લીલોતરી લાલ લાલ થઇ ગઇ.
ભૂમિ ક્ષતવિક્ષત ખાલ ખાલ થઇ ગઇ.
બંદૂક ચાલી સવાલ થઇ ગઇ.
મોહક ધરા પર બબાલ થઇ ગઇ.
ઘોડા ઉપર થ્યા સવાર જ્યાં ત્યાં,
દુર્ગમ ચલત ગતિ મવાલ થઇ ગઇ.
ગોળી છૂટી ધાંય ધાંય જ્યારે,
મેદાનમાં ચાલ ચાલ થઇ ગઇ.
કોને ખબર આતંકી હશે ત્યાં,
કૈં જિન્દગી પાયમાલ થઇ ગઇ.
કાશ્મીરના લોક હોય નમણાં,
ભ્રમણા બધી બાલ બાલ થઇ ગઇ.
જ્યાં બાયલા કાફરો છુપાયા,
ધરતી સ્મશાને જમાલ થઇ ગઇ.
નિર્દોષ સૌ જન મજૂર ત્યાં ના,
રોજી નથીની ધમાલ થઇ ગઇ.
સ્ત્રી, બાળ માફી કરી જ શાને?
પતિ ને પિતા એક ખ્યાલ થઇ ગઇ.
કોની હતી ભૂલ, વાંક કોનો?
જીવન હતું આજ, કાલ થઇ ગઇ.
લાશો ઉપર રાજનીતિ કરશો!
નેતા, ફકીરી હલાલ થઇ ગઇ.
૨૬/૦૪/૨૦૨૫