લાગણી વગરનો માણસ નકામો.
તાવણી વગરનો માસ્તર નકામો.
ગમે તેટલાં વસાણા ઉમેર્યાં હોય,
તાંસળી વગરનો દૂધપાક નકામો.
ભલેને અદ્યતન પદ્ધતિ જાણતો,
વાવણી વગરનો કૃષિકાર નકામો.
હોય છોને મોંઘોને રત્નજડિત એ,
માપણી વગરનો પહેરવેશ નકામો.
છોને સંમુખ ” માગ માગ ” કહેતો એ,
માગણી વગરનો દાતાર નકામો.
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com