લખાણ પાકું કર્યા પછી રાત ગીરવે મુકવી પડી છે,
કરજ બધું ચૂકતે કરી જાત ઉકરડે ભુખવી પડી છે.
હું પ્રેમને ભીખવા અક્ષય પાત્ર લઈ જગતમાં ફરી વળ્યો છું,
પરાગ રસની રતાશ માટે વસંતને ભૂલવી પડી છે.
બનાવટી હાસ્ય જોઈને શોકમગ્ન મન આફરે ચડ્યું છે,
સમાજની રીત-ભાતને ટાળવા સફર લુણવી પડી છે.
નથી મળ્યો કોઈનો પ્રણય તો’ય દબદબો સાચવી રહ્યો છું,
કશા’જ અડબોથના ઉધારા કર્યા વગર ગુણવી પડી છે.
અહીં છણાવટ વિના બધી પોલને ઉધાડી કરી રહ્યો છું,
લક્ષ્યાંકને સિદ્ધ-હસ્ત કરવાં દમામથી ગૂંથવી પડી છે.
e.mail : addave68@gmail.com