Opinion Magazine
Number of visits: 10004828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2026

દેશના અજંપ યુવજનોની આર્ત અપીલ અને હાકેમોની દૃષ્ટિશૂન્યતા

વિશ્લેષણ

ગંગાશુદ્ધિ માટે અનશનના 112મા દિવસે જે રીતે વિશ્વખ્યાત તજ્જ્ઞ જી.ડી. અગરવાલને નીંભરપણે મરવા દેવાયા હતા, એના ખયાલે સચિંત અગ્રણીઓએ સોનમ વાંગચૂકને અનશન છોડવા સારુ આર્ત ભાવે અપીલ કરી છે : શાસનનાં બારે વરસે મોદી ભા.જ.પ. પરત્વે સ્વીકૃતિની કટોકટી ચંદાચોરીની સંગત સાથે સાફ દેખાય છે 

પ્રકાશ ન. શાહ

દેશના અજંપ યુવજન અને નિસબત ધરાવતા નાગરિક સૌના જીવ આજની ક્ષણે  જંતર મંતરના પડીકે બંધાયા છે. મળતાં મળે એવો લોકાયની અને વળી વિજ્ઞાની, પોતાની તરેહનો પ્રજાપરક પર્યાવરણી, નામે સોનમ વાંગચુક આમરણ અનશને છે. નગારે ઘાવ દીધો તો હતો દોમદોમ ડોલરજીવી રહી શકતા અભિજીત દીપકેએ, અને વતન આંગણે એને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો એમાં શતસહસ્ર અવાજોમાં જાનફેસાનીના તરાને ઝૂમતો એક સશક્ત એટલો જ સમર્પિત સ્વર સોનમ વાંગચૂકનો છે. પ્રતિકાર અને પરિવર્તનની પ્રજાકીય ચેતના આજે એમના તપ અને તિતિક્ષા વાટે પ્રગટ થવા કરે છે.

વાત નીંભર પરીક્ષાતંત્રની, દૃષ્ટિશૂન્ય પ્રશાસનની અને હૈયાફૂટા હાકેમોની છે. એમને સત્તારમત આડે કશું દેખાતું નથી, બાજી ગોઠવાઈ એટલે બાકીનું રામભરોસે. યુવા આંદોલને, આપણી ‘વંદા’ મંડળીએ સ્તો, જે ખતપત્ર યા ચાર્ટર આ દિવસોમાં રમતું મૂક્યું છે એમાં એ જ વાતો સામાન્યપણે છે જે હાલના સત્તાપક્ષે છેલ્લા દસકામાં વખતોવખત વિધિવત મૂકી છે. પણ વહેવારમાં તો અલ્લાયો જ અલ્લાયો છે. દીપકે અને સાથીઓ, સોનમ અને સૌ ટૂંકમાં પ્રથમ કદમ તરીકે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માંગે છે. લોકશાહી રાહે જવાબદેહીની રીતે એ સાદો હિસાબ છે.

કમનસીબે, દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું આ સાદું સત્ય નહિ સ્વીકારતા મંત્રીશ્રી અને એમના આકાઓને સ્વનામધન્ય ધોરણે પ્રધાનપદે ચીપકી રહેવામાં જ ધર્મ વરતાય  છે.

સોનમ વાંગચૂક અને જે બીજા યુવજનોએ અનશનનો રાહ લીધો છે એ ઉત્તરોત્તર કથળતા સ્વાસ્થ્યે મૃત્યુ લગોલગ જઇ રહ્યા હોય એમ બને. હુક્મરાનોને અને એમના સત્તા-સાગરીતોને જો નઘરોળ પરીક્ષાતંત્રે પ્રેરેલ આત્મહત્યાઓનો અહેસાસ ન હોય તો પછી જેઓ શાંતિમય પ્રતિકારની રીતે જરૂરી બની રહે છે. રાહે હોઈ શકે છે એમને સમજવાની રગ એમની કને હશે કે કેમ, એવી ફાળ ને ફિકર અલબત્ત અસ્થાને નથી.

આ સંજોગોમાં દેશના જાગ્રત ફિરકાઓમાંથી જે એક ચિંતિત એટલો જ સુચિંતિત સ્વરકૃપાથી ‘ઊઠી રહ્યો છે એની અહીં જરૂર નોંધ લેવી જોઈએ. થોડા વરસ પર હાઇડ્રોલિક વૉટર પ્રોજેકટો થકી ગંગાનું દોહન અને શોષણ જ નહીં પણ ઘોર પ્રદૂષણ સુધ્ધાં અટકાવવા સારુ વિશ્વખ્યાત વિજ્ઞાની જી. ડી. અગરવાલે આમરણ અનશનનો રાહ લીધો હતો અને ‘મા ગંગાના બુલાવે’ જેનું હલનચલન ,ચૂંટણીરમણ બધ્ધેબધ્ધું પરિચાલિત છે તે નેતૃત્વે સન્યસ્ત જીવન ગાળનાર આ પ્રતિભાને રોકવાપણું જોયું નહોતું. આ એક દૂઝતા જખમ શી સ્મૃતિ છે, એક છેડેથી વરવી તો બીજે છેડેથી ગરવી. સોનમ વાંગચૂક સરખી પ્રતિભાને સારુ પણ આવું જ કોઈ વિધિ નિર્માણ તો નથી ને એવી દિલી ધાસ્તીવશ લોકહૈયથી ઉઠેલી એક આર્ત અપીલ સોનમ મહાશય ઉપવાસ છોડે તેવી છે.

જેમ સત્તાધીશોની તેમ આપણી પણ તપાસ આવે વખતે અને ખરું જોતા હર ઘડીપળ જરૂરી બની રહે છે. સોનમ વાંગચૂકને આપણે પહેલપ્રથમ પિછાણ્યા તે આમીરખાન અને રાજકુમાર હિરાણીની “થ્રી ઈડિયટ્સ” થકી. ક્યાં છે એ સૌ, એકાદ અપવાદ બાદ કરતાં? શું સત્તાકારણ, શું સર્જનકારણ કે સિનેકારણ, ધંધો લટકા કરે ધંધા સામે … નરસિંહ મહેતા, સાંભળો છો કે? નવું પ્રભાતિયું લઈને આવો તો તમને ઈલમી બકું.

બુધવારે ઢળતી સાંજે આ લખી રહ્યો છું. કેવું રૂડું થાય, જો હું ભોંઠો પડું! પણ કમબખ્ત સત્તાનો ખેલ તે ખેલ અને નાગરિકને લમણે વકટલેંડ તે વકટલેંડ. નરસૈયો હળવા કરમનો, ને નાગરિક પણ.

On Wed, Jul 15, 2026 
prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 જુલાઈ 2026

Loading

16 July 2026 Vipool Kalyani
← ખાતરનો અસંતુલિત ઉપયોગ – ખાતર ઉપર દિવેલ સાબિત થશે.

Search by

Opinion

  • ખાતરનો અસંતુલિત ઉપયોગ – ખાતર ઉપર દિવેલ સાબિત થશે.
  • વસિયતનામું
  • ચંદબાબુ
  • સાધુતા
  • AI

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved