કોલાહલમાં ખૂંપી ગયેલો
એ માણસ ડરતો સન્નાટાથી,
પંખીનો જે કલરવ ભૂલ્યો
એ મુક્તિ ઝંખે સન્નાટાથી.
ઓછું ચાલી, ઝાઝું દોડ્યો
હતો હું હું કરતો જે માણસ,
ગણતરિયો થઈ સંબંધ જોડતો
એ માણસ ભાગે સન્નાટાથી.
છેહ દીધો, છોડી કુદરતને
ભેદ ઓઢીને ફરતો જે માણસ,
એ હાથ જોડી કરગરતો આજે
ને કહે બચાવો આ સન્નાટાથી !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020