સખત તાપમાં જિંદગી બાળી છે,
જિંદગીને આપી અમે હાથતાળી છે.
નથી જોયું કે જાણ્યું એવું કાંઈ નથી,
અમે ક્યાં કોઈની વાતને ટાળી છે.
વાતે વાતે રંગ બદલે તો શું થયું,
રાત તો અમાસ રહેવાની કાળી છે.
જિંદગી હાર જીતમાં વિતાવી બસ,
ક્યાં કોઈ ટેવને આજીવન પાળી છે.
ભમરા, ફૂલ, બાગનાં વખાણ સૌએ કર્યા,
ના પૂછ્યું કોઈએ નામ ઠામ એ માળી છે.
e.mail : ronakjoshi226@gmail.com