવર્તનની ઉમેદમાં વ્યક્ત થાય છે. ૧૮મી-૧૯મી સદીના અંગ્રેજ રાજદ્વારી નેતા ચાર્લ્સ જેમ્સ ફોક્સે પણ એ જ બાલિશ ઘેલછા તરફ આંગળી ચીંધી હતી, જ્યારે તેમણે તેમનું જાણીતું વિધાન કર્યું, કે સૌથી વરવી ક્રાન્તિ એ હોય છે જેમાં જૂની સ્થિતિને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. “The worst of revolutions is a restoration.” દેશમાં હિન્દુત્વનો માહોલ વરતે છે તે પણ આ જ માનસિક પરિબળોનો ભયાવહ દાખલો બતાવે છે.
છે તેનો આધાર બાળપણમાં તેની નાનીમોટી ઇચ્છાઓ પૂરી થઈ હતી કે અધૂરી રહી ગઈ હતી તેના પર છે. ક્લેઈનની થિયરી હતાશા અને આત્મઘાતી વૃત્તિ સાથે સંકળાયેલી માનસિક બીમારીઓનું નિદાન કરવામાં મદદરૂપ નીવડી. ઘૃણા અને ધિક્કારની જે લાગણીઓ હિંસા તરફ લઈ જાય છે તેને સમજીએ તો એ માનસિક પરિબળો જોવા મળશે જેને ક્લેઈને ડિપ્રેશનનું નામ આપ્યું અને તેની પહેલાં બર્ટને જેને મેલન્કોલિયા ગણાવ્યું. આવી બીમારીઓથી પીડાતી વ્યક્તિઓમાં આવાં પરિબળો ભારે લલચામણી વાક્છટા અને આમૂલ પરિવર્તનની ઉમેદમાં વ્યક્ત થાય છે. ૧૮મી-૧૯મી સદીના અંગ્રેજ રાજદ્વારી નેતા ચાર્લ્સ જેમ્સ ફોક્સે પણ એ જ બાલિશ ઘેલછા તરફ આંગળી ચીંધી હતી, જ્યારે તેમણે તેમનું જાણીતું વિધાન કર્યું, કે સૌથી વરવી ક્રાન્તિ એ હોય છે જેમાં જૂની સ્થિતિને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. “The worst of revolutions is a restoration.” દેશમાં હિન્દુત્વનો માહોલ વરતે છે તે પણ આ જ માનસિક પરિબળોનો ભયાવહ દાખલો બતાવે છે.