પ્રાંત પ્રમાણે બદલાતી,
ગરવી ભાષા ગુજરાતી,
જગતમાં ગર્વથી ફેલાતી
ગરવી ભાષા ગુજરાતી,
સ્વાદ દાદમાં વખણાતી,
ગરવી ભાષા ગુજરાતી,
મા મુખે મીઠાશ લાવતી
ગરવી ભાષા ગુજરાતી,
સંગીતમાં શિરમોર થાતી
ગરવી ભાષા ગુજરાતી,
સામી છાતીએ ટકરાતી
ગરવી ભાષા ગુજરાતી,
ધર્મની ધજા લહેરાવતી
ગરવી ભાષા ગુજરાતી,
‘ભાવુક’ ભાવ દર્શાવતી
ગરવી ભાષા ગુજરાતી.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com