તાજનો સાક્ષી બનાવ્યો દરિયે મને
મામલો જાણી નકાર્યો દરિયે મને.
આપણે ધીરજ ધરીને બેઠાં રહ્યા,
ધૈર્યને જોખી ફગાવ્યો દરિયે મને.
જણ ધરા ખોદી ભલે સોનું શોધતો,
ખુદ લોભાતા છડાવ્યો દરિયે મને.
સૌમ્યતાના ભાવથી વિનમ્ર થાય છે,
ત્રાજવે તોલી તરાસ્યો દરિયે મને.
સૃષ્ટિના વિનાશ પણ ધરતીકંપ છે,
વિષથી ઘૂંટી ખંડાવ્યો દરિયે મને.
અમદાવાદ
e.mail : addave68@gmail.com