હીટરનું
ટ્વીટર
દેશના
વડાજીનો
વાડો
શોધે છે.
કંઈ
કંઈ
કરતા
કાતિલ
ટાઢને
પરસેવો
વળે છે,
પણ
અહીં તો
કોઈ
જાગતું
નથી.
કૅરમબોર્ડ
પર
સ્ટ્રાઇકર
સ્ટ્રાઇકર પર
ઊતરી
ધરણાંના,
મૃગજળ
પાછળ
હૂંફ
લેવા
દોડે છે
ઘાંઘો
થઈ…
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 16