*અસર છું.*
શ્વાસોની ચાલમાં માફકસર છું.
હૈયાની ધબકતી નવી અસર છું.
મળ્યું છે મને 1BHK વાળું શહેર
લાગણીમાં વધઘટની કરકસર છું.
રાત દિ’ સમય સાથે છે દોડ મારી
બની શહેરની સડકો સમયસર છું.
રહું છું કાયમ ઘટનાની ચોપાસમાં
વેદનાની યાદીઓમાં અગ્રેસર છું.
સરખી થઈ છે શબ્દોની વહેંચણી
‘ભાવુક’ના ભાગમાં હું માપસર છું.
•••
*છું.*
તરસ બુઝાવા રણ પાસે છું.
આંસુઓ ઢાંકવા દિલાસે છું.
ઊંચો પર્વત ને કાંટાળી વાટ
પગમાં છે બેડી ને પ્રવાસે છું.
છેલ્લી તક મળી ભાગ્યની
ગરીબીના નવા નિવાસે છું.
કેમ રોકશો મારી ખુશીઓ
નાના બાળના ઉલ્લાસે છું.
મોત પણ જોવા ઊભી છે
‘ભાવુક’ જીવના તમાસે છું.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com
![]()


ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એવી વાત પણ છે, પણ તે હિંદુ કે હિન્દુ ધર્મના વિરોધી હતા એવું નથી. હિન્દુ ધર્મની મર્યાદાઓ એમણે ચીંધી છે, પણ હિન્દુ ધર્મમાંની એમની આસ્થા આવી છે, ’દુનિયાના મહાન ધર્મોના ચાળીસથી વધુ વર્ષના અભ્યાસ પછી મને હિન્દુ ધર્મ નામે ઓળખાતા મહાન ધર્મના જેટલો સંપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક કોઈ ધર્મ મળ્યો નથી … મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અને તેથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિન્દુ ધર્મમાં છે જ નહિ.’ આજની પેઢી ગાંધી વિષે ન જાણે એની કોશિશો ચાલે છે, પણ સત્યની જેને ગરજ હશે, તેમણે ગાંધીજી પાસે જવું પડશે એ નિર્વિવાદ છે. આમ તો ગાંધી ઘણાંને ખપતા નથી, પણ ગાંધીજીની ચલણી નોટો બધાંને ખપે છે.
એનું આશ્ચર્ય જ છે કે સ્ત્રીને કાગળ માનનાર ગાંધીજી સાથે આઠેક સ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે. તેમાં મોખરે સરલાદેવી છે. સરલાદેવી ટાગોરનાં ભાણેજ હતાં ને કુશળ વક્તા હતા. તેમના પતિ રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળ નિમિત્તે જેલવાસ ભોગવતા હતા, ત્યારે 57ના ગાંધી 47નાં સરલાદેવીને મળે છે ને તેમની બૌદ્ધિકતાથી એવા અંજાય છે કે સરલાદેવીને ‘બૌદ્ધિક પત્ની’ ગણવા લાગે છે. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક … એવી પણ હોય? 1920માં તેમણે કબૂલ્યું છે કે તેઓ સરલાદેવી સાથે સંબંધ વિકસે એવું ઇચ્છતા હતા. પછી તો પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાશે એવું લાગતા તેમણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું.