સળગાવી દો..
બધા બંધવા મજદૂરને …
એ પાછા નહીં ચૂકવી શકે તમારા પૈસા,
તમારાં રોજે રોજ વ્યાજ વધતાં પૈસા,
મફતમાં કામ કરાવ્યે રાખો,
ધમકાવો એ ગુલામને,એને પીટો,
એ ફાટી ગયો છે..(તમારા મતે)
૫૦૦૦ રૂપિયાની કિંમત શું?
એક જિંદગી શું જિંદગીભર તમારી ગુલામ?
કાયદાનો તમને ડર નથી,
ને અપરાધ તો જાણે રમત ..
ગરીબની જિંદગીનો રખેવાળ કોણ?
કમોતે, અત્યાચારી મોતે ગરીબ જ્યારે મરે,
એના ઘરે મોટાં મોટાં નેતાઓ આવે,
રાજકારણ ચલાવે,
સરકારી સહાય અપાવે,
ફોટા પડાવે, ટ્વીટ કરે ..
બસ …
ફટાકડા જેમ ફોડો જિંદગી મજૂરની,
એની વિધવા જીવતી મરશે,
જિંદગીભર તડપશે,
બાળકો માટે બધ્ધું જ કરશે
તમારાં બાપનું ક્યાં કૈં જશે ..
બસ ખાલી
૫૦૦૦ રૂપિયામાં.!!!
ધિક્કાર છે તમને …
તમારી આવનારી પેઢીઓને
આનું પરિણામ ભોગવવું જ પડશે …..
૯/૧૧/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com