રવીન્દ્ર પારેખ
હા, નેપાળની પાળ જ તૂટી ગઈ છે ને તે મહાવિનાશક પૂરમાં સપડાયું છે. બુધવારથી શરૂ થયેલી આપદામાં અત્યાર સુધીમાં 752 લોકોનાં મોત થયાં છે ને ૩,000 હજી સુધી ગુમ છે. 8,73૦ લોકોને બચાવી લેવાયાં છે. 15,000 સુરક્ષા દળો ને હેલિકોપ્ટરો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યાં છે. 320 ભારતીયોનો કોઈ પત્તો નથી, જેમાં ગુજરાતના પણ 25 લોકો ફસાયેલા છે. એમાં સુરતના પણ ત્રણ છે. એક ગ્લેશિયરનો 2,000 ફૂટ મોટો ટુકડો, 4,000 ફૂટ નીચે પડ્યો જેનાથી વિનાશક પૂર આવ્યું. તાજેતરમાં ભોટેકોશી અને લ્હેન્ડે નદીમાં હિમપ્રપાત, ભૂસ્ખલન અને કુદરતી બંધ તૂટવાને કારણે એટલું વિનાશક પૂર આવ્યું કે તેને કાબૂ કરવાનું બની શક્યું જ નહીં.
સાચું તો એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયનાં ગ્લેશિયર્સ (હિમશિલાઓ) ઝડપથી પીગળી રહ્યાં છે. સદીઓથી પહાડોને જકડી રાખતો બરફ ઢીલો પડવાથી પહાડો ખોખલા થઈ રહ્યા છે, પરિણામે મોટા પાયે હિમપ્રપાત અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. એ પણ છે કે તિબેટમાં આવેલી કુદરતી આફતને લીધે, નેપાળમાં થઈ તેથી વધુ ભયાનક સ્થિતિ ભારતની પણ થઈ શકે છે. ભારતની ત્રણ મોટી નદીઓ બ્રહ્મપુત્ર, સતલજ અને સિંધુ તિબેટમાંથી નીકળે છે. આમ તો હિમાલયથી નીકળતી કોઈ પણ નદીને લીધે મહાવિનાશક દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. નેપાળમાં બન્યું તે ઉત્તર ભારતમાં પણ શક્ય છે. ઉત્તરાખંડ જેવાં રાજ્યમાં તો આ જોખમ સૌથી વધુ છે. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં આવું પૂર આવે તો શું થઈ શકે તેની કલ્પના જ ધ્રુજાવી દે એમ છે. નેપાળ હોનારતની અસરો ભારતમાં પણ દેખાવા માંડી છે. ગંડક નદીમાં તણાઈ આવેલા સાત મૃતદેહો ઉત્તર પ્રદેશના કુશીનગર સુધી પહોંચ્યા છે.
2026માં નેપાળ-તિબેટ સરહદે થયેલી હોનારતમાં લાંગટાંગ લિરુંગ પર્વતમાળામાંથી એક વિશાળ ગ્લેશિયર અને પહાડનો ટુકડો તૂટી પડ્યો. આ કાટમાળે નદીનો પ્રવાહ રોક્યો. તેને લીધે બનેલો એક કામચલાઉ ડેમ ફાટતાં ત્રીસેક મિનિટમાં જ નદીનો સ્તર 30 ફૂટ વધી ગયો. બચવા માટે ત્રીસેક મિનિટ જ હતી, પણ લોકોને તેની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહીં ને જોખમ એકદમ જ વધી ગયું. 2 મિનિટમાં જ 600થી વધુ વ્યક્તિઓ તણાઈ ગઈ. લોકોને ખબર 7.30 વાગે પડી ને સરકારને જાગવાનું થયું 9.15 કલાકે. 6 લાખ લોકોને મેસેજ મળે એ પહલાં તો તબાહી મચી ગઈ હતી. અનેક રસ્તાઓ તૂટ્યા, નદીઓ ગાંડીતૂર થઈ. પુલો તૂટ્યા. તિબેટ બોર્ડર પાસે ખડકો અને ભારે કાટમાળ પડવાથી અનેક ગામો તણાઈ ગયાં. 50,000ની વસ્તીવાળું ત્રિશૂલી આખેઆખું માટીમાં જ દફન થઈ ગયું. નેપાળમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ જણાતા નથી. તેમને 6 ઈંચનું કાણું પાડીને પાઈપથી હવા પહોંચાડાતી હોવા છતાં અત્યાર સુધીમાં 768 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જો કે, 361 કર્મચારીઓને બચાવી લેવાયા છે તે પણ ખરું. એ પણ ખરું કે હિમાલય વિશ્વની સૌથી યુવા પર્વતમાળા છે, જે ભૂકંપ અને કુદરતી રીતે અત્યંત સંવેદનશીલ છે. ભારતમાં પણ કેદારનાથ ટ્રેજેડી થઈ ચૂકી છે અને હવે નેપાળ પર કુદરત રૂઠી છે. નીચાણવાળા જિલ્લાઓમાં ભારે તારાજી છે. હજારો લોકો બેઘર બન્યાં છે અને અબજોનું ઇન્ફ્રાસ્ટ્રકચર પરવારી ગયું છે. નેપાળમાં આવેલી આફતનું સૌથી મોટું કારણ તેની અણધારી ઝડપ હતી. ચીનની આગોતરી ચેતવણીના અભાવને કારણે લોકોને બચાવની કોઈ તક જ ન રહી. નેપાળનો વિનાશ ચીનની ગફલતનું જ પરિણામ છે, એને લીધે જ નેપાળમાં આખેઆખાં મકાનો, વાહનો, સ્કૂલો, પુલો વગેરે પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયાં છે. એ જ કારણે બચાવ કામગીરીમાં વિલંબ પણ થઈ રહ્યો છે.
રાહત કામગીરીમાં મદદ માટે ભારતે પણ હાથ લંબાવ્યો છે. 26 ઓગસ્ટે 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી ને 28મીએ રવાના થયેલ બીજી ફ્લાઈટમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં ટેન્ટ, ધાબળા, કિચન સેટ, પાણી બહાર કાઢવાના પંપ, જનરેટર સેટ, દવાઓ તથા ખાદ્ય સામગ્રીઓ મુખ્ય છે. આ ઉપરાંત મદદની ત્રીજી ખેપમાં 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવાની વાત પણ હતી.
કાલના સમાચાર એવા છે કે તિબેટમાં વધુ એક તળાવ ફાટ્યું છે ને બિહારમાં પૂરનું એલર્ટ અપાયું છે. નેપાળમાં પૂરની તારાજી તો ચાલુ જ છે, ત્યાં અતિભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. ચિંતા એ છે કે એથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ન વધે. અત્યારની સ્થિતિ એવી છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. આફત એકલી નથી આવતી, તે અનેક રૂપે એકસાથે આવે છે ને દોષિત, નિર્દોષનો ભેદ કર્યા વગર સૌ પર સમાન રીતે ત્રાટકે છે. એકતરફ એક દુર્ઘટનામાંથી ઉગરવાનું લંબાઈ રહ્યું છે, ત્યાં જળપ્રલયની વધુ એક ચેતવણી અપાતાં લોકોના જીવ પડીકે બંધાયાં છે.
પૂરમાં કાદવ કીચડમાં એક બાળકનો મૃતદેહ મળ્યો, તો પૂરમાં બે વર્ષનું બાળક જીવતું પણ બહાર આવ્યું. બીજા ઘણાંને લાચારીથી મોતને હવાલે થતાં જોઈ રહેવાનું પણ આવ્યું. આવી ઘટનાઓ સજીવ દેહને મૃતદેહમાં ફેરવી નાખતી હોય છે ને ત્યારે મનુષ્યની પામરતાનો જ અનુભવ થાય છે. આવામાં કરોડો રૂપિયા એક દેહને, મૃતદેહ બનતા રોકી શકતા નથી, એમાં જ ક્યારેક માનવતાનાં દર્શન પણ થાય છે. પૂરમાં તણાઈ આવેલાં ઘરેણાં ને અન્ય જ્વેલરી જેની હોય તેને લઈ જવા જાહેરાતો પણ થઈ છે, તો મૃતદેહ પરનું સોનું ચોરવાનું પણ ચુકાયું નથી. પૂરનાં પાણીમાં તણાઈ આવેલાં સિલિન્ડરોની લૂંટ પણ ચલાવાઈ. તણાઈ આવેલી તિજોરીમાંથી 92 લાખની રોકડ ચોરી જનારા લોકો પણ હતા. જો કે, પછી એ મામલે 29 જણાની ધરપકડ પણ કરવામાં આવી છે.
ક્યારેક ચમત્કારો પણ થતા હોય છે. જેમ કે, બસમાં સવાર કેટલાક ભારતીયો ચા પીવા રોકાયા ને સૌ બચી ગયા. ચારે બાજુ મોત ફેલાતું જતું હોય એવામાં એક માણસનું ધડ જમીનમાં હતું ને માથું બહાર હતું એવી વ્યક્તિ જીવી ગઈ. ટૂંકમાં, કુદરત રૂઠે છે તે પણ અનુભવાય છે, તો ક્યારેક એ જ કુદરત જીવ બચાવીને ન ધારેલો ચમત્કાર પણ સર્જે છે.
નેપાળની ઘટના પૂરેપૂરી માનવ સર્જિત નથી, પરંતુ તે કુદરતી પરિબળો અને માનવીય ભૂલોનું ઘાતક પરિણામ છે. એ ખરું કે આપત્તિની શરૂઆત ભલે કુદરતી હોય, તો પણ, ભયંકર વિનાશ પાછળ માનવસર્જિત પરિબળો જ જવાબદાર છે. પ્રદૂષણ, ઇંધણને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. આર્થિક લાભને માટે નદી કિનારે આડેધડ થતાં બાંધકામો, હોટેલો, રસ્તાઓ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ … મોડુંવહેલું જાનમાલનું નુકસાન વધારે જ છે તે સમજી લેવાનું રહે. જંગલોનો નાશ અને આયોજન વગરનું શહેરીકરણ નદીઓના પ્રવાહને રોકે છે. આ બધી બાબતો ભેખડો ધસવાની પ્રક્રિયાને વધારે છે.
એટલું છે કે પર્વતો પરથી બરફનું તૂટવું કુદરતી પ્રક્રિયા છે, પણ માનવ સર્જિત પર્યાવરણીય નુકસાન મહાવિનાશને નોતરે છે. માણસ જાત પર આટલું વીતે છે, પણ કામચલાઉ રાહતો સિવાય કોઈ કાયમી ઉકેલ શોધાતો નથી. ઉદ્યોગો જરૂરી છે તેની ના જ નથી, પણ તે કુદરતને ભોગે થાય તો વિચારવું પડે. ઉદ્યોગો હિમાલય સુધી પહોંચે છે તો હિમાલય આપણે ઘર સુધી લાવવો છે? એક વસ્તુ સ્પષ્ટ છે કે કુદરત સાથેનાં ચેડાં કુદરત કદી માફ કરતી નથી. આટલી ઘટનાઓ પછી પણ આપણે નવી ઘટનાની રાહ જોઈએ છીએ ને વળી અસહ્ય યાતનાઓ વેઠવા તૈયાર રહીએ છીએ. આ બરાબર નથી. સાધારણ રીતે આપણે પોતાને છરી મારતાં નથી, પણ કુદરત સાથેની છેડછાડ આત્મહત્યાની જ ગરજ સારે છે. આપણે તો કારખાનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરો નાખીને હિમાલયને પણ ‘ગરમ’ કરવા નીકળ્યા છીએ. પછી એના ગ્લેશિયર્સ વહેલાં તૂટે તેમાં નવાઈ નથી. આપણને એ કલ્પના જ નથી કે હિમાલય પીગળે તો આપણી શી દશા થાય? નેપાળનાં 700 મૃત્યુ જોઇને અરેરાટી થતી હોય તો લાખો મૃત્યુને જોવાની આંખ છે આપણી પાસે? આપણે કેવળ આજનો નફો જોઈએ છીએ, પણ કાલની ખોટ જોતાં નથી. કુદરત તો ચેતવે જ છે, પણ આપણે ચેતવા કરતા ‘ચેતવા’માં વધારે માનીએ છીએ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કુદરતે ઊભી કરી નથી. વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઓ અપાય છે, છતાં આપણે તે કાને ધરતાં નથી ને એનો કાયમી હલ ન શોધાય ત્યાં સુધી નેપાળ જેવી ઘટનાઓ રોકી શકાવાની નથી તે નક્કી છે …
હા, નેપાળની પાળ જ તૂટી ગઈ છે ને તે મહાવિનાશક પૂરમાં સપડાયું છે. બુધવારથી શરૂ થયેલી આપદામાં અત્યાર સુધીમાં 752 લોકોનાં મોત થયાં છે ને ૩,000 હજી સુધી ગુમ છે. 8,73૦ લોકોને બચાવી લેવાયાં છે. 15,000 સુરક્ષા દળો ને હેલિકોપ્ટરો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યાં છે. 320 ભારતીયોનો કોઈ પત્તો નથી, જેમાં ગુજરાતના પણ 25 લોકો ફસાયેલા છે. એમાં સુરતના પણ ત્રણ છે. એક ગ્લેશિયરનો 2,000 ફૂટ મોટો ટુકડો, 4,000 ફૂટ નીચે પડ્યો જેનાથી વિનાશક પૂર આવ્યું. તાજેતરમાં ભોટેકોશી અને લ્હેન્ડે નદીમાં હિમપ્રપાત, ભૂસ્ખલન અને કુદરતી બંધ તૂટવાને કારણે એટલું વિનાશક પૂર આવ્યું કે તેને કાબૂ કરવાનું બની શક્યું જ નહીં.
સાચું તો એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયનાં ગ્લેશિયર્સ (હિમશિલાઓ) ઝડપથી પીગળી રહ્યાં છે. સદીઓથી પહાડોને જકડી રાખતો બરફ ઢીલો પડવાથી પહાડો ખોખલા થઈ રહ્યા છે, પરિણામે મોટા પાયે હિમપ્રપાત અને ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. એ પણ છે કે તિબેટમાં આવેલી કુદરતી આફતને લીધે, નેપાળમાં થઈ તેથી વધુ ભયાનક સ્થિતિ ભારતની પણ થઈ શકે છે. ભારતની ત્રણ મોટી નદીઓ બ્રહ્મપુત્ર, સતલજ અને સિંધુ તિબેટમાંથી નીકળે છે. આમ તો હિમાલયથી નીકળતી કોઈ પણ નદીને લીધે મહાવિનાશક દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. નેપાળમાં બન્યું તે ઉત્તર ભારતમાં પણ શક્ય છે. ઉત્તરાખંડ જેવાં રાજ્યમાં તો આ જોખમ સૌથી વધુ છે. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં આવું પૂર આવે તો શું થઈ શકે તેની કલ્પના જ ધ્રુજાવી દે એમ છે. નેપાળ હોનારતની અસરો ભારતમાં પણ દેખાવા માંડી છે. ગંડક નદીમાં તણાઈ આવેલા સાત મૃતદેહો ઉત્તરપ્રદેશના કુશીનગર સુધી પહોંચ્યા છે.
2026માં નેપાળ-તિબેટ સરહદે થયેલી હોનારતમાં લાંગટાંગ લિરુંગ પર્વતમાળામાંથી એક વિશાળ ગ્લેશિયર અને પહાડનો ટુકડો તૂટી પડ્યો. આ કાટમાળે નદીનો પ્રવાહ રોક્યો. તેને લીધે બનેલો એક કામચલાઉ ડેમ ફાટતાં ત્રીસેક મિનિટમાં જ નદીનો સ્તર 30 ફૂટ વધી ગયો. બચવા માટે ત્રીસેક મિનિટ જ હતી, પણ લોકોને તેની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહીં ને જોખમ એકદમ જ વધી ગયું. 2 મિનિટમાં જ 600થી વધુ વ્યક્તિઓ તણાઈ ગઈ. લોકોને ખબર 7.30 વાગે પડી ને સરકારને જાગવાનું થયું 9.15 કલાકે. 6 લાખ લોકોને મેસેજ મળે એ પહલાં તો તબાહી મચી ગઈ હતી. અનેક રસ્તાઓ તૂટ્યા, નદીઓ ગાંડીતૂર થઈ. પુલો તૂટ્યા. તિબેટ બોર્ડર પાસે ખડકો અને ભારે કાટમાળ પડવાથી અનેક ગામો તણાઈ ગયાં. 50000ની વસ્તીવાળું ત્રિશૂલી આખેઆખું માટીમાં જ દફન થઈ ગયું. નેપાળમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ જણાતા નથી. તેમને 6 ઈંચનું કાણું પાડીને પાઈપથી હવા પહોંચાડાતી હોવા છતાં અત્યાર સુધીમાં 768 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે, 361 કર્મચારીઓને બચાવી લેવાયા છે તે પણ ખરું. એ પણ ખરું કે હિમાલય વિશ્વની સૌથી યુવા પર્વતમાળા છે, જે ભૂકંપ અને કુદરતી રીતે અત્યંત સંવેદનશીલ છે. ભારતમાં પણ કેદારનાથ ટ્રેજેડી થઈ ચૂકી છે અને હવે નેપાળ પર કુદરત રૂઠી છે. નીચાણવાળા જિલ્લાઓમાં ભારે તારાજી છે. હજારો લોકો બેઘર બન્યાં છે અને અબજોનું ઇન્ફ્રાસ્ટ્રકચર પરવારી ગયું છે. નેપાળમાં આવેલી આફતનું સૌથી મોટું કારણ તેની અણધારી ઝડપ હતી. ચીનની આગોતરી ચેતવણીના અભાવને કારણે લોકોને બચાવની કોઈ તક જ ન રહી. નેપાળનો વિનાશ ચીનની ગફલતનું જ પરિણામ છે, એને લીધે જ નેપાળમાં આખેઆખાં મકાનો, વાહનો, સ્કૂલો, પુલો વગેરે પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયાં છે. એ જ કારણે બચાવ કામગીરીમાં વિલંબ પણ થઈ રહ્યો છે.
રાહત કામગીરીમાં મદદ માટે ભારતે પણ હાથ લંબાવ્યો છે. 26 ઓગસ્ટે 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી ને 28મીએ રવાના થયેલ બીજી ફ્લાઈટમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં ટેન્ટ, ધાબળા, કિચન સેટ, પાણી બહાર કાઢવાના પંપ, જનરેટર સેટ, દવાઓ તથા ખાદ્ય સામગ્રીઓ મુખ્ય છે. આ ઉપરાંત મદદની ત્રીજી ખેપમાં 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવાની વાત પણ હતી.
કાલના સમાચાર એવા છે કે તિબેટમાં વધુ એક તળાવ ફાટ્યું છે ને બિહારમાં પૂરનું એલર્ટ અપાયું છે. નેપાળમાં પૂરની તારાજી તો ચાલુ જ છે, ત્યાં અતિભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. ચિંતા એ છે કે એથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ન વધે. અત્યારની સ્થિતિ એવી છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. આફત એકલી નથી આવતી, તે અનેક રૂપે એકસાથે આવે છે ને દોષિત, નિર્દોષનો ભેદ કર્યા વગર સૌ પર સમાન રીતે ત્રાટકે છે. એકતરફ એક દુર્ઘટનામાંથી ઉગરવાનું લંબાઈ રહ્યું છે, ત્યાં જળપ્રલયની વધુ એક ચેતવણી અપાતાં લોકોના જીવ પડીકે બંધાયાં છે.
પૂરમાં કાદવ કીચડમાં એક બાળકનો મૃતદેહ મળ્યો, તો પૂરમાં બે વર્ષનું બાળક જીવતું પણ બહાર આવ્યું. બીજા ઘણાંને લાચારીથી મોતને હવાલે થતાં જોઈ રહેવાનું પણ આવ્યું. આવી ઘટનાઓ સજીવ દેહને મૃતદેહમાં ફેરવી નાખતી હોય છે ને ત્યારે મનુષ્યની પામરતાનો જ અનુભવ થાય છે. આવામાં કરોડો રૂપિયા એક દેહને, મૃતદેહ બનતા રોકી શકતા નથી, એમાં જ ક્યારેક માનવતાનાં દર્શન પણ થાય છે. પૂરમાં તણાઈ આવેલાં ઘરેણાં ને અન્ય જ્વેલરી જેની હોય તેને લઈ જવા જાહેરાતો પણ થઈ છે, તો મૃતદેહ પરનું સોનું ચોરવાનું પણ ચુકાયું નથી. પૂરનાં પાણીમાં તણાઈ આવેલાં સિલિન્ડરોની લૂંટ પણ ચલાવાઈ. તણાઈ આવેલી તિજોરીમાંથી 92 લાખની રોકડ ચોરી જનારા લોકો પણ હતા. જો કે, પછી એ મામલે 29 જણાની ધરપકડ પણ કરવામાં આવી છે.
ક્યારેક ચમત્કારો પણ થતા હોય છે. જેમ કે, બસમાં સવાર કેટલાક ભારતીયો ચા પીવા રોકાયા ને સૌ બચી ગયા. ચારે બાજુ મોત ફેલાતું જતું હોય એવામાં એક માણસનું ધડ જમીનમાં હતું ને માથું બહાર હતું એવી વ્યક્તિ જીવી ગઈ. ટૂંકમાં, કુદરત રૂઠે છે તે પણ અનુભવાય છે, તો ક્યારેક એ જ કુદરત જીવ બચાવીને ન ધારેલો ચમત્કાર પણ સર્જે છે.
નેપાળની ઘટના પૂરેપૂરી માનવ સર્જિત નથી, પરંતુ તે કુદરતી પરિબળો અને માનવીય ભૂલોનું ઘાતક પરિણામ છે. એ ખરું કે આપત્તિની શરૂઆત ભલે કુદરતી હોય, તો પણ, ભયંકર વિનાશ પાછળ માનવસર્જિત પરિબળો જ જવાબદાર છે. પ્રદૂષણ, ઇંધણને લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. આર્થિક લાભને માટે નદી કિનારે આડેધડ થતાં બાંધકામો, હોટેલો, રસ્તાઓ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ … મોડુંવહેલું જાનમાલનું નુકસાન વધારે જ છે તે સમજી લેવાનું રહે. જંગલોનો નાશ અને આયોજન વગરનું શહેરીકરણ નદીઓના પ્રવાહને રોકે છે. આ બધી બાબતો ભેખડો ધસવાની પ્રક્રિયાને વધારે છે.
એટલું છે કે પર્વતો પરથી બરફનું તૂટવું કુદરતી પ્રક્રિયા છે, પણ માનવ સર્જિત પર્યાવરણીય નુકસાન મહાવિનાશને નોતરે છે. માણસ જાત પર આટલું વીતે છે, પણ કામચલાઉ રાહતો સિવાય કોઈ કાયમી ઉકેલ શોધાતો નથી. ઉદ્યોગો જરૂરી છે તેની ના જ નથી, પણ તે કુદરતને ભોગે થાય તો વિચારવું પડે. ઉદ્યોગો હિમાલય સુધી પહોંચે છે તો હિમાલય આપણે ઘર સુધી લાવવો છે? એક વસ્તુ સ્પષ્ટ છે કે કુદરત સાથેનાં ચેડાં કુદરત કદી માફ કરતી નથી. આટલી ઘટનાઓ પછી પણ આપણે નવી ઘટનાની રાહ જોઈએ છીએ ને વળી અસહ્ય યાતનાઓ વેઠવા તૈયાર રહીએ છીએ. આ બરાબર નથી. સાધારણ રીતે આપણે પોતાને છરી મારતાં નથી, પણ કુદરત સાથેની છેડછાડ આત્મહત્યાની જ ગરજ સારે છે. આપણે તો કારખાનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરો નાખીને હિમાલયને પણ ‘ગરમ’ કરવા નીકળ્યા છીએ. પછી એના ગ્લેશિયર્સ વહેલાં તૂટે તેમાં નવાઈ નથી. આપણને એ કલ્પના જ નથી કે હિમાલય પીગળે તો આપણી શી દશા થાય? નેપાળનાં 700 મૃત્યુ જોઇને અરેરાટી થતી હોય તો લાખો મૃત્યુને જોવાની આંખ છે આપણી પાસે? આપણે કેવળ આજનો નફો જોઈએ છીએ, પણ કાલની ખોટ જોતાં નથી. કુદરત તો ચેતવે જ છે, પણ આપણે ચેતવા કરતા ‘ચેતવા’માં વધારે માનીએ છીએ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કુદરતે ઊભી કરી નથી. વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઓ અપાય છે, છતાં આપણે તે કાને ધરતાં નથી ને એનો કાયમી હલ ન શોધાય ત્યાં સુધી નેપાળ જેવી ઘટનાઓ રોકી શકાવાની નથી તે નક્કી છે. …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑગસ્ટ 2026
![]()

તેમાં સવારે નવ વાગે, ’સુરતમહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ. ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ’ દ્વારા પ્રખર સમાજસુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિશ્રી નર્મદને સુતરાંજલિ સહ વંદના કરવામાં આવશે.’ એ સાથે છેલ્લે નગરજનોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ અપાયું છે. સાંસદો, અધિકારીઓ, ધારાસભ્યોને ગણી ગણીને આમંત્રણ અપાયું છે, પણ ભૂલમાં પણ એક સાહિત્યકાર કે કવિને આમંત્રણ અપાયું નથી. શહેરના સાહિત્યકારો કે કવિઓ એટલા નિર્માલ્ય છે કે એમને આવું અપમાન થાય તો પણ કંઇ ફરક નહીં પડે. સુરત મહાનગરપાલિકા એક પણ સાહિત્યકાર કે કવિને લેખામાં જ ન લે એ અસહ્ય છે. એને તો નર્મદ પણ રાજકારણી જ લાગ્યો હશે, પણ એ સાહિત્યકાર અને સુધારક હતો અને એણે સાહિત્યકારોનાં આવાં અપમાનનો જડબેસલાક જવાબ પણ આપ્યો હોત. સુરત મ.ન.પા.ના તમામ હોદ્દેદારોએ નર્મદને કવિ કે સુધારક તરીકે સમજીને જ 24 ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું હશે ને એમાં સુરતનો એક કવિ કે લેખક બોલાવવા જેવો ના લાગે એ અપમાનજનક અને શરમજનક છે. કોઈ એવું કહી શકે કે છેલ્લે નગરજનોને આમંત્રણ અપાયું જ છે. સાહિત્યકાર પણ નગરજન તો ખરો જ, પણ તે આવી સામાન્ય કેટેગરીનો માણસ નથી. એવું જ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો પણ નગરજનો તો ખરા જ ને! તો એમને કેટેગરીવાઈઝ ગોખી ગોખીને જુદું આમંત્રણ કેમ અપાયું? એ અપાયું તો સમ ખાવા પૂરતો એકાદ કવિ કે નાટ્યકાર યાદ ન આવ્યો? કે સાહિત્યની કશી સમજ જ બચી નથી? એ કેવળ દુ:ખદ છે કે રાજકારણીઓ ન હોય એવા તમામને બાજુ પર મૂકવામાં આવ્યા. આ ઠીક ન થયું. નર્મદના નામ પરથી નર્મદ સાહિત્ય સભા આ શહેરમાં છે કે નર્મદના નામ પરથી આ શહેરમાં યુનિવર્સિટી ચાલે છે, તો એમને આમંત્રણ આપી શકાયું હોત, આમાં એક પણ શિક્ષણ શાસ્ત્રી તો ઠીક, કુલપતિને પણ સ્થાન નથી. આ ઠીક છે? આ બધી રીતે અપમાનિત કરનારું છે.
નર્મદ જેવો સુધારક અને સર્જક આજ સુધી ગુજરાતમાં બીજો પાક્યો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું જ નહીં, પ્રવચનો ત્યારે પદ્યમાં થતાં. દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, ધર્મ, શબ્દકોશનો વિચાર પણ દુર્લભ હતો, એવા સમયમાં નર્મદે એ બધું ચરિતાર્થ કરી બતાવ્યું. નર્મદ ‘ધર્મવિચાર’ નામનું પુસ્તક કરે છે. પણ તે ઓળખાયો તો વિષયી ધર્મગુરુઓની સામે પડવાને લીધે. તેણે ‘યા હોમ કરીને’ ઝંપલાવ્યું છે ને યાહોમ કરનારો હોમ કરવા સુધી પણ પહોંચે છે. નર્મદે જે કર્યું તેનાથી વિરુદ્ધ પણ તે વર્ત્યો છે ને ત્યારે તે થૂંકેલું ચાટતો હોય એવું લાગે, પણ તેની વિશેષતા એ છે કે તેને જે લાગ્યું તે તેણે પૂરી ઈમાનદારીથી કર્યું છે. તે યાહોમ કરતો લાગે છે તો તે બાબત છુપાવતો નથી. એમ જ તે હોમ કરવા સુધી પહોંચે છે તો તે વાત પણ છુપાવતો નથી. તે સુધારાદિત્ય થઈને મેદાને પડે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે ને ફરી ધર્મ તરફ વળે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે. તે અજાણતા કે ઉતાવળે કંઇ કરતો નથી. ટૂંકમાં, તે માનતો નથી એવું કંઇ તે કરતો જ નથી. એક યુનિવર્સિટી ન કરે એટલું ગંજાવર કામ તેણે કર્યું છે. તેણે શબ્દકોશ એકલે હાથે કરવાનું સ્વીકાર્યું ને આ બધું જ તેણે 18થી લઈને 53 વર્ષની ટૂંકી જિંદગીમાં કર્યું છે. તેના કેટલા ય સુધારાઓ સામે પહાડ જેવડો વિરોધ હતો, પણ ‘ડગલું ભર્યું તે ના હટવું …’ કરીને તે આગળ વધે છે. વિધવા પુનર્લગ્નની પ્રતીતિ તે પોતે વિધવા જોડે લગ્ન કરીને કરાવે છે. તેનો જીવન મંત્ર એ જ તેનાં સમગ્ર સર્જનમાં ડોકાયા કરે છે.