તુર્કિયેના મહાન સૂફી કવિ રૂમીથી તો કોણ કાવ્યપ્રેમી અજાણ હોઈએ શકે? પણ આજે ત્યાંના જ એક અન્ય સૂફી કવિ યુનુસ એમરે (1238-1320)ના એક કાવ્યનો મારો અનુવાદ પ્રસ્તુત છે:
**
મૂંગાની વાતો બધિરને સાંભળવા દો
આત્માની જરૂર પડે છે એ વાતચીત સમજવા માટે.
વગર સાંભળ્યે સમજી ગયાં અમે,
વણસમજ્યે અમલ કર્યો.
અમારા રસ્તે ચાલતા ખોજીની
ખરી દોલત તો છે એની ગરીબી.
પ્રેમ કર્યો અમે, આશિક બની ગયા
અમે પ્રેમ પામ્યા, માશૂક બન્યા અમે.
પળે પળે જ્યાં બધું નષ્ટ થઈ રહ્યું છે
ત્યારે વળી કંટાળાની ફૂરસદ ક્યાંથી?
બોંતેર ભાષા આપી ભગવાને
પોતાના ઘડેલા લોકોને,
અને એમાં તો સરહદો બની ગઈ!
પણ ગરીબ યુનુસ તો
ફેલાઈ ગયો છે આખી ધરતી ને આકાશમાં.
અહીં તો દરેક પથ્થરની નીચે
મોઝિઝ છૂપાયેલા છે.
**
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર