Opinion Magazine
Number of visits: 9863357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’થી ઉફરાટે  કેરલમાં સતીશન મુખ્યમંત્રીપદે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 May 2026

ચિંતા ન.મો. અગર રાહુલ પરિબળ બાબતે વૈયક્તિક કે પક્ષીય નથી 

ભા.જ.પે. આસામ ફેરહાંસલ કર્યું છે અને  પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની એકચક્રી  આણનાં પંદર વરસ પછી પોતાનો  વિજયવાવટો લહેરાવ્યો છે. વિપક્ષ માટે આ  દેખીતા સારા સમાચાર મુદ્દલ નથી. 

પ્રકાશ ન. શાહ

નવી દિલ્હીના નમો શાસનના ખાસા એક દાયકે નેતા પ્રતિપક્ષ તરીકે રાહુલ ગાંધીની રાજકીય પ્રતિષ્ઠા સાથે જાગેલ નવી આશા અપેક્ષાને હરિયાણા, મહારાષ્ટ્ર આદિ રાજ્ય વિધાનસભાનાં પરિણામો સાથે લાગેલ આંચકા સામે, હમણે હમણે કદાચ એ દોર કેમ જાણે ફેરસંધાવા કરે છે. 

તામિલનાડુમાં મિશ્ર સરકારમાં મહત્ત્વનાં ઘટક તરીકે કાઁગ્રેસનો પ્રવેશ અલબત્ત એક નોંધપાત્ર ઘટના હતી જ. પણ કેરલમાં નવી સરકારમાં મુખ્ય બળ તરીકે કાઁગ્રેસનો પ્રવેશ ને પ્રતિષ્ઠા એથીયે આગળ જતી ઘટના છે. કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ, કેરલ એમ દક્ષિણ ભારતમાં એક પછી એક રાજ્યમાં કાઁગ્રેસની વગદાર હાજરી જરા જુદી રીતે 1977ના લોકસભા પરિણામોની યાદ તાજી કરે છે. કટોકટીરાજ સામેનો લોકચુકાદો સમગ્ર ઉત્તર ભારતમાં કાઁગ્રેસને માટે સૂપડાંસાફ અનુભવ બની રહ્યો હતો પણ ત્યારે દક્ષિણનાં રાજ્યોએ આ પક્ષને નવજીવનની આશા સંપડાવી હતી. 2024માં આ પક્ષને નવજીવનની જે આશા જગવી હતી તે વચલાં બે વરસના વિપરીત અનુભવ પછી પાછી જાગી રહી છે. 

અલબત્ત, ભા.જ.પે. આસામ ફેરહાંસલ કર્યું છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની એકચક્રી આણનાં પંદર વરસ પછી પોતાનો વિજયવાવટો લહેરાવ્યો છે. વિપક્ષ માટે આ દેખીતા સારા સમાચાર મુદ્દલ નથી. પણ તામિલનાડુમાં અ.દ્ર.મુ.ક.-ભા.જ.પ. જોડાણનું પાછા પડવું, આ પક્ષની અશ્વમેધા મહત્ત્વાકાંક્ષા સામે જરૂર અલ્પ પણ ‘રુક જાવ’ છે એ નક્કી. 

અહીં આખી ચર્ચામાં સામાન્યપણે ભા.જ.પ. અને કાઁગ્રેસ એ બે મુખ્ય પક્ષનામો લેવાતાં રહ્યાં છે. પણ એ બે પક્ષવિશેષ, આપણી સમગ્ર ચર્ચાની રીતે, સત્તા-પ્રતિષ્ઠાનની સામેની વૈકલ્પિક શક્યતાના દાખલારૂપે લઈએ તો સમજાશે કે આપણી ચિંતા ન.મો. અગર રાહુલ પરિબળ બાબતે વૈયક્તિક કે પક્ષીય નહીં એટલી લોકશાહી દૃષ્ટિએ છે. 

મુખડો જરી લંબાઈ ગયો, પણ આ ક્ષણે સવિશેષ ચર્ચા કેરળની અભિપ્રેત છે. વિજયનના નેતૃત્વ હેઠળ એલ.ડી.એફ. લાગટ બે મુદ્દતથી સત્તામાં હતો. કેરલમાં સામાન્યપણે એલ.ડી.એફ. અને યુ.ડી.એફ. વારાફરતી સત્તા પર આવતા હોય છે. પણ વિજયનને બે મુદ્દત મળી અને છેવટે ત્રીજી મુદ્દતની આશા ભોંઠી પડી તે કાઁગ્રેસના નેતૃત્વ હેઠળના યુ.ડી.એફ. માટે સારા સમાચાર છે – અને એકંદર વિપક્ષની દૃષ્ટિએ પણ, કેમ કે અહીં સત્તાપક્ષ-વિપક્ષ એકે ભૂમિકામાં ભા.જ.પ.નો પ્રવેશ નથી. 

પશ્ચિમ બગાળનાં પરાજય પછી મમતા બેનરજીએ પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાને મ્યાન રાખી ફરી ‘ઇન્ડિયા’ ગઠબંધનની વાત આગળ કરી છે. જૂન 2024 સામે મે 2026 એ રીતે નોંધપાત્ર બની રહે છે. 

ગમે તેમ પણ, કેરળનાં સંદર્ભમાં બે મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે. વિજયનના વહીવટમાં મુખ્ય મર્યાદા સત્તાના કેન્દ્રીકરણની હતી. હવે તો સ્મૃતિશેષ, પણ ત્યારે નેવું નાબાદ સર્જક વાસુદેવન નાયરે 2024ના કેરલ લિટફેસ્ટના મંગલ પ્રવચનમાં (મુખ્યમંત્રી વિજયનની હાજરીમાં) ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમના રૂપાળા ઝભલા તળે ધરાર સરમુખત્યારી બાબતે સખત નાપસંદગી દર્શાવી હતી. એમણે કેરલના સામ્યવાદી મુખ્ય મંત્રી ઇ.એમ.એસ. નાંબુદ્રીપાદને સરસ સંભાર્યા હતા. એમણે કહ્યું કે નાંબુદ્રીપાદ સત્તાને સમાજપરિવર્તનના સાધન તરીકે જોતા હતા. મતદારોની વિશાળ બહુમતી તો આપણી સાથે આવી, પણ જનવિરાટને એક જવાબદાર સમાજમાં આપણે તબદીલ કરી શકીએ તે ખરો પડકાર છે એમ ઇ.એમ.એસ.નું કહેવું હતું. નહીં તો, વાસુદેવન નાયરે કહ્યું, આપણે ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ માટે તૈયાર રહેવાનું છે. 

નવી દિલ્હીનો આજનો અનુભવ ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમનો છે, જેવો નવનિર્માણ કાળે ઇદિંરા ગાધીના શાસન અંગે હતો. રાષ્ટ્રીય ને પ્રાદેશિક બેઉ સ્તરે સત્તાના કેન્દ્રીયકરણની રાજનીતિ સામે કેરલના કાઁગ્રેસ નીત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે એક જુદો લોકશાહી હિસાબ આપવો રહેશે. કાઁગ્રેસે નેતૃત્વ માટે હાઇકમાન્ડની રાહે વેણુગોપાલ પર પસંદગી ન ઊતારતાં છેલ્લાં પાંચ વરસથી ગૃહમાં નેતા પ્રતિપક્ષ તરીકે પડ ગાજતું રાખનાર સતીશન પર આખરી મહોર મારી  તે સ્વાગતાર્હ છે.

ગુરુવાર, 20 મે 2026
Editor: nireekshak@gmail.com

Loading

21 May 2026 Vipool Kalyani
← વીરાંગના વિનેશ ફોગટ : મલ્લ અને માતાએ છેડ્યો નવો જંગ
ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે. →

Search by

Opinion

  • ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે.
  • વીરાંગના વિનેશ ફોગટ : મલ્લ અને માતાએ છેડ્યો નવો જંગ
  • અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધે લોકો માટે ભલે આફત નોતરી હોય પણ સરકાર માટે તો આ ચીજવસ્તુઓના ભાવ વધારવાનો સોનેરી અવસર છે! 
  • માણસ સિવાય બધું મોંઘું થઈ રહ્યું છે …
  • ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved