આજે Vinod Vithall ના એક કાવ્યનો ભાવાનુવાદ.
**
દુ:ખ એક એવી ટ્રેઈન
જે મોડી પડે ખરી, પણ રદ ન થાય.
કોઈ પણ મોસમ હોય પ્રાર્થનાની, તોય
એનું આવવાનું તો નક્કી જ હોય.
દુઃખ એટલે એક ઘડિયાળ
નાના કાંટાની જેમ ધીમે ધીમે ચાલે
ઘણી વાર ‘સેલ’ ખૂટી જાય આ ઘડિયાળમાં
ને એ લાંબા સમય માટે રોકાઈ જાય.
દુઃખ એક પરેશાન કરતી, ભારેખમ વાર્તા
વાર્તા પૂરી થાય એ પહેલાં કેટલીય વખત
અમે સૂઈ જતાં
ને જાગીને જોઈએ તો
વાર્તા હજી ચાલુ જ હોય.
સુખ હતું વાર્તા કહેનાર
એના કાંડે ઘડિયાળ બાંધેલી હોય
દુઃખની ટ્રેનમાં એ વાર્તા કહેવા આવતું
અને કોઈ નાનકડા સ્ટેશન પર
અચાનક એનું ઊતરી જવું
અમે ભાગ્યે જ જોઈ શકતાં
મોટે ભાગે તો એ ન જ દેખાતું.
**
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર