વરસના વચલા દાડે તું મંદિરે જઉં
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
મારા ભક્તોને છોડી હું કેમનો રહું? ’
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
આરતીમાં ડોલર મૂકી તું વિચારી લઉં!
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
લાઈન તોડી તું સૌની આગળ જઉં!
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
જમતાં વિચારે ઘરે લઈ જઈને ખઉં?
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
પંચાત પારકાની કરવા તું પાછળ રહું!
બોલ તારી પર કેમનો પ્રસન્ન થઉં?
વીકએન્ડમાં વળી તું નોન-વેજ ખઉં
બોલ, તારી પર કેમનો પ્રસન્ન થઉં?
મુખમાં રામ ને ખિસ્સામાં છરી લઉં!
બોલ તારી પર કેમનો પ્રસન્ન થઉં?
e.mail : chiman_patel@hotmail.com