Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8397354
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

પ્રકાશકીય

પંચમ શુક્લ મહામંત્રી ગુજરાતી સાહિત્ય અકાદમી (યુનાઇટેડ કિંગ્ડમ)|Diaspora - Literature|6 June 2022

સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી – પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી – યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્‌કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.”

આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો એક સંચય તૈયાર કરવો; આ કામનું સંપાદન અદમ ટંકારવી અને પંચમ શુક્લને સોંપવું; તેમ જ અકાદમીના ચાર-સાડા ચાર દાયકાના પડાવે આ સંચયને સાંપ્રત અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીના ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયાસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદર રૂપે પ્રગટ કરવો.

આ પુસ્તક માટે સંપાદકોએ સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસના વર્ષો(૧૯૯૧થી ર૦૧૬)ની પસંદગી કરી હતી. નૉબેલ પ્રવચનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ માટે યોગ્ય અનુવાદકોની પસંદગી અનૌપચારિક રીતે સંપાદકો અને અકાદમીના સંપર્કો દ્વારા સર્વસમાવેશક અભિગમને અનુસરીને કરવામાં આવી હતી. અલબત્ત, વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; સંપાદકો અને અકાદમી સાથે નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે એવી દેશ-પરદેશની (બ્રિટન, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત) વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા હતા. મોટાભાગના સ્વીકૃત નિમંત્રણો સમયાંતરે અનુવાદ મેળવવામાં સફળ થયાં હતાં. સાથોસાથ કેટલાક અનુવાદક મિત્રોએ એકથી વધુ અનુવાદો કરી આપી, ન મેળવી શકાયેલા અનુવાદોની ખોટ પડવા દીધી ન હતી. ર૧ અનુવાદકો પાસેથી મળેલા ર૬ અનુવાદોમાં ભાષાની વિવિધ લઢણો, વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરિવેશ અને ડાયાસ્પોરિક અનુભવોની ઝાંય ઝીલતું આ પુસ્તક એટલે અમારી આ દરિયાપારની ગુજરાતી સંસ્થાની આગવી મથામણનો એક અનોખો પ્રયત્ન.

આ બધા અનુવાદો The Nobel Prizeની સત્તાવાર વેબસાઈટ nobelprize.org પરથી વક્તવ્યો ઉતારીને કરવામાં આવ્યા છે. જ્યાં ખપ પડ્યો ત્યાં છબીઓ પણ મોટે ભાગે એમાંથી જ વાપરવામાં આવી છે. એ રીતે વર્તમાન અને આવનારી પેઢી માટે આ ઉજ્જવળ અને ઉમદા ખજાનો ખુલ્લો મૂકનાર નૉબેલ ફાઉન્ડેશન માટે સાભાર સૌજન્યની લાગણી અને ફરજ બની રહે છે.

આ પુસ્તકના પ્રકાશનની યોજનાને, આરંભથી અંત સુધી નાણાકીય અને આયોજનની તમામ ગતિવિધિઓમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધિકારીગણ અને કાર્યવાહી સમિતિ દ્વારા સાંપડેલા સંપૂર્ણ પીઠબળને સહર્ષ વધાવું છું. અક્ષરે અક્ષરે પાનાંઓ પ્રગટાવી, પ્રકાશન પ્રકલ્પને સાકાર કરી આપવા માટે તમામે તમામ અનુવાદકોનો અંતરમનથી આભાર માનું છું. અકાદમી વતી સંપાદકોના સમય, શક્તિ, ધીરજ અને અનુવાદકો સાથેના સુચારુ પત્રવ્યવહારની કદર કરું છું. ‘Enhancer Only’ના અધિપતિ કેતન રુપેરાએ સાબરમતીના તીરેથી આ પુસ્તકને આખરી ઓપ આપ્યો છે. ઉપરાંત, સજાવટ, મુદ્રણ અને વિતરણ સહિતની તમામ જવાબદારી સંભાળી સંસ્થા અને સંપાદકોને જે ગોવર્ધન-ટેકો કરી આપ્યો છે તેની ઓશિંગણ ભાવે નોંધ લઉં છું. આખરે, આ પ્રકલ્પના દરેક ચરણે જેમણે સતત માર્ગદર્શન અને હૂંફ આપી છે એ અકાદમીના પ્રમુખ અને ગુજરાતી ડાયાસ્પોરાની દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણીને સ્નેહવંદન કરી આ પુસ્તક સંપાદકો અને સંસ્થા વતી એમને અર્પણ કરતાં ગૌરવ અનુભવું છું.

— પંચમ શુક્લ

મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી (યુનાઇટેડ કિંગ્ડમ)

હેરો, ર૮ ડિસેમ્બર, ર૦ર૧

6 June 2022 પંચમ શુક્લ મહામંત્રી ગુજરાતી સાહિત્ય અકાદમી (યુનાઇટેડ કિંગ્ડમ)
← હવે ડો. આંબેડકરનું અપહરણ થઈ ગયું છે !
नहीं मदनी साहब, नहीं ! →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved