વાહનો હરખાય છે વરસાદમાં,
ભૂલકાઓ ન્હાય છે વરસાદમાં.
રૂપને મન થાય છે વરસાદમાં,
આઈના તરડાય છે વરસાદમાં.
વાદળો વ્હાલપ નીચોવી નાખતા,
ને ઘરા ગભરાય છે વરસાદમાં.
ઘર,ગલી, રસ્તાથી લઈ પાદર સુધી,
જ્યાં સફાઈ થાય છે વરસાદમાં.
મેંઢકો, કીડી, મકોડા, હર જીવાત,
કેફથી મલકાય છે વરસાદમાં.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com