કવિનું મૌન યોગેશ જોષી|Poetry|15 June 2021 ભારેલા અગ્નિ જેવું મૌન એ જ તો કવિની શક્તિ. હું ચૂપ છું, અત્યારે તો બોલી શકાતું નથી; પણ મારા – કવિના મૌનમાં – ધીમી ધીમે એકઠું થતું જાય છે – રૂપૅરી-ગ્રે યુરેનિયમ. સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 16
કોરોનામાં શ્રમિકો યોગેશ જોષી|Poetry|31 July 2020 ઘરમાં રહે તો ભૂખ મારે ને બહાર નીકળે તો કોરોના. વતન ભણી જવા હાઈ-વે પર ચાલવા લાગે તો પોલીસ મારે. છેવટે શ્રમિકો નીકળી પડ્યા રેલના પાટે પાટે … ક્યાં લઈ જશે રેલના આ પાટા ?! સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 04