ગઝલ

ધ્રુવિન 'आદત'
17-10-2020

 

હવાને પણ એટલી ખબર હોય છે,
સુગંધને પણ લાગણીનું ઘર હોય છે.

તને મારામાં જ રોજ ઘૂંટયા કરું,
મને પણ ભૂલી જવાનો ડર હોય છે.

રહું ના હું એકલો જગતમાં કદી,
મને દાટો જ્યાં ઘણી કબર હોય છે.

મને તું એકાંતમાં મળી ના શકે,
ઘણાં લોકોની અહીં નજર હોય છે.

કલેજું તું ઝાડ પર મૂકી આવજે;
નદીમાં 'આદત' ઘણાં મગર હોય છે.

2035, Yogeshwar Nagar Sci. GHB Kanakpur-Kansad Sachin [Surat] Pin N- 394 230

Category :- Poetry