તું જ તારી જાતે પ્રગટ થઈ ગયો છું,
તું જ ચમચાગીરી કરી થઈ ગયો છું.
ડામચિયે દીવો કરી નાખ, ચમચા,
વાલિયા છળનાથી ભગત થઈ ગયો છું.
એકલો તું તારા વખાણો કર્યા કર,
ભૈ’ પ્રસિદ્ધિ માટે કણક થઈ ગયો છું.
રૂપિયા દે વિવેચના સૌ લખે છે,
લાગવગની ભંગુરતા થઈ ગયો છું.
ભ્રષ્ટતાની ભરમાર સાહિત્યકારો,
દેશનો વતની લાંચિયો થઈ ગયો છે.
e.mail : addave68@gmail.com