મમતાથી એ પ્રેમાળતાનો હાથ ફેરવતી;
મા-હૃદયે વસીને હરપળે સાથ આપતી.
મૂંઝવતી વાતડીએ ઉકેલ ઝટઝટ શોધતી,
આંખે આંસુડાં ન ખેરવતાં, હિંમત બનતી;
મા-હૃદયે વસીને હરપળે સાથ આપતી.
મા-ને થકી વ્યક્તિત્વ એ ખીલી ઉઠતી,
હરપળે મા-ની સંગાથે રહેવા માંગતી;
મા-હૃદયે વસીને હરપળે સાથ આપતી.
સત્ય મારગ દેખી સંસ્કારનું સિંચન કરતી,
જ્ઞાન વિકાસને અંતે વ્યવહારું બનાવતી;
મા-હૃદયે વસીને હરપળે સાથ આપતી.
મમતાથી એ પ્રેમાળતાનો હાથ ફેરવતી;
મા-હૃદયે વસીને હરપળે સાથ આપતી.
ભુજ-કચ્છ
e.mail : julisolanki110@gmail.com