મારું વર્ષોથી નિરીક્ષણ છે કે RSS પરિવારના ચોથા વર્ગના કાર્યકરોથી લઈને સર્વોચ્ચ પદના નેતાઓમાં બે પ્રકારની માનસિક બીમારી જન્મજાત જોવા મળે છે :
[1] મહિલાઓ તરફ જોવાની અને વર્તવાની સેક્સ એડિક્ટ માનસિકતા.
[2] ઇસ્લામિક ફોબિયા પેદા કરીને હિન્દુ યુવાનોને કોમવાદના અગ્નિકુંડમાં હોમી દેવાની હિંસક માનસિકતા.
સંઘ પરિવારના મહાકાયર સાવરકરે તો યુદ્ધમાં પરાજિત વિઘર્મી સ્ત્રીઓ પર બળાત્કાર કરવો જોઈએ એવો ઉપદેશ આપેલ !
આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે ગોડસેવાદીઓ, પોતાના વિરોધી વિચારધારાના લોકો પર સેક્સ એડિક્ટ માનસિકતા સાથે કપોળ કલ્પિત ચરિત્ર હનનના આક્ષેપો કરતા આવ્યા છે. હવે તેઓ IT Cell દ્વારા સેક્સ એડિક્ટ માનસિકતા સાથેની કાલ્પનિક અને જૂઠી પોસ્ટ રોકેટ ગતિએ પહોંચાડી સમાજમાં માનસિક પ્રદૂષણ ફેલાવે છે. જૂઠી / ચરિત્રહનન કરતી પોસ્ટ બાબતે સંધ પરિવારના નેતાઓને શરમ નથી, કેમ કે તેઓ માને છે કે “એક વખત પ્રતિપક્ષી નેતા વિશેની ખોટી પોસ્ટ સમાજમાં / દેશમાં વહેતી થઈ જાય એટલું પૂરતું છે. પછી એના પર ગમે તેટલા ખુલાસા થાય તેનાથી ગભરાવાની જરૂર નથી. આપણું કામ તો અસત્યનો અને ચરિત્ર હનનનો પ્રચાર પરિણામની અપેક્ષા વગર કરતા રહેવાનો છે.”
અહીં રજૂ થયેલા ફોટોગ્રાફ્સમાં રાહુલ ગાંધી પોતાની ભાણી મિરાયા એટલે કે પ્રિયંકા ગાંધીની દીકરી સાથે વાતચીત કરી રહ્યા છે. આ તસ્વીર, 21 ઓગસ્ટ 2015ના રોજ, વીરભૂમિમાં રાજીવ ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ પછી લેવાયેલી હતી. મામા ભાણીની આ પ્રેમમય તન્મયતાને તામિલનાડુ BJP IT Cell ચીફ CTR નિર્મલ કુમાર, સ્વસ્થ અને પવિત્ર નજરે જોઈ શકતો નથી પરંતુ પોતાની સેકfસ એડિક્ટ રોગીષ્ટ માનસિકતા સાથે કહે છે કે ‘રાહુલ ગાંધી એક યુવતી સાથે ફ્લર્ટ કરી રહ્યા છે.’
આવા નિર્મલ કુમારોથી સંધ પરિવાર ભરેલો છે. સંઘ પરિવારની સેક્સ એડિક્ટ માનસિકતા તથા ચારિત્ર હનનનો ભોગ રાહુલ ગાંધી પહેલીવાર બન્યા નથી, પરંતુ અનેકવાર તેમના પર આવા હુમલા થયા છે. મોતીલાલ નહેરુથી લઈને રાહુલ ગાંધી સુધીના બધા જ નેહરુ-ગાંધી પરિવારના સભ્યો પર સંઘ પરિવારે આવા નિષ્ફળ હુમલા કર્યા છે.
સેક્સ એડિક્ટ માનસિકતા, હોમો સેક્સ્યુઆલિટી, વ્યભિચારી વૃત્તિ, બળાત્કારી માનસિકતા સંઘ પરિવારના લોકોમાં ઊંડે સુધી ઉતરી ગયેલી છે અને તેનો ભોગ સંઘ પરિવારના ગૃહસ્થ પરિવારની મહિલાઓ પણ બની છે.
સેક્સ એડિક્ટ માનસિકતાના ભોગ બનવામાંથી બચવું હોય તો દરેક સંસ્કારી હિન્દુ પરિવારે પોતાના દીકરા દીકરીઓને સંઘ પરિવારના સંગઠન, તેના કાર્યકરો, તેના નેતાઓથી સલામત અંતરે દૂર રાખવા જોઈએ. જો આપણે સંસ્કારી હિન્દુ હોઈએ તો સંઘ પરિવારના કાર્યકરો અને સંઘ પરિવારના નેતાઓના પડછાયાથી દૂર રહીને, તેમની આ સેક્સ એડિક્ટ માનસિક બીમારીને પડકારવાની જરૂર છે.
[સૌજન્ય : ઉત્તમ પરમાર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર