Opinion Magazine
Number of visits: 10,234,197
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 October 2026

ગાંધીએ કલ્પેલા લોકસેવકની એક મહત્ત્વની કામગીરી મતદાર જાગૃતિની હતી તે આજના વોટચોરીના માહોલમાં કદાચ વધુ તીવ્રપણે યાદ આવતો અને ઝંઝેડતો મુદ્દો છે.

પ્રકાશ ન. શાહ

કેમ કે ગાંધી જયંતીના ભણકારા વાગી રહ્યા છે, ગાંધીસ્મૃતિ આસપાસ કૈંક રસમી તો કૈક દિલી આયોજનો અંગે આગોતરી ખબરનું બજાર બહુ નહીં તોયે ઠીક ઠીક ગરમ પણ છે. મને જે એક પૂર્વસૂચનામાં ખાસ રસ પડ્યો તે ગાંધી પીસ ફાઉન્ડેશન(નવી દિલ્હી)ના નિમંત્રણપત્રથી  કે આ નિમિત્તે આશુતોષ રાંકા સંબોધન કરશે. રાંકા, તમે જાણો છો, જંતરમંતર મંથનમાંથી ઉભરેલાં યુવા રત્નો  પૈકી છે. જો કે અહીં મેં કરવા ધારેલ મુદ્દો અને મહિમા ખાસ તો એમણે જે વિષય પસંદ કર્યો

આશુતોષ રાન્કા

છે એનો છે – ‘જેન ઝીના ગાંધી’. વૉટ્સઅપ યુનિવર્સિટીએ એક એવો છાત્રયુવા દોર છેલ્લા દાયકામાં જોયો જેણે ગાંધીને જોયો ન જોયો બલકે ક-જોયો. પણે  ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ મુવમેન્ટ ચાલી તો પોસ્ટરો જોવાં મળ્યાં કે આજે જો ગાંધી હોત તો એ અહીં હોત. ગમે તેમ પણ, રવીશકુમારના યાદગાર શબ્દોમાં ‘જંતરમંતર … ડર છૂમંતર’ના સાક્ષાત્કારક માહોલમાં ગાંધી સહજ સાંભરી આવ્યા છે અને નવી ને ન્યાયી દુનિયાની લેહમાં જેન ઝી પોતાના ગાંધીને કૈંક ખોજી ને પામી રહેલ  છે.

નિત્યનૂતન જે ગાંધી, એનું સવિશેષ સંકીર્તન આયોજન ગુજરાતમાં  આ દિવસોમાં રચનાત્મક કૉંગ્રેસે કર્યું છે. તેવીસ જેટલાં શહેરો ને કસ્બાઓમાં એ વિશેષ વ્યાખ્યાનો યોજી રહેલ છે. આ વ્યાખ્યાતાઓ કોઈ પક્ષીય અગ્રણીઓ નથી પણ સામાન્યપણે જેમને નાગરિક કર્મશીલ કહી  શકીએ અગર સ્વતંત્ર બૌદ્ધિક  કહી શકીએ તે માંહેલા છે. લાગે છે, કૉગ્રેસનો મિજાજ ને માહોલ બદલાઈ રહ્યાં છે. સ્વરાજનિર્માણ કોઈ પક્ષીય એજન્ડા માત્ર નથી પણ એક નાગરિક મથામણ છે એ ધોરણે એક વિપક્ષ તરીકે વ્યાપક અભિગમથી આગળ જવાની એની છટપટાહટ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો પદયાત્રાના દિવસોથી જણાવા લાગેલી તે કદાચ ઓર ગતિ પકડી રહેલ છે.

ગાંધી જયંતીની વાત કરતે કરતે હું કૉંગ્રેસની  વાતમાં ક્યાં સરી  પડ્યો, તમને થશે. ભાઈ, મુદ્દો તો સ્વરાજનિર્માણનો છે. આટલું સાંભળી કોઈ તાજેતરનાં વર્ષોમાં ભા.જ.પ. શ્રેષ્ઠીઓ કેમ જાણે ડામ દેવાની રીતે યાદ આપતા રહ્યા છે તેમ ગાંધીએ તો આ હેતુથી જ બેસતે સ્વરાજે કૉંગ્રેસને  વિસર્જનની અને લોક સેવક સંઘમાં ફેરવી નાખવાની સલાહ આપી હતી તે સંભારે એમ પણ બને. સત્તાપક્ષને ગાંધીની સલાહમાં કોઈ મૂલ્યાત્મક રસ તો ક્યાંથી હોય – હા,કૉંગ્રેસ વિખરાઈ જાય એ એમને જરૂર ભાવતું અને ફાવતું આવે.

ગાંધીની આ સલાહ વિશે થોડી વાત ઘડી રહીને કરીશું, પણ સૂચિત લોક સેવક સંઘને એમણે  ભળાવેલાં કામો પૈકી એક કામની વાત અહીં સાભિપ્રાય કરવી છે. એમણે કલ્પેલો સેવક    નકરો કીડિયારું પુરનારો કે પંખીને ચણ નીરતો જણ માત્ર નહોતો. મતાધિકારપાત્ર કોઈ પણ વ્યક્તિ મતથી વંચિત ન રહે અને તે વિધિવત નોંધણી પામી મુક્તપણે મત આપી શકે એ  ગાંધીની વ્યાખ્યા પ્રમાણેના લોકસેવકની જવાબદારી હતી. આશ્ચર્યકારક રીતે આજે આ ઇતિહાસકર્તવ્ય અંગેનો નાગરિક ઝંડો રાહુલ ગાંધીએ અને બીજાઓએ ઉપાડ્યો છે. રાજકીય કાર્યકરોની આ નાગરિક તત્પરતા જેન ઝી ગાંધીનું તર્પણ નથી તો શું છે, કહો જોઉં.

વાત સાચી કે આખર દિવસોમાં ગાંધી કોંગ્રેસના વિસર્જનના એક મુસદ્દા પર કામ કરી રહ્યા હતા. રાજકીય સત્તાની જરૂરત પ્રીછતે છતે વ્યાપક સામાજિક ફલક પરના કામને સ્વરાજનિર્માણની એક પાયાની જરૂરત સમજતા હતા. સ્વરાજની લડત દરમ્યાન પણ એમણે  સામાજિક પાસું છોડ્યું નહોતું, અને હવે એને અગ્રતા આપવી તે એમને સ્વાભાવિક જ ઇષ્ટ લાગતી વાત હતી. પણ ‘હરિજન’ના એ જ અંકમાં, રિપીટ, એ જ અંકમાં તમે એમની એક બીજી ટિપ્પણી પણ જોઈ  શકશો કે કૉંગ્રેસ પક્ષને મરવા દેવાય નહીં. સ્વરાજ સંક્રાંતિની જરૂરત અને મર્યાદા સમજનાર મહાન પ્રયોગવીરની આ કુલીન દ્વિધા હતી. નહેરુ અને વૉટ્સઅપ વહાલા સરદાર સહિતની નક્ષત્રમાળાને લાગ્યું કે દેશવ્યાપી રાજકીય સંગઠન વિના લોકતંત્રનો  દી’ વળે તેમ નથી.

કૉંગ્રેસની ટીકાના પ્રસંગો આવ્યા છે અને આવશે: ચડતીપડતી વચ્ચે ન એનું ગાંધી-સંધાન છૂટો, ન દેશ જનતાનું.

30 સપ્ટેમ્બર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

1 October 2026 Vipool Kalyani
← ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Search by

Opinion

  • પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં 
  • આપણી પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે?
  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved