Opinion Magazine
Number of visits: 9685793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Rahul Gandhi’s ‘Hinduism on Display’ and RSS–BJP’s Hindutva

Ram Puniyani|English Bazaar Patrika - OPED|9 December 2018

Mohandas Karamchand Gandhi, the father of the nation, did say that he is a Hindu; at the same time he went on to say that religion is a private matter for him. His greatest disciple Jawaharlal Nehru was a rationalist agnostic. He laid the foundations of secular India where the matters related to religion were supposed to be dealt with at social or personal level. Nearly six decades after the death of the first Prime Minster of India, matters have drifted beyond imagination. Nehru’s great grandson who began his political career with no signs of public display of religion, today is making a clear public display of his religiosity. Apart from stating that he is a janeudhari (wearing sacred thread), Shiv Bhakt to visiting temples by the dozen, he also took the pilgrimage to Mansarovar. The Congress’ Madhya Pradesh unit took out a “Ram Van Gaman Pad yatra” and is promising a gaushala (cow shed) in each panchayat. BJP spokespersons are questioning all these moves as if their monopoly in such matters is under threat.

The result is that there are critics labeling Congress politics as being soft Hindutva. These signs of the party of Gandhi and Nehru are disturbing at one level. Still, does it mean that the Congress is abandoning the path of secularism, the path outlined in our Constitution, of religion being a matter of people’s personal choices to be dealt with by individuals–communities on their own? Is Congress trying to walk the path which RSS–BJP have pursued to gain power, the path of political polarization of communities along religious lines, the path of divisive politics, the path of abandoning material issues while creating the haze of emotive ones like Ram Temple and Holy cow-beef?

After its defeat in the 2014 general elections, the A.K. Anthony Committee set up by the Congress gave the report that an important cause of defeat of the Congress was the popular perception that people looked upon it as a pro-Muslim party, which by implication meant that it was being regarded as being an anti-Hindu outfit. This came in the background of the tireless propaganda from the RSS–BJP stable that the Congress has been appeasing Muslims, Congress is pro-Muslim, etc. This propaganda has been mixed up with the lie that Jawaharlal Nehru was the descendant of a Muslim and that the Congress is not interested in taking care of interests of Hindus, and so on and so forth. The argument was also put forward that the Hindu BJP is on one side and godless secularists are on the other side.

If we want to go to the roots of this false propaganda, we will have to go back to many decades ago. When the Indian National Congress was formed, it represented rising India; this umbrella organisation of all Indians had members from all the communities of India. This got manifested in people like Pherozhshah Mehta, Badruddin Tyabaji becoming its initial presidents. Right from that time, communal elements, who were the progenitors of future Hindu Mahasabha–RSS ideology and who represented the interests of the Hindu landlords, started saying that the Congress is appeasing Muslims. After its founding, the RSS continued with this propaganda; it was the Hindu Mahasabha–RSS propaganda against the leaders of the Congress, especially Mahatma Gandhi, as being pro-Muslim that created the hatred that led Godse to kill the father of the Nation. Following the winning of independence, in keeping with the spirit of democracy, special policies were initiated to support the minorities, such as that they were permitted to have their own educational institutions. This along with Haj subsidy, which as such was a subsidy to Air India, acted as a potent weapon in the hands of the RSS parivar to propagate the falsehood of appeasement of minorities. This malicious propaganda got a further boost when the Congress, in a grave mistake, overturned the verdict of Supreme Court in the matter of Shah Bano and got the Parliament to pass the Muslim Women (Protection of Rights on Divorce) Act, 1986. This opened the flood gates for the propaganda that  ‘appeasement of Muslims’ was being done by the Congress. This was a grave error of judgment, mostly forced by protests by the conservative Muslim elements against the Shah Bano judgment.

This has not been the only flaw in the Congress stand on secularism. It failed to take decisive and firm action in controlling riots and the accusations made by secular activists that the Congress has often acted in a biased manner against Muslims and Sikhs are correct. The Congress role in opening the gates of Babri mosque was another important political blunder, and it eventually led to the demolition of Babri Mosque, to which the Congress leadership remained a mute spectator. Clearly, its secularism had holes which could not halt the march of Hindutva and Hindu nationalism. It created the grounds for the rise of the RSS. Today, the Hindutva forces have become strong enough for the political discourse to be dictated by their politics, the politics of the RSS–BJP. Not only Congress, even Mamata Bannerjee has lately shown the tilt towards displaying such religiosity by sanctioning subsidised electricity for Durga Puja pandals and participating in the Ram Navami festival.

So, the question arises, can  the policies being pursued by Rahul Gandhi led Congress be termed as soft Hindutva? I would like to answer, definitely no. The unwanted tilt in display of religiosity is basically an attempt to undo the perception that has been created by the RSS–BJP of the Congress being pro-Muslim and undo the image of being godless secularists. Hindutva politics is based on Brahmanical hierarchy of caste and gender; it aims to gradually do away with secular democracy and bring in Hindu Rashtra. To combat this, what is needed is adoption of inclusive concept of Gandhi’s Hinduism, where values of pluralism and diversity have bigger importance. It is surely a sign of regressive times where Hindu nationalist discourse is overtaking the better of Indian nationalist ethos.

The RSS Parivar has been successful in setting the terms of debate, confining it to ‘Hindu RSS–BJP’ versus ‘pro Muslim, godless secularists’. The display of religiosity by the Congress is a reaction to this debate, but it actually means succumbing to the frame of debate set by the RSS–BJP. The real way it can be countered is by taking up the issues of the marginalised sections of the people, the majority of whom are Hindus, like the farmers, the oppressed castes and the victims of patriarchy, the women. The Congress took up the role of leading the freedom movement against British rule in yesteryears. It needs to assume a similar role in freeing the nation from the caste hierarchy, communalism and patriarchy now.

Loading

ચાલો, આપણે સાચા દેશભક્ત બનીને શાસકોને કવરાવનારા ત્રણ સવાલો પૂછીએ

રમેશ ઓઝા|Opinion - Opinion|9 December 2018

આપણે આપણા શાસકોને ત્રણ પ્રશ્ન પૂછવા જોઈએ :-

એક : એવું શું છે કે છેલ્લા ચાર દાયકા દરમિયાન એવો એક પણ સંરક્ષણસોદો નથી, જેમાં ભ્રષ્ટાચાર  થયો હોવાના આક્ષેપ ન થયા હોય? એક પણ નહીં.

બે : એવું શું છે કે દરેક સોદામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો થયા હોવા છતાં એક પણ સોદાના આરોપીઓને આજ સુધી સજા કરવામાં આવી નથી. ફરી એક વાર; એક પણ નહીં.

ત્રણ : ભારત સુરક્ષાની જે સ્થિતિમાં છે – અર્થાત્ ચીન જેવો કદાવર અને શક્તિશાળી દેશ પાડોશમાં હોવા છતાં અને ચીન સાથે દુશ્મની હોવા છતાં – એવું શું છે કે ભારત શસ્ત્રો, વિમાનો, હેલિકોપ્ટર અને બીજા સંરક્ષણસાધનોની બાબતમાં આત્મનિર્ભર નથી? થોડી વાર ભક્તિ અને અણગમાઓને બાજુએ રાખીને, આ પ્રશ્ન પોતાની જાતને પૂછો અને એ પછી શાસકોને પૂછવાની હિંમત કેળવો.

ભારત જેવી જ સ્થિતિમાં ઇઝરાયલ છે અને ભારત કરતાં ઇઝરાયલ કદમાં આપણા મણિપુર કરતાં પણ નાનો દેશ છે. વસતી માત્ર ૯૦ લાખની છે. મુંબઈ કરતાં ત્રીજા ભાગની. આજે ઇઝરાયલ સંરક્ષણની બાતમાં આત્મનિર્ભર છે, એટલું જ નહીં શસ્ત્રોની નિકાસ કરે છે અને ભારત ઇઝરાયલનું એક ગ્રાહક છે. બચુકલા ઇઝરાયલની જિગરના થાક્યા વિના વખાણ કરીએ છીએ અને તેની પાસેથી સગર્વ શસ્ત્રો ખરીદીએ છીએ. યહૂદીઓ મૂછમાં હસતા હશે.

શા માટે ભ્રષ્ટાચાર વિના એક પણ સોદો થતો નથી? શા માટે આજ સુધી કોઈને સજા થઈ નથી, અને શા માટે ભારત સરંક્ષણની બાબતમાં આત્મનિર્ભર નથી? આ ત્રણેય પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા છે. આમાં પણ દેશભક્તોએ તો સઘળાં કામ બાજુએ મૂકીને આ ત્રણ પ્રશ્નો શાસકોને પૂછવા જોઈએ, પછી નેતાજી કૉન્ગ્રેસના હોય, બી.જે.પી.ના કે બીજા કોઈ પણ પક્ષના. આપણે શું લેવા-દેવા? આપણે તો દેશભક્ત છીએ, દેશ પહેલો એટલે આ ત્રણ સવાલ પૂછવા એ દેશભક્તોનો ધર્મ છે. હું ઝંડાધારી દેશભક્ત નહીં હોવા છતાં આ ત્રણ સવાલ વર્ષોથી પૂછતો રહું છું, પણ કોઈ નેતાજી પાસેથી જવાબ મળ્યો નથી.

જવાબની જરૂર પણ નથી, કારણ કે જવાબ ઉઘાડો છે. નેતાઓ એ વિષે બોલતા નથી એનું કારણ પણ આ જ છે. ઉઘાડી હકીકત ઉઘાડી હોવા છતાં જો સુધારવામાં ન આવતી હોય તો  સમજી લેવું જોઈએ કે એ ટકી રહે એમાં કોઈનો સ્વાર્થ છે. બીજું, જ્યારે દરેકનો સ્વાર્થ હોય, પણ સંસદીય લોકતંત્ર હોય તો એવા સંજોગોમાં બીજા પર ભ્રષ્ટાચારનો માત્ર આરોપ કરવામાં આવે છે, સુધારો કરવામાં નથી આવતો. ૧૯૮૭થી એટલે કે આજ ત્રણ દાયકાથી બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં આરોપ થઈ રહ્યા છે, પણ સજા કોઈને નથી થઈ. આને માટે કૉન્ગ્રેસ જવાબદાર છે એમ ન કહી શકાય કારણ કે ૩૧ વરસમાંથી ૧૫ વરસ કૉન્ગ્રેસ પર બોફોર્સ સોદામાં પૈસા ખાધા હોવાનો આરોપ કરનારા પક્ષોએ રાજ કર્યું છે. આમાં પાંચ વરસ તો ભડવીરને થવા આવ્યા. શા માટે આજ સુધી કોઈને ય સજા નથી થઈ? સરહદે વીરગતિ પામનારા સૈનિકો માટે ખરીદવામાં આવેલી કોફિનોના સોદામાં પણ ભ્રષ્ટાચાર થયો હતો. શહીદની વિદાયને પણ કલંકિત કરવામાં આવી હતી. ના, ત્યારે કેન્દ્રમાં કૉન્ગ્રેસની સરકાર નહોતી, દેશભક્તોની સરકાર હતી; પરંતુ જો કૉન્ગ્રેસની સરકાર હોત તો પણ ભ્રષ્ટાચાર થયો હોત એની ગેરંટી.

ભ્રષ્ટાચાર ચોક્કસ કોઈ પક્ષો કે શાસકો નથી કરતા, વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે અને તેને લાભ ખાતર ટકાવી રાખવામાં આવે છે. એક તો શસ્ત્રોના સોદા એટલે અબજો રૂપિયાના હોય. એક ટકાની કટકી મળે તો પણ એક ચૂંટણી લડી શકાય. બીજું દેશના રક્ષણની વાત આવે એટલે પ્રશ્ન પૂછતા ડર લાગે. રખે દેશદ્રોહી કરાર કરવામાં આવશે તો! દેશભક્તો ફરજ સમજીને પ્રશ્નો પૂછે નહીં અને વાંકદેખાઓ (જે આમ તો ખુલ્લા આંખ-કાનવાળા સાચા દેશભક્તો છે) પ્રશ્ન પૂછે તો દેશભક્તો તેને પીંખી નાખે. આ માટે દેશભક્તોની જમાત પેદા કરવામાં આવે છે જે વાંકદેખાઓને તેની જગ્યા બતાવતા રહે. આમ દેશના સંરક્ષણ જેવી નાજુક બાબતે પ્રશ્નો કરાય નહીં એવી એક ફરજ અને એવી એક જરૂરિયાત પેદા કરવામાં આવી છે. એટલે તો રાફેલ સોદો ભારતનાં ઇતિહાસનો અત્યાર સુધીનો બિનધાસ્ત સોદો છે. આને તમે જિગર કહેશો, ફૂહડપણું કહેશો કે ભક્તો પરની અપાર શ્રદ્ધા કહેશો એ તમે નક્કી કરી લો. આમ દેશના રક્ષણની વાત આવે ત્યારે શંકા કરાય નહીં એવો દેશપ્રેમ શીખવાડવામાં આવે છે અને તેને ટકાવી રાખવામાં આવે છે.

ન્યાયતંત્રને જાણીબૂજીને લકવાગ્રસ્ત રાખવામાં આવે છે, એટલે એક કટકીમાં એક ચૂંટણી લડવા જેવો મોટો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પણ કોઈને સજા થાય નહીં. ઓગસ્ટા વેસ્ટલેન્ડના હેલિકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. ભારત સરકારે એ સોદામાં એજન્ટ તરીકે કામ કરનાર અને ૨૯૫ કરોડ રૂપિયાનું કહેવાતું કમિશન ખાનાર ક્રિશ્ચિયન માઈકલને પ્રત્યાર્પણ કરાવીને ભારત લાવવામાં આવ્યો છે. સરકાર કહે છે કે માઈકલના મોઢામાંથી ઓકાવવામાં આવશે કે તેણે ભારતમાં કૉન્ગ્રેસના કયા નેતાઓને પૈસા આપ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે હવે બચીને બતાવે. હું અત્યંત નમ્રતાપૂર્વક વડા પ્રધાનને પડકાર કરું છું કે જોઈએ તો સર્વોચ્ચ અદાલત સુધી લડીને સજા કરીને બતાવે. સત્તા તો તમારી પાસે છે જ.

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનું હરિયાણામાંનું જમીનકૌભાંડ દીવા જેવું ઉઘાડું હતું. સાડા ચાર વરસથી દેશમાં ભડવીરનું રાજ છે અને ચાર વરસથી હરિયાણામાં બી.જે.પી.નું રાજ છે. રોબર્ટ વાડ્રા સામે તપાસ થઈ? આરોપનામું અદાલતમાં દાખલ કરવામાં આવ્યું? તપાસ કયા સ્ટેજ પર છે, એની તમને કોઈ જાણ છે? એ કૌભાંડ ઊઘાડું પાડનાર ભડવીર અશોક ખેમકા નામના સનદી અધિકારી અત્યારે ક્યાં છે, અને તેમની પાસેથી શું કામ લેવામાં આવી રહ્યું એ તમે જાણો છો? તેમને રાષ્ટ્રવાદીઓની સરકારે પુરાતન દસ્તાવેજોના સંરક્ષણ માટે મોકલી આપ્યા છે કે જેથી તેઓ નવા શાસકોના વાડ્રાઓની પથારી ન ફેરવે. આ તેમની ૫૧મી ટ્રાન્સફર છે. વાડ્રાના જમીનના ઉઘાડા કૌભાંડમાં હજુ હાથ લગાડવામાં આવ્યો નથી ત્યાં જટિલ કૌભાંડમાં સજા કરવાનો પડકાર ફેંકવામાં આવે છે. આગળ કહ્યું એમ સંસદીય લોકતંત્ર હોય તો બીજા પર ભ્રષ્ટાચારનો માત્ર આરોપ કરવાનો હોય, સુધારો કરવાનો ન હોય. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક છે.

ત્રીજો સવાલ હતો; શા માટે ભારત સંરક્ષણની બાબતમાં આત્મનિર્ભર નથી? આનો જવાબ તો મળી જ ગયો હશે. ભારત જો આત્મનિર્ભર થઈ જાય તો સોદાઓ કોની સાથે કરવા અને ચૂંટણી લડવા ફંડ ક્યાંથી લાવવું? જો ચૂંટણી સોંઘી અને પારદર્શક કરવામાં આવે તો પ્રામાણિક માણસો લોકસભામાં અને વિધાનસભાઓમાં ઘૂસી જાય અને ઊંઘ હરામ કરી નાખે. એટલે તો ચૂંટણીની પ્રક્રિયામાં પણ સુધારા નથી કરવામાં આવતા.

ચાલો આપણે સાચા દેશભક્ત બનીએ અને શાસકોને કવરાવનારા આ ત્રણ સવાલો પૂછીએ:

૧. ચાર દાયકામાં એક પણ સંરક્ષણસોદો ભ્રષ્ટાચાર વિના કેમ નથી થયો?

૨. કેમ આજ સુધી કોઈને સજા નથી થતી?

૩. શા માટે દેશની સ્થિતિ નાજુક અવસ્થામાં હોવા છતાં સંરક્ષણની બાબતે દેશ આત્મનિર્ભર નથી?

ભેગાભેગ હજુ એક ચોથો સવાલ પણ પૂછી લેજો:

૪. શા માટે ન્યાયતંત્રમાં અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાઓ નથી કરવામાં આવતા?

આપણે થોડા કોઈની જાજમ ઊંચકનારા છીએ, આપણી જાજમ આપણો દેશ. હવે ચૂંટણી નજીક છે એટલે નેતાઓ બે હાથ જોડીને તમારે ઘરે આવશે ત્યારે આ ચાર પ્રશ્નો પૂછવાનો મોકો પણ હાથ મળશે.

પ્રશ્નોપનિષદમાં વિદ્યાર્થીઓએ પિપલાદ ઋષિને છ પ્રશ્ન પૂછ્યા હતા. ચાર અહીં આપ્યા છે. જોઈએ તો બીજા બે હવે પછી આપીશ. અત્યારે ચાર તો પૂછી જુઓ. જુઓ તો ખરા આપણા નેતાઓ કેવા પવિત્ર અને પ્રજ્ઞાવાન છે!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2018

Loading

છાવણીઓ રચવાની જરૂર જ શું છે જ્યારે સરોકાર સહિયારો હોય? ઊલટું છાવણીઓ નિસબતને નિરસ્ત કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 December 2018

પ્રજા હજુ છાવણીઓ વિના જીવતાં શીખી નથી. આપઓળખ હજુ નવી નવી થઈ છે એટલે તેનો મોહ છે અને મોહ છે, માટે આગ્રહો છે. ધર્મગુરુઓ અને રાજકારણીઓ તેનો લાભ લે છે. દુઃખ એ વાતનું છે કે વિદ્વાનો પણ ઓળખના આગ્રહોની થીસિસો રચે છે. અહીં ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે. જ્યાં અસત્ય અને અન્યાય હોય એ નિંદનીય તેમ જ ત્યાજ્ય છે અને જે શુભ છે એ આપણું છે. તેનાં સમાજિક-ભૌગોલિક મૂળ તપાસવાની જરૂર નથી.

ફેસબુકની મારી વૉલ પરની મારી ‘સાર્ધ-શતાબ્દી વંદના’ શ્રેણી માટે હું ગાંધીજીના વિચારો શોધી રહ્યો હતો, ત્યારે તેમનું એક લખાણ મારા હાથમાં આવ્યું. એ લખાણ હતું તો પ્રતિવાદના સ્વરૂપનું, પણ પ્રતિવાદના જાણીતા આવિર્ભાવ વિનાનું. કોઈ આકરી ભાષા નહીં, મહેણાં-ટોણાં નહીં, કાન આમળવાની ચેષ્ટા નહીં; માત્ર ધ્યાન દોરનારું, સીધુંસાદું. મને ખબર નથી કે ભારતમાં કોઈએ લૉર્ડ કર્ઝનનો પ્રતિવાદ કર્યો હતો કે નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા ગાંધીજીએ પ્રતિવાદ કર્યો હતો. પડકાર્યા વિના અસત્યને જવા ન દેવાય એટલી ચીવટ ગાંધીજી ધરાવતા હતા.

વાત એમ હતી કે ભારતમાંના બ્રિટિશ વાઈસરૉય લૉર્ડ કર્ઝને ૧૯૦૫ની સાલમાં કલકતાની યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે સત્યનું મહાન મૂલ્ય પશ્ચિમમાં વિકસ્યું છે. પશ્ચિમની પ્રજા પૂર્વની પ્રજા કરતાં વધારે સત્યાનુરાગી છે. પૂર્વની પ્રજા તો હવે સત્ય સમજતી થઈ છે, બાકી પૂર્વમાં તો લુચ્ચાઈ, કૂટનીતિ અને કરામતોને જ જીવનવ્યવહારમાં વધારે સ્થાન આપવામાં આવ્યું છે.

‘ઇન્ડિયન ઓપીનિયન’ના પહેલી એપ્રિલ ૧૯૦૫ના અંકમાં ગાંધીજી લૉર્ડ કર્ઝનને ટાંકીને નીચે મુજબ પ્રતિવાદ કરે છે:

“લૉર્ડ કર્ઝને પદવીદાન સમારંભના ભાષણમાં કહ્યું છે કે ‘સત્યનો સૌથી ઊંચો આદર્શ એ મોટે ભાગે પાશ્ચાત્ય કલ્પના છે,’ અને ‘એમાં શંકા નથી કે પશ્ચિમની નીતિ અંગેની સંહિતાઓમાં, પૂર્વના દેશો કરતાં પહેલેથી જ, સત્યને ઊંચું સ્થાન મળી ચૂકેલું છે. પૂર્વના દેશોમાં સત્યને એવું સ્થાન તો પાછળથી મળેલું છે; ત્યાં તો લુચ્ચાઈ અને કૂટનીતિભરી કરામતને જ હંમેશાં વિશેષ માન અપાતું રહ્યું છે.’

“અમે વાઈસરૉય સાહેબને ભલામણ કરીએ છીએ કે તેઓ કૃપા કરીને સત્ય અને અસત્યની બાબતમાં પ્રાચ્ય શાસ્ત્રો, મહાકાવ્યો અને અન્ય ધાર્મિક તથા નીતિવિષયક ગ્રંથોમાંથી લીધેલાં નીચે ઉતારેલાં લખાણો ધ્યાનપૂર્વક જોઈ જાય; અને તેમને સત્ય પ્રત્યે તથા દેશના લોકો પ્રત્યે કંઈ પણ આદર હોય—જે અમે નિ:સંદેહ માનીએ છીએ કે તેમને છે—તો, તેઓ હિંદુસ્તાનના વાઈસરૉય તરીકે, કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે તથા એક અંગ્રેજ સજ્જન તરીકે તેમના પાયા વગરના અને અપમાનજનક આક્ષેપો પાછા ખેંચી લેવાને માનપૂર્વક બંધાયેલા છે.”(‘ઇન્ડિયન ઓપીનિયન’, ૧-૪-૧૯૦૫. ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૪, પૃષ્ઠ, ૪૪૪-૪૪૯)

એ પછી ગાંધીજીએ લૉર્ડ કર્ઝનનો પ્રતિવાદ કરતાં અનેક પ્રમાણો ટાંક્યાં છે જેમાં ઉપનિષદો, રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, હિતોપદેશ, ગીતા, સીખ, બૌદ્ધ અને કબીરનાં વચનો અને મેક્સમૂલરનો અભિપ્રાય વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીજીના અક્ષરદેહમાં ચાર પાનાંમાં પથરાયેલા લાંબા લેખમાં મૂળ સૂક્તો, મંત્રો, વચનો અને અભિપ્રાય ઉદ્ધૃત કર્યાં છે.

ગાંધીજીનું આ લખાણ વાંચ્યા પછી મારા મનમાં બે સવાલ ઉપસ્થિત થયા હતા. એક તો એ કે ટકોરાબંધ પુરાવાઓનો ઘંટારવ કરવાની જગ્યાએ આવો સાવ હળવો રણકાર! ‘જોઈ જુઓ સાહેબ, અમારે ત્યાં સત્ય વિષે આવું આવું કહેવામાં આવ્યું છે. આ થાળમાં એકાદ ડઝન પ્રમાણોની વાટકીઓ મૂકી છે, ચાખી જુઓ અને ખાતરી કરી લો.’ લૉર્ડ કર્ઝન અસત્યનો ઘંટારવ કરે છે અને ગાંધીજી સત્યનો સંયત રણકાર કરે છે. આમ છતાં ગાંધીજી લૉર્ડ કર્ઝનને એ કહેવાનું ચૂકતા નથી કે “કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે તથા એક અંગ્રેજ સજ્જન તરીકે તેમના પાયા વગરના અને અપમાનજનક આક્ષેપો પાછા ખેંચી લેવાને માનપૂર્વક બંધાયેલા છે.” શબ્દપ્રયોગ ધ્યાનમાં આવ્યો? બંધાયેલા છે. યુ કાન્ટ એસ્કેપ. યુ કાન્ટ રન અવે. જુઠ્ઠું બોલીને હાથ ખંખેરીને જતા ન રહી શકો. સાચી જિગરનો નમ્રતા અને સંયમ સાથે નાભીનાળ સંબંધ હોવો જોઈએ.

બીજો સવાલ એ કે ગાંધીજી અહીં અટકી કેમ ગયા? ધારત તો ગાંધીજી અહીંથી આગળ વધી શક્યા હોત. હજુ વધુ દલીલો કરવા માટે ઘણી જગ્યા હતી. પાશ્ચાત્ય જીવનમૂલ્યો વિષે તેમ જ પશ્ચિમના કહેવાતા શ્રેષ્ઠત્વને પડકારનારી દલીલો થતી આવી છે. ત્યારે પણ થતી હતી અને અત્યારે પણ થાય છે, પણ ગાંધીજી અટકી જાય છે. શા માટે? પણ એનો જવાબ શોધતા પહેલાં પશ્ચિમના શ્રેષ્ઠત્વને પડકારનારી જે દલીલો થાય છે એ જોઈ લઈએ.

બે રીતની દલીલો જોવા મળે છે: 

કેટલાક લોકો દલીલ કરે છે કે પશ્ચિમનું કહેવાતું શ્રેષ્ઠત્વ એ એક પ્રકારનો સાંકૃતિક સામ્રાજ્યવાદ છે. સામે પક્ષે પશ્ચિમમાં પણ ઘણાં લોકો દલીલ કરતા હતા કે પુનર્જાગરણ યુરોપમાં થયું એ અકસ્માત નહોતો. પશ્ચિમની પ્રજા તેને લાયક હતી અથવા ઈશ્વરકૃપા ધરાવતી પ્રજા છે. આમાં બે પ્રકારનું શેષ્ઠત્વ નજરે પડે છે. એક પાશ્ચાત્ય સભ્યતાકીય અને બીજી ઈસાઈ ધાર્મિક. ત્યારે તેઓ એવી પણ દલીલ કરતા હતા કે પશ્ચિમના દેશોએ સંસ્થાનો કબજે કર્યા એ સ્વાભાવિક ક્રમ છે અથવા ઈશ્વરીય (ઈસાઈ) યોજના છે. આપણું દાયિત્વ સંસ્થાનોની પ્રજાને ઈસાઈ બનાવવાનું છે અથવા તેમને ‘સભ્ય’ બનાવવાનું છે. કેટલાક ધાર્મિક ખ્રિસ્તીઓ તેમ જ મિશનરીઓ પહેલા પ્રકારની અને લૉર્ડ મેકોલે જેવા બીજા પ્રકારની દલીલ કરતા હતા.

આની સામે પૂર્વની પ્રજા ઊહાપોહ કરે એ સ્વાભાવિક હતું. તેઓ આને આગળ કહ્યું એમ સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ તરીકે જોતા હતા. સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ રાજકીય સામ્રાજ્યવાદમાં પરિણમ્યો હતો અને આગળ જતા સંસ્થાનવાદમાં પરિણમ્યો હતો. આનો અર્થ એવો પણ થાય કે સાંસ્થાનિક સામ્રાજ્યવાદ સાંસ્થાનિક શોષણમાં પરિણમ્યો હતો. શ્રેષ્ઠત્વના નામે શોષણને અને ઈતર પ્રજાની ગુલામીને ન્યાયી ઠેરવવામાં આવતાં હતાં. સંસ્થાનોમાં આની સામે ઊહાપોહ પેદા થયો હતો અને પશ્ચિમના શ્રેષ્ઠત્વને પડકારવામાં આવ્યું હતું. આનો એક ફાયદો એ થયો હતો કે સંસ્થાનોમાં આપઓળખ વિકસી હતી અને દરેક ગુલામ દેશમાં રાષ્ટ્રવાદ વિકસ્યો હતો. રાષ્ટ્રવાદ બહુમતી કોમવાદ અર્થાત્‌ ફાસીવાદ તરફ દોરી જાય છે અને એ અર્થમાં ખતરનાક છે, પરંતુ ત્યારે શોષિત અને ગુલામ પ્રજામાં ચેતના પેદા કરવા માટે તેની ઉપયોગીતા હતી. આઝાદી માટે જે તે દેશોમાં વિકસેલા રાષ્ટ્રવાદે ભૂમિકા ભજવી હતી. મારી સમજ મુજબ પશ્ચિમના શ્ર્ષ્ઠત્વના જવાબરૂપે પૌર્વાત્યવાદ (ઓરિયેન્ટલિઝમ) ની થીસિસ વિકસી હતી.

હવે પ્રતિવાદનો બીજો પ્રકાર જોઈએ. પૂર્વમાં અને આફ્રિકા તેમ જ દક્ષિણ અમેરિકાના દેશોમાં કેટલાક લોકો પશ્ચિમી સંસ્કૃતિવાદ સામેનો પ્રતિવાદ હજુ આગળ લઈ ગયા હતા. તેઓ દલીલ કરે છે કે રેનેસાંજનક મૂલ્યો કે પાશ્ચાત્ય મૂલ્યો અંતિમ છે અને સાર્વત્રિક છે એવો પશ્ચિમના લોકોનો અને આધુનિકોનો આગ્રહ ક્ષતિગ્રસ્ત છે. અમારી સમૃદ્ધ પરંપરામાંથી ઉદ્દભવેલાં અને અમારાં સમાજમાં સ્થાયી થયેલાં અમારાં પોતીકાં દેશી મૂલ્યો એટલાં જ ચિરંતન છે, જેટલાં પાશ્ચાત્ય મૂલ્યો અને કદાચ તેનાથી પણ વધુ. આવી દલીલો કરવામાં પશ્ચિમના વિદ્વાનો પણ જોડાયા હતા, બલકે તેઓ એમાં અગ્રેસર હતા. પશ્ચિમી સભ્યતાએ વિકસાવેલાં જીવનમૂલ્યો અને રાજ્ય વ્યવસ્થા આબેહૂબ બાકીની પ્રજાએ અપનાવવાં જોઈએ એ દુરાગ્રહ છે. જેમ કે પશ્ચિમની અથવા તો કહેવાતા સભ્ય સમાજની લેન્ગિક સમાનતા કરતાં આદિવાસીઓની લેન્ગિક સમાનતા વધારે મોકળી છે. એ નિર્દંભ છે. આદિવાસીઓના સમાજ નિયમનના કાયદાઓ (કસ્ટમરી લૉઝ) વધારે સરળ અને વ્યવહારુ છે. ભારતની પંચાયત વ્યવસ્થા આધુનિક ન્યાયતંત્ર કરતાં વધારે ઝડપી, સ્વીકાર્ય અને માનવીય છે. પાશ્ચાત્ય મૂલ્યોની તરફેણમાં અમારાં પરંપરાગત મૂલ્યોને નેવે મૂકવાનો આગ્રહ એ આગ્રહ નથી, દુરાગ્રહ છે.

શા માટે પશ્ચિમમાં વિકસેલ લોકતંત્ર અને સેકયુલરિઝમ એના એ સ્વરૂપમાં જગત આખાએ અપનાવવા જોઈએ? તમે વિકસાવેલાં મૂલ્યો અને વ્યવસ્થા આધુનિક અને અમારાં મૂલ્યો અને વ્યવસ્થા પ્રાગ-આધુનિક એવો ચુકાદો આપવાનો અધિકાર તમને કોણે આપ્યો? અમારા દેશમાં સેક્યુલરિઝમનું સ્વરૂપ અમારું પોતાનું હશે. અમારી ધરતીની સાંસ્કૃતિક આબોહવાને માફક આવે એવું હશે. આપણે ત્યાં હિન્દુત્વવાદીઓ સેક્યુલરિઝમને પાશ્ચાત્ય કહીને નકારે છે એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. મુસ્લિમ દેશોમાં પણ લોકતંત્ર, સેક્યુલરિઝમ અને સરવાળે આધુનિકતાને નકારવામાં આવે છે.

ટૂંકમાં પશ્ચિમી સભ્યતાએ વિકસાવેલાં જીવનમૂલ્યો અને રાજ્યવ્યવસ્થા સ્વયંસંપૂર્ણ અને સાર્વત્રિક છે એ વાતને નકારવામાં આવે છે. આધુનિકતાને નામે પશ્ચિમી દેશો સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક આધિપત્ય જમાવવા અને ટકાવી રાખવા માંગે છે એવો આરોપ કરવામાં આવે છે. આધુનિકતાનો વિરોધ કરનારાઓની આ દલીલ મૂળભૂતવાદીઓને તેમ જ કોમવાદીઓને માફક આવે એવી છે એટલે તેઓ પોતાનો અસલી ચહેરો છુપાવવા તેનો આશ્રય લે છે.

ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે પશ્ચિમી આધુનિકતાના આલોચકોની અને મૂળભૂતવાદીઓની વેવલેંગ્થ એક જગ્યાએ ભેગી થઈ જાય છે. મુસોલિનીની, હિટલરની, ઈરાનના ખૌમેનીની, ૧૯૮૭માં રાજસ્થાનમાં રૂપકુંવર સતી થઈ એ ઘટનાની, બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ ઘટનાની, મુસ્લિમ મૂળભૂતવાદીઓની તરફેણ કરનારી થીસિસો તૈયાર થઈ છે. તેને પશ્ચિમી રેડારની બહાર જીવવા  માંગતા લોકોના આધિકાર અને જદ્દોજહદ તરીકે જોવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેને પશ્ચિમના નકાર તરીકે જોવામાં આવે છે.

પણ ગાંધીજી આમાંની કોઈ દલીલ કરતા નથી. શા માટે?

કારણ કે આ બન્ને પ્રકારની દલીલો ‘અમે’ અને ‘તમે’ની છાવણીઓ રચે છે અને ગાંધીજી સત્યને તેમ જ કરુણાને છાવણીથી ઉપર જુએ છે. જેમ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાનો વ્યવહાર હોવો જોઈએ. આ વાત પહેલાં તમે કહી કે અમે પહેલાં કહી એનું કોઈ મૂલ્ય નથી, મૂલ્ય મૂલ્યનું છે. જો અમે અને તમે બન્ને આ બાબતે સમંત હોઈએ તો એ આપણું થઈ ગયું. કોઈ પણ માણસનું શોષણ ન કરવું જોઈએ અને શોષણરહિત સમાજની રચના કરવી જોઈએ એ મૂળભૂત માનવીય મૂલ્ય છે. એ વાત કોણે પહેલાં શીખવી એનું મૂલ્ય નથી. જો જગતની દરેક પ્રજા આને સ્વીકારતી થઈ જશે ત્યારે એ આપણું મૂલ્ય થઈ જશે. ધર્મ એ માણસની અંગત બાબત છે અને તેને સંખ્યાથી, રાજકારણથી, ચોક્કસ પ્રકારની જીવનશૈલીના આગ્રહોથી મુક્ત રાખવો જોઈએ એમ જો તમે માનતા હોય તો એ આપણું સહિયારું સેક્યુલરિઝમ થઈ ગયું.

દરેક સમાજમાં એવું કેટલુંક હોય છે જેને માટે એ ગર્વ લઈ શકે અને એવું પણ કેટલુંક હોય છે જેનાં માટે શરમાવું પડે. ગાંધીજી હિન્દુ ધર્મ માટે અને પોતે હિન્દુ હોવા માટે ગર્વ લેતા હતા, પરંતુ એ સાથે અસ્પૃશ્યતા માટે શરમ પણ અનુભવતા હતા. માનવીય ગૌરવની સ્થાપના કરે એ અપનાવવું જોઈએ અને શરમાવે એવી ચીજો છોડવી જોઈએ પછી એ ગમે તેની હોય. એટલે તો તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન ભાષણમાં બ્રિટિશ ગવર્નરને કહ્યું હતું કે જો ડરતા હો તો તમારે માટે શરમાવા જેવું છે અને અમારાથી ડરતા હો તો અમારા માટે શરમાવા જેવું છે. ડરવું અને ડરાવવું એ બન્ને શરમ છે. નિર્ભયતા અને દરેકનું પોષણ તેમ જ રક્ષણ આપણાં છે.

ટૂંકમાં, છાવણીઓ રચવાની જરૂર જ શું છે જ્યારે સરોકાર સહિયારો હોય? ઊલટું છાવણીઓ નિસબતને નિરસ્ત કરે છે, જેની કિંમત દબાયેલાઓને અને છેવાડેના માણસોને ચૂકવવી પડતી હોય છે. એટલે તો ગાંધીજી લૉર્ડ કર્ઝનને મહેણાંટોણાં માર્યા વિના અત્યંત નમ્રતાથી કહે છે કે સાહેબ, તમારી વાત ખોટી છે; આ રહ્યા પુરાવા. હવે જ્યારે એક અંગ્રેજ તરીકે સત્યાનુરાગી હોવાનો દાવો કરો તો તમારે ભૂલ સ્વીકારવી જોઈએ.

પણ પ્રજા હજુ છાવણીઓ વિના જીવતાં શીખી નથી. આપઓળખ હજુ નવી નવી થઈ છે એટલે તેનો મોહ છે અને મોહ છે માટે આગ્રહો છે. ધર્મગુરુઓ અને રાજકારણીઓ તેનો લાભ લે છે. દુઃખ એ વાતનું છે કે વિદ્વાનો પણ ઓળખના આગ્રહોની થીસિસો રચે છે. અહીં ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે. જ્યાં અસત્ય અને અન્યાય હોય એ નિંદનીય તેમ જ ત્યાજ્ય છે અને જે શુભ છે એ આપણું છે. તેનાં સમાજિક-ભૌગોલિક મૂળ તપાસવાની જરૂર નથી.  

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2018

Loading

...102030...2,9552,9562,9572,958...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved