Opinion Magazine
Number of visits: 9457084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ …. તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જે.પી.વાળા … ઉલ્લંઘનવાળા!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 June 2024

પ્રકાશ ન. શાહ

તાજેતરનાં ચૂંટણી પરિણામોને પડછે તવારીખની તેજછાયામાં રમતું ચિત્ત આજથી એટલે કે 12મી જૂન, 2024થી લગભગ પાંચ દાયકા પાછળ 12મી જૂન, 1975ના દિવસે ગાંધીનગરમાં ઠરવા કરે છે.

એ દિવસે બે ઐતિહાસિક ચુકાદા એકસાથે આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યાં હતાં. જે.પી. આંદોલને આણેલ જાગૃતિના માહોલમાં ચોક્કસ જ ઇન્દિરાઈ એકાધિકાર પર આ એક ફટકો હતો. બીજો ફટકો ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સાથે પડ્યો : ભલે સીમિત પણ જનતા મોરચો ગજું કરી ગયો હતો.

નવનિર્માણના દિવસોમાં જયપ્રકાશ ગુજરાત આવ્યા ત્યારે યોજાયેલ લોકસ્વરાજ સંમેલનનો તાંતણો પછી આગળ ચાલ્યો એમાં બિહાર આંદોલનથી બની રહેલ રાષ્ટ્રીય માહોલનો ખાસો હિસ્સો હતો. અમદાવાદનું ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર આ સંદર્ભમાં એક સંપર્કસૂત્ર જ નહીં રીતસર નર્વ સેન્ટર બની રહ્યું હતું. બેંતાલીસ બિરાદરી, સર્વોદય મંડળ, તરુણ વિદ્યાર્થીઓ, નિસબત ધરાવતા નાગરિકો, સૌનું એ મિલન ઠેકાણું બલકે થાણું હતું. સૌના ધરીપુરુષ ભોગીભાઈ – ભોગીલાલ ગાંધી.

1974ના ફેબ્રુઆરીમાં જે.પી.ની મુલાકાત સાથે જે દોર આગળ ચાલ્યો એણે છોડાવવાનું એક મોટું ઉખાણું એ હતું કે 15મી માર્ચે વિધાનસભાનું વિસર્જન તો થયું પણ નવી ચૂંટણીમાં સતત સળંગ મુદ્દત પડતી ગઈ.

વિસર્જનને ખાસું એક વરસ વીતી ગયું ને કેન્દ્ર સરકારે ચૂંટણી યોજવાનું નામ ન લીધું ત્યારે અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન(નવી દિલ્હી)ના મંત્રી અને જે.પી. આંદોલનના સંયોજકવત્ રાધાક્રિષ્ણની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પક્ષ-અપક્ષ અગ્રણીઓનું સંમેલન યોજી ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. તે પછી તરતના અઠવાડિયામાં એપ્રિલ 1975માં મોરારજી દેસાઈએ ચૂંટણી યોજવા માટે અનશન કર્યા અને ઇન્દિરાજીના મોકલ્યા ગૃહ પ્રધાન દીક્ષિતે મોરારજીભાઈની માગણી સ્વીકારી. તે સાથે બાંહેધરી પણ આપી કે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરીએ.

લોકસ્વરાજ આંદોલન-લોકસંઘર્ષ સમિતિ-જનતા મોરચો એ પ્રક્રિયા આગળ ચાલી. વાતની શરૂઆત પરિણામના દિવસથી કરી હતી, પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં ઝડપથી બે-ત્રણ મુદ્દા કરી લેવા જોઈએ.

વ્યક્તિગત રીતે મોરારજીભાઈ સાથેના પરચિયથી (એમની અજાતમિત્ર આભા છતાં) સકારાત્મક છાપ પડી. મોરચાનો ઢંઢેરો તૈયાર કરવાની સમિતિ પર જે.પી. મિત્રોએ મૂક્યો હતો. કીર્તિદેવ દેસાઈ-પ્રવીણ શેઠ અમારા સહયોગી હતા. સંસ્થા કાઁગ્રેસના બાબુભાઈ જશભાઈ ને દિનેશ શાહ તો અન્ય પક્ષો તરફથી આર.કે. અમીન વ. તેમ પ્રસંગોપાત પિલુ મોદી પણ જોડાતા. અમારા સૌમાં વયોવૃદ્ધ મોરારજી દેસાઈ બધો વખત બિલકુલ ટટ્ટાર બેસી ચર્ચામાં રસ લેતા.

એક વાર પિલુ મોદીએ કહ્યું કે તમને છેલ્લે બધું બતાવી દઈશું. આટલું લાંબું બેસવાનું કષ્ટ કેમ લો છો. મોરારજી જેનું નામ – એ કહે, પિલુ, તું તો અંગ્રેજી આધ્યાક્ષર મુજબ બોર્ન પી.એમ. છે. જ્યારે મારે તો હજુ એમ.પી. બનવા માટે પણ મહેનત કરવાની છે. મુદ્દા ચર્ચવામાં મોરારજી હંમેશ એક વાત પર પોતાના વહીવટી અનુભવને જોરે ભાર મૂકતા : બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં.

ઢંઢેરાના મુખડા જેવો એક પેરા કીર્તિદેવ દેસાઈએ અને મેં તૈયાર કર્યો હતો. એમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં એક નવું રાજકારણ રચાઈ રહ્યાનો નિર્દેશ હતો. ગુજરાતમાં જયપ્રકાશ ક્યાંથી, એવી વેધક પૃચ્છક નજરે મોરારજીભાઈએ અમારા સામું જોયું, પણ બાબુભાઈ દરમ્યાન થયા : આ લોકો (જે.પી. મિત્રો) છે તો આપણે બધા સાથે થઈ શક્યા છીએ. તે પછી બધું સમું ચાલ્યું.

અનૌપચારિક સંબંધ એવો તો થઈ ગયો મોરારજીભાઈ સાથે પછીના ગાળામાં કે એ એમના આરોગ્યના પ્રયોગો વગેરેની વાત રસથી મિત્રભાવે કરે. એક વાર તાવ આવ્યો, ઊતરવાનું નામ ન લે, એટલે પોતે લંઘનનો રાહ લીધો. તે પછી આટલે વરસે એકે વાર તાવ આવ્યો નથી, એમ પણ એમણે કહ્યું. મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને કહ્યું: ‘હવે મને ખબર પડી કે આપણે કેમ બનતું નથી … તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જેપીવાળા … ઉલ્લંઘનવાળા!’ એ ખડખડાટ હસી પડ્યા. પણ હતા તો મોરારજી, એટલે કહ્યા વગર રહી શક્યા નહીં કે તમે તમારા મનમાં કબજામાં છો જ્યારે મારું મન મારા કબજામાં છે.

ખરું જોતાં વાસંતી સંઘર્ષ દિવસો તો એક લાંબી દાસ્તાં છે અને પાંચસો સાતસો શબ્દૈડીમાં એને ખતવી શકાય નહીં. પણ એટલું સંભારી લઉં કે જનતા મોરચાએ સરકાર રચવા માટે જે સાથ લેવો પડ્યો એને અંગે અમારા મનમાં કંઈક કચવાટ જરૂર રહ્યો. જો કે અત્યારે સૂત્રો હાથમાં ન લઈએ તો આવનારા દિવસો ભયાવહ વળાંક લઈ શકે છે એવીયે એક માન્યતા હતી.

ઉમાશંકરે મન્યુવશ પ્રતિક્રિયા આપી કે અહીં જે.પી. થીસિસને બદલે મોરારજી થીસિસ ચાલે છે. શપથવિધિ માટે જતા બાબુભાઈને એમણે કહ્યું – હું તમને ‘વિશ’ કરી શકતો નથી. (જો કે 26મી જૂને કટોકટી ઝિંકાઈ તે સાથે આ થીસિસ વિવાદ અપ્રસ્તુત બની ગયો.)

પાંચમી જૂન, 1974 (સંપૂર્ણ ક્રાંતિ દિવસ) અને બારમી જૂન, 1975, જે.પી. થીસિસ ને મોરારજી થીસિસ વચ્ચેનું ગુણાત્મક અંતર 1977ના જનતા રાજ્યારોહણ સાથે કપાતું લાગ્યું પણ −

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 જૂન 2024

Loading

ગ્રેટિટ્યુડ ઈઝ ધ બેસ્ટ એટિટ્યુડ

સોનલ પરીખ|Opinion - Opinion|11 June 2024

આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે. શરૂ થયેલા નવા વર્ષને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકાર આપીએ …

વાદળોની ઉપર, માણસોની નજર અને પહોંચની બહાર, સત્યનો શાનદાર મહેલ હતો. એક દિવસ તેના સૌથી ભવ્ય ખંડમાં સદ્દગુણો માટે એક સમારંભ યોજવામાં આવ્યો. આ ખંડનું નામ બુદ્ધિખંડ હતું. અનેક સ્વયંપ્રકાશી દીપકોથી ઝળહળતા આ ખંડની દીવાલો રત્નજડિત અને જમીન નીલમવર્ણી હતી.

સોનલ પરીખ

સુંદર પત્રિકાઓ મોકલાઈ. સમય થતાં એક પછી એક સદ્દગુણો શ્રેષ્ઠ પોષાકો પહેરીને આવતાં ગયાં. દરેકના ચહેરા પર તેજ હતું.

સૌથી વધારે પ્રભાવશાળી લાગતી હતી પ્રામાણિકતા. તેનું શરીર અને વસ્ત્રો નિર્મળ પાણી જેવાં પારદર્શક અને ચમકદાર હતાં. તેના હાથમાં દરેક ચીજને તેના વાસ્તવિક રૂપમાં દેખાડતો મોટો ક્રિસ્ટલ હતો. બાજુમાં નમ્રતા અને હિંમત વફાદાર પણ તેજસ્વી સેવિકાઓની જેમ ઊભાં હતાં. સાથે હતો વિવેક. પૂર્ણપણે ઢંકાયેલા તેના દેહમાં અજબ સૌષ્ઠવ હતું. ઉત્સુક અને કંઈક શોધવા તત્પર આંખોમાં સૌમ્ય ચમક હતી. આ તરફ ઉદારતા અને દાન ઊભાં હતાં – સતર્ક, સક્રિય અને શાંત નરમ રોશનીથી ભરેલાં. આસપાસ ગૌરવાન્વિત વિજયી સ્મિત લઈને દયા, કરુણા, ધૈર્ય, વિનમ્રતા, ભલાઈ, સૌમ્યતા વગેરે અનેક સદ્દગુણો ખડા હતા.

સોનેરી દરવાજા પર કશોક સંચાર થયો. એક નવાંગતુક તરુણી ત્યાં ઊભી હતી. કોઈએ એને ઓળખી નહીં. સાદા શ્વેત પોષાકમાં તેની નાજુક, સુંદર આકૃતિ શોભતી હતી. એના સુંદર ચહેરા પર ક્ષોભ હતો. ક્યાં જાઉં-ના ભાવથી એ દરવાજે અટકી ગઈ હતી. એની મૂંઝવણ જોઈ શાણપણ આગળ આવ્યું અને બોલ્યું, ‘હું શાણપણ અને આ બધા મારા મિત્રો. અમે કોઈ તમને જાણતા નથી માટે તમે જ તમારો પરિચય આપો.’

ઘંટારવ જેવા અવાજે તરુણી બોલી, ‘મને આશ્ચર્ય નથી થતું, મિત્ર. મને ભાગ્યે જ કોઈ ઓળખે છે, ભાગ્યે જ કોઈ બોલાવે છે. મારું નામ કૃતજ્ઞતા છે.’

આ વાર્તા શ્રીમાતાજીએ ફ્રેંચ ભાષામાં રચી હતી અને તેનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. કહેતાં, આપણી બુદ્ધિ અનેક મોટા, પ્રખ્યાત સદ્દગુણોને ઓળખે છે અને એમના સાથમાં રાચે છે. તે કૃતજ્ઞતાને ખાસ કંઈ ગણતી નથી, પણ કૃતજ્ઞતા વિના બધા સદ્દગુણો અધૂરા છે.

કૃતજ્ઞતા એટલે શાંત સક્રિય શાંતિ. કૃતજ્ઞતા એટલે પોતાની સફળતામાં, પોતાના જીવનમાં અન્યના પ્રદાનને સમજવું, સ્વીકારવું અને વ્યક્ત કરવું. કૃતજ્ઞ હોવું એટલે અન્યના ઉપકાર પ્રત્યે સદ્દભાવ કેળવવો અને એને યથાશક્તિ પાછો વાળવા તત્પર હોવું. કૃતજ્ઞતા એટલે આપણી પાસે જે છે તેની કદર કરવી, જેમની પાસે નથી તેના પ્રત્યે સક્રિય સજાગતા કેળવવી અને આપણી જિંદગીને સભર બનાવનારાઓનો આભાર માનવો. વાત લાગે છે એટલી સાદીસરળ નથી, કારણ કે આપણો અહમ્‌ દરેક સારી બાબતને જટિલ બનાવવા ટેવાયેલો હોય છે.

કૃતજ્ઞતા માટે અંગ્રેજીમાં ગ્રેટિટ્યુડ શબ્દ છે. 23 નવેમ્બરે અમેરિકા થેન્ક્સગિવિંગ ડે ઊજવશે. યુરોપના દેશો અને કેનેડામાં પણ ઓકટોબર-નવેમ્બરમાં થેન્ક્સગિવિંગ ડે ઊજવાતો હોય છે. એની શરૂઆત લગભગ 400 વર્ષ પહેલા અમેરિકામાં થઈ. ત્યારે અમેરિકામાં યુરોપિયનોએ વસાહતો સ્થાપવાની શરૂઆત નહોતી કરી અને ગાઢ જંગલોમાં સ્થાનિકો પોતાની આગવી જીવનશૈલીથી રહેતા. 1615ની આસપાસ ઇંગ્લેંડનું એક વહાણ અમેરિકાના ઉત્તર કિનારે લાંગર્યું. કાતિલ શિયાળામાં ટકવા એમને સ્થાનિકોએ ખૂબ મદદ કરી. એમનો આભાર માનવા ખાનપાનનો એક સમારંભ થયો અને ત્યારથી દર વર્ષે થેન્ક્સગિવિંગ ડે ઊજવાવા લાગ્યો. અમેરિકાની શાળાઓમાં ભણાવાતા ઇતિહાસમાં આવું લખ્યું છે. જો કે ઘણા આ ઇતિહાસને અધૂરો કે એકાંગી માને છે કેમ કે ત્યાર પછી અંગ્રેજોએ યુદ્ધમાં સ્થાનિકોનો સંહાર કર્યો હતો. પણ આજ સુધી થેન્ક્સગિવિંગની ઊજવણી ધાન્યની ઊપજ, સલામત સફરો, યુદ્ધમાં જીત, કુટુંબપ્રેમ, પરસ્પર આભાર અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સાથે મળીને ખાણીપીણીનો આનંદ લેવા માટે થાય છે. 1863માં સિવિલ વૉર પછી પ્રજાના ઘા ભરવા અને કૃતજ્ઞતાનું વાતાવરણ સર્જવા અબ્રાહમ લિંકને થેન્ક્સગિવિંગને નેશનલ હોલિડેનો દરજ્જો આપ્યો ત્યારથી થેન્ક્સગિવિંગનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે.

થેન્ક્સગિવિંગ માટેનો હિબ્રુ શબ્દ ‘ટોદાહ’ બાઈબલમાં વપરાયો છે અને તેનો અર્થ ‘કન્ફેશન, પ્રેઈઝ એન્ડ ઑફરિંગ’ એવો થાય છે. ઈશ્વર જ આપણને સઘળું આપે છે અને એની કૃપાથી જ આપણે સલામત અને સુખી હોઈએ છીએ. ઈશ્વરકૃપા માટે કૃતજ્ઞ થઈ પ્રાર્થના કરવી તેનું નામ થેન્ક્સગિવિંગ.

અમેરિકા-વિયેટનામ યુદ્ધ ચાલતું હતું ત્યારની વાત. ચાર્લ્સ પ્લમ્બ નામનો ફાઈટર પાઈલટ યુદ્ધજહાજ પરથી પોતાનું જેટ વિમાન લઈ ઊડે અને બૉમ્બમારો કરે. એક વાર જમીન પરથી દુ:શ્મનોએ છોડેલી મિસાઈલ એના જેટના નીચેના ભાગમાં લાગી. એ પેરેશૂટ લઈ કૂદી પડ્યો, પકડાયો, જેલ ભોગવી અને છૂટ્યો ત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું હતું. હવે તેણે પોતાના યુદ્ધવિષયક અનુભવો વિશે લૅક્ચર આપવા માંડ્યા.

એક વાર ચાર્લ્સ પ્લમ્બ એક રેસ્ટોરાંમાં બેઠો હતો ત્યાં એક અજાણ્યા આદમીએ આવીને કહ્યું, ‘ગૂડ ઈવનિંગ સર, હું ભૂલતો ન હોઉં તો આપ ચાર્લ્સ પ્લમ્બ છો, ખરું?’ ‘હા.’ ‘તમારા જેટને જ વિયેટનામની સરહદે મિસાઈલ લાગી હતી અને તમે પેરેશૂટ લઈ કૂદી પડ્યા હતા …’ ‘હા. તમે મારાં લૅક્ચર સાંભળ્યાં લાગે છે.’ ‘ના સર, પણ મેં તમારી પેરેશૂટ પૅક કરી હતી. મને આનંદ છે કે તેણે બરાબર કામ આપ્યું.’ ચાર્લ્સે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યા, ‘ઘણો આભાર. તમારા લીધે જ મારો જીવ બચી ગયો.’ ‘આભાર શાનો, સર? ઈટ વૉઝ માય ડ્યૂટી.’

એ રાત્રે ચાર્લ્સ પ્લમ્બને ઊંઘ ન આવી. એ અજાણ્યો લાગતો માણસ યુદ્ધજહાજ પર કેટલી ય વાર મળ્યો હશે – સફળ ગર્વિષ્ટ ફાઈટર પાઈલટ તરીકે પોતે તેના પર ધ્યાન નહીં આપ્યું હોય, તેનું અભિવાદન બેદરકારીથી ઝીલ્યું હશે, એની હસ્તીની નોંધ સરખી નહીં લીધી હોય. પણ તેણે પેરેશૂટ પેક કરવામાં જો જરા સરખી ગફલત હરી હોત તો પોતે આજે જીવતો ન હોત. આ વાત ત્યાર પછી ચાર્લ્સ પ્લમ્બ પોતાના લૅક્ચરોમાં કહેતો. ડૉ. વીજળીવાળાએ ‘મોતીચારો’ પુસ્તકમાં આ પ્રસંગને સુંદર વાર્તારૂપે આલેખ્યો છે.

કેટલા કેટલા લોકો કેટલી નાનીમોટી મદદ કરે છે ત્યારે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક હસ્તી પોષાય છે. કેટલા લોકોના પ્રતિભાવોથી આપણું સંવેદનજગત બંધાય છે. કઈંક પ્રાપ્ત થાય ત્યારે આપણે પોતાની આવડત માટે અભિમાન લઈએ છીએ, પણ એની પાછળ રહેલા અનેક જાણીઅજાણી વ્યક્તિઓના નાનામોટ પ્રદાનની નોંધ જ નથી લેતા! ખરું જોતાં આ પ્રદાનની આપણે કિંમત કરવાની હતી, કદર કરવાની હતી અને આપણે પણ અન્યો માટે કઈંક કરવાનું હતું. આપણો અહમ્‌ આપણને આવા કેવા અંધ, બધિર અને મૂક બનાવી રહ્યો છે?

ભગવાન બુદ્ધ કહે છે, આફતોનો આભાર માનો, કેમ કે એ ઘણું શીખવે છે. પોતાની મર્યાદાઓનો આભાર માનો, કેમ કે એ આગળ વધવાની તક આપે છે. દરેક નવા પડકારનો આભાર માનો, કેમ કે તેનાથી તાકાત અને ચારિત્ર્ય બંધાય છે. ભૂલોનો પણ આભાર માનો કેમ કે તે અમૂલ્ય પાઠ ભણાવે છે.

આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે.

જેક્સ મેરિટન કહે છે કે ‘ગ્રેટિટ્યૂડ ઈઝ ધ બેસ્ટ એટિટ્યૂડ’ – કૃતજ્ઞતા શિષ્ટાચારનું સૌથી ઉત્કૃષ્ટ રૂપ છે. કૃતજ્ઞતાનો અનુભવ સંસ્કારિતાની નિશાની છે. અસંસ્કારી માણસ કૃતજ્ઞ ન હોઈ શકે. શરૂ થયેલા નવા વર્ષને પ્રેમપૂર્ણ હૃદય, દૃષ્ટિપૂર્ણ મન અને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકારીએ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 નવેમ્બર  2023

Loading

भारत भाग्य विधाता ! 

कुमार प्रशांत|Opinion - Opinion|11 June 2024

कुमार प्रशांत

2024 ने देश को बहुत कुछ दिया है – इसने हमें एक ऐसा चुनाव दिखलाया है जैसा पतनशील चुनाव व चुनाव आयोग हमने पहले देखा नहीं था. इसने हमें एक ऐसा चुनाव परिणाम दिखलाया जैसा हमने पहले कभी देखा नहीं था. हमने पार्टियों की हार देखी थी, हमने पार्टियों की जीत देखी थी; हमने 1977 में वोट की ताकत से एक किस्म की तानाशाही को पराजित होते देखा था. लेकिन हमने ऐसा परिणाम पहली बार ही देखा जिसमें जीतने वाला हार गया, हारने वाला जीत गया ! और अब इस चुनाव परिणाम से हमें एक ऐसी सरकार मिली है जो पूर्ण बहुमत की सरकार से, बला के अल्पमत की सरकार में बदल गई है. 

इस सरकार के शिखर पर बैठा आदमी वही है लेकिन उसके पास अब न ‘संख्या का बुलडोजर’ है, न ‘सर्वस्वीकृति वाला इकबाल’ है. वह कवच-कुंडल विहीन ऐसी ‘ईश्वरीय रचना’ है, जिसका देवता झोला उठा कर निकल गया है. मेरी ईश्वर से प्रार्थना है कि वह इस अल्पमत की सरकार को अल्पसंख्यकों, अल्प-अवसर प्राप्त वर्गों, अल्प-प्रतिष्ठा व अल्प-सुरक्षा प्राप्त महिलाओं, अल्प-सामर्थ्यवान बच्चों का सहारा बनने की समझ व दृष्टि दे. ईश्वर से मैं ऐसी प्रार्थना इसलिए करता हूं कि गांधी ने, ‘गांधी’ फिल्म बनने से बहुत-बहुत पहले कहा था कि लोकतंत्र में जब भी, जो भी सरकार रहे, वह चाहे जितने वक्त रहे, सरकार बन कर रहे. गांधी के शब्दों में: “ इस कुर्सी पर मजबूती से बैठो लेकिन इसे हल्के-से पकड़ो !” (1947 में, आजादी के बाद बने मंत्रियों से उन्होंने अंग्रेजी में कहा था : ‘ सिट ऑन इट टाइटली बट होल्ड इट लाइटली !) – जिम्मेवारी के भरपूर अहसास के साथ, इस कुर्सी पर आत्मविश्वास से बैठो लेकिन इससे चिपको मत ! 

गांधी ने जो कहा था, होने लगा इसका उल्टा; और होते-होते ऐसा हो गया कि आज सारा गोदी मीडिया, जिसकी ‘गोदी’ भी अब किसी हद तक छिन गई है, एक ही राग अलाप रहा है कि नेहरू के बाद मोदी पहले प्रधानमंत्री हैं कि जो लगातार तीसरी बार प्रधानमंत्री बने हैं ! कैसी तुलना है !! नेहरू अपनी क्षमता व समझ भर लोकतांत्रिक संस्थाओं व परंपराओं का सर्जन, संरक्षण व संवर्धन करते हुए, तीनों बार पूर्ण बहुमत से प्रधानमंत्री बने थे. मोदीजी के बारे में ऐसी बात कोई अंधभक्त या निरा अनपढ़ ही कह सकता है. 

चुनाव नतीजों का पूर्वानुमान करने का धंधा – एक्जिट पोल – अब प्रतिबंधित कर दिया जाना चाहिए. यह न कला है, न विज्ञान ! यह बाजार का नया धंधा है जिसे प्रतिष्ठित कर, भरपूर कमाई करने में कितने ही ‘किशोर’ लगे हैं. यह राजनीति का धंधा करने वालों की असीमित भूख को हथियार बना कर, लोकतंत्र से बलात्कार करने वाली नई बाजारू ताकत है. ऐसे धंधेबाजों को जिस तरह आज मुंह छुपाने की जगह नहीं मिल रही है, उसी तरह उन राजनीतिक पंडितों-विश्लेषकों को भी कल मुंह छुपाने की जगह नहीं मिलेगी जो आज सीटों की संख्या गिन रहे हैं और येनकेन प्रकारेण उसे बढ़ाने-घटाने की दुरभिसंधि में लगे हैं. 

लोकतंत्र सत्ता का खेल नहीं है जैसा कि उसे बना दिया गया है; चुनाव मृत आंकड़ों का जोड़तोड़ नहीं है जैसी बाजीगरी करने में हम अक्सर लगे रहते हैं. हर चुनाव समाज की जमीन में नये बीज बोने और उनके अंकुरण की साधना है. यह गतिशील मनोविज्ञान का शास्त्र है जिसे हम अपनी आधी-अधूरी, छल-क्षद्म से भरी मानसिकता से आंकने-ढकने का खेल खेलते हैं. मतदाता ने एक संवैधानिक संरचना (चुनाव आयोग) की निष्पक्ष देख-रेख में अपना मत दे दिया जो आज के चलन के मुताबिक मशीनों में बंद हो गया. वे मशीनें खुलेंगी और मतदाता का फैसला सामने आ जाएगा. इतनी सीधी, सरल-सी बात को इन तथाकथित ‘विशेषज्ञों’ ने इतना जटिल बना दिया है कि वह धोखाधड़ी की श्रेणी में आ गया है. यह बंद होना चाहिए. 

किसी ने बहुत खूब कहा कि 4 जून 2024 को जो चुनाव परिणाम आया, उसने लोकतंत्र की हवा में ऑक्सीजन की मात्रा थोड़ी बढ़ा दी है. हवा में ऑक्सीजन पर्याप्त हो तो जीवित संरचनाएं सांस खींच पाती हैं. ऐसा ही लोकतंत्र के साथ भी है. संसद जब संविधान के दायरे में रहती है और संवैधानिक संरचनाएं जब स्वतंत्रतापूर्वक अपनी-अपनी जिम्मेवारियों का निर्वहन करती हैं, तब लोकतंत्र सांस ले पाता है. जब ऐसा नहीं होता है तब अस्पताल चाहे जितना आधुनिक और ‘फाइवस्टार’ चमक-दमक वाला हो, कोविड के दौर में ऑक्सीजन बिना वहां जैसा हमारा हाल हुआ था वैसा ही हाल लोकतंत्र का होता है. 

मैं कहूंगा कि 4 जून 2024 को आया चुनाव परिणाम भारतीय संसदीय लोकतंत्र को संजीवनी बूटी दे गया है. हनुमानजी की लाई संजीवनी बूटी अमृत नहीं थी कि जीवित हो उठे लक्ष्मण को अब कोई मार ही नहीं सकता है. संजीवनी बूटी यानी मृत होते पौधे को पानी पिलाना और यह पहचानना कि इसे जीवित, पल्लवित व पुष्पित रखना हो तो लगातार पानी खोजने व पिलाने की जरूरत होगी. यह अहसास ही लोकतंत्र की संजीवनी है. इसलिए मत गिनिए कि इंडिया गठबंधन को कितनी सीटें मिलीं और वह सत्ता से कितनी दूर रह गई. मत गिनिए कि मोदी-गठबंधन को कितनी सीटें मिलीं. इसमें भी समय मत खराब कीजिए कि वे अपनी अमर्यादित सत्ताभूख को तृप्त करने के लिए आगे क्या-क्या शैतानी चालें चलने जा रहे हैं. यह देखिए और यह समझिए कि इस चुनाव में मतदाताओं ने सत्ता व तिकड़म की शक्ति से बनाया गया वह माहौल तोड़ दिया जिसे पिछले 10 सालों से रचा जा रहा था कि एक आदमी ही राष्ट्र है; एक आदमी की कुंठाएं ही राष्ट्रनीति हैं और उसका अहंकार ही लोकतंत्र है. 

यह मतदाता कौन है ?

यह मतदाता वह है जिसकी हम सबसे कम कद्र करते हैं. वह बिखरा हुआ, असंगठित है, इसलिए हम उसको कभी अपनी गिनती में नहीं लेते हैं. वह गरीब-अशिक्षित और अंगूठाछाप है, इसलिए हम अपने आभिजात्य ज्ञान में उसे गलती से भी जगह नहीं देते हैं. लेकिन वह आंखें खोल कर अपने चारो ओर की दुनिया को देखता रहता है; वह कम बोलता है लेकिन खूब जज्ब करता है; वह शैतानी ताकतों को पहचानता है; वह भटकता भी है, छला भी जाता है लेकिन फिर-फिर लौट कर राह पर आ जाता है. वह गांधी का वह अंतिम आदमी है जिसका ताबीज बना कर, उन्होंने तीन गोली खाने से पहले हमें सौंप दिया था. 

मैं गांधी-से शब्द कहां से लाऊं ! इसलिए अपने शब्दों में गांधी का भाव पकड़ने की कोशिश करता हूं : ‘ जब कभी ऐसे संशय में घिरने लगो कि तुम जो करने जा रहे हो वह सही या गलत; याकि तुम्हारा अहंकार इतना प्रबल होने लगे कि सही-गलत का भेद करना कठिन होने लगे तब सही फैसले तक पहुंचने के लिए तुम्हें एक ताबीज देता हूं.  जिसे तुमने खुद देखा हो, ऐसे सबसे निरीह-निराधार-कातर आदमी का चेहरा अपने ध्यान में लाना और खुद से पूछना कि तुम जो करने जा रहे हो, तुम जो सोच रहे हो क्या वह इस आदमी की किस्मत बदल सकेगा ? क्या इससे यह आदमी अपने भावी को बदलने में ज्यादा समर्थ होगा ? यदि जवाब हां हो तो आगे जाना; संशय में रह जाओ तो वह काम छोड़ देना !’ यही सबसे निरीह-निराधार आदमी भारत माता है, यही भारत भाग्यविधाता है. गांधी ने दक्षिण अफ्रीका से इसकी साधना शुरू की तो 30 जनवरी 1948 तक करते ही रहे.  

राहुल गांधी अपनी भारत-यात्रा में जाने-अनजाने इसी भाग्यविधाता तक पहुंच गए थे. राहुल गांधी का जो नया अवतार हम देख रहे हैं, वह इसी भाग्यविधाता के स्पर्श से संभव हुआ है. न कांग्रेस यह गलतफहमी पाले कि अब उसकी वापसी हो रही है, न राहुल इस मुगालते में रहें कि उनकी झोली में अक्षय राजनीतिक पूंजी आ गई है. गांधी का यह अंतिम आदमी सिर्फ उन्हें ही ‘प्रथम’ मानता है, सिर्फ उनका ही यह भाग्यविधाता है जो लगातार उसके बीच रहते हैं, उसकी बातें सुनते हैं, उससे बातें करते हैं और उसकी लड़ाई लड़ते हैं. वह जातिवादी नहीं है, हालांकि वह अपनी जाति के प्रति सावधान है; वह सांप्रदायिक नहीं है हालांकि वह अपने धर्म के प्रति अत्यंत संवेदनशील है; वह प्रांतीय व भाषाई द्वेष से घिरा नहीं है हालांकि उसके भीतर यह बोध जीवित रहता है. मतलब यह कि वह जटिल संरचना है. लेकिन सही-गलत, शुभ-अशुभ, सच-झूठ के संदर्भ की उसकी समझ बहुत बारीक व पवित्र है. वह देर से समझता है लेकिन समझता जरूर है. इसलिए उसके साथ लगातार संबंध-संपर्क-सक्रियता रणनीति नहीं, जरूरी कर्तव्य है.  

इस भारत भाग्यविधाता के साथ जिसका जुड़ाव होगा, जुड़ाव बना रहेगा, उसकी संसदीय शक्ति भी बढ़ेगी और उसकी सामाजिक शक्ति भी बढ़ेगी. इन दोनों शक्तियों का कोई संयोजन हो तो भारत लोकतंत्र का एक नया नमूना पेश कर सकेगा – ‘विश्वगुरु !’ जयप्रकाश ने कहा था कि हमारे लोकतंत्र को जनांदोलनों की शक्ति से चलने वाली सरकार चाहिए. क्या इस चुनाव के संदर्भ में हम यह तत्व समझ सकेंगे और इसकी संभावना खोज सकेंगे ? जवाब राहुल गांधी दें कि कांग्रेस कि हम सामाजिक धारावाहिकता के प्रतिनिधि लेकिन जवाब दिए बिना चुनाव से हुए इस परिवर्तन को टिकाए रखना संभव नहीं होगा.

(10.06.2024)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...541542543544...550560570...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved