નામ સ્મરણ ને સ્તુતિ કથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू ईनका मोल दे अल्ला
કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કહી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला
કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला
જાનિવાલીપિનારાને હવે રંગનો થાક ચડ્યો છે
નામ પડેલા રંગો લઈ बेरंग ईशकमें घोल दे अल्ला
એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझको मुजमें छोड दे अल्ला