
૨૫ નવેમ્બર, ૨૦૧૯માં ચિલેમાં હજારો મહિલાઓએ રસ્તા પર સ્ત્રી વિરુદ્ધ માળખાકીય હિંસા, વિશેષ કરીને બળાત્કાર વિરુદ્ધ જાહેર દેખાવ કરીને ‘A rapist in your path’, જેને ‘The rapist is you’ તરીકે પણ ઓળખાય છે (સ્પૅનિશ શિષર્ક : Un violador en tu camino) ગીતની ભજવણી કરી જેના પડઘા વિશ્વ આખાની મહિલાઓએ ઝીલ્યાં.
પિતૃસત્તા અમારો ન્યાયાધીશ
જન્મથી એની કેદમાં અમે
અને અમારી સજા
એ હિંસા છે જે તમે જોતા નથી.
પિતૃસત્તા અમારો ન્યાયાધીશ
જન્મથી એની કેદમાં અમે
અને અમારી સજા
એ હિંસા છે જે તમે જોઈ શકો છો
મારી સ્ત્રીહત્યા
મારા હત્યારા માટે સજામુક્તિ.
અમારી અદૃશ્યતા.
છે બળાત્કાર એ!
ના મારો વાંક, ના હું જ્યાં હતી એનો, ના મારાં વસ્ત્રોનો.
ના મારો વાંક, ના હું જ્યાં હતી એનો, ના મારાં વસ્ત્રોનો.
ના મારો વાંક, ના હું જ્યાં હતી એનો, ના મારાં વસ્ત્રોનો.
ના મારો વાંક, ના હું જ્યાં હતી એનો, ના મારાં વસ્ત્રોનો.
બળાત્કારી હતા તમે
બળાત્કારી છો તમે
છે પોલીસ એ,
છે ન્યાયાધીશ એ,
છે તંત્ર એ,
છે રાષ્ટ્રપ્રમુખ એ,
છે દમનકારી આ રાજ્ય પુરુષોચિત બળાત્કારી.
છે દમનકારી આ રાજ્ય પુરુષોચિત બળાત્કારી.
બળાત્કારી છો તમે
બળાત્કારી છો તમે
ઊંઘ નિરાંતે, નિર્દોષ કન્યા
ડાકુની બીક રાખીશ મા
સ્મિત ફરકાવતા ને મીઠા તારાં સપનાં પર
પહેરો ભરે છે પોલીસનો તારો પ્રેમાળ સિપાઈ
બળાત્કારી છો તમે
બળાત્કારી છો તમે
બળાત્કારી છો તમે
બળાત્કારીછો તમે
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()



ઉત્તર : અમદાવાદમાં મારો જન્મ અને ઉછેર, અને ત્યાં શરૂઆતના પાયાનાં વર્ષોની મારી નિશાળ શારદામંદિર, ત્યાર પછી હાઇ સ્કૂલ માટે હું બેંગ્લોરની વેલી સ્કૂલ, જે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, એમાં ગઈ. ત્યાં મેં ફાઈન આર્ટસ અને હ્યુમેનિટીઝનો અભ્યાસ કર્યો. ઘરનાં વાતાવરણ ઉપરાંત બાળપણમાં ગીત-સંગીત માટેનો પ્રેમ, માતૃભાષા માટેનો પ્રેમ, એ બધાનાં મૂળિયાં શારદા મંદિરમાંથી જ નંખાયાં. અને ૯-૧૦ વર્ષની ઉંમરથી જ મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. એટલે અમદાવાદ છોડીને દક્ષિણમાં વેલી સ્કૂલમાં જવાનું થયું ત્યાં સુધીમાં કલાઓમાં મારો રસ પાકો થયો હતો અને હ્યુમેનિટીઝ ભણવાનો મારો પાયો નખાઇ ચૂક્યો હતો. પણ વેલી સ્કૂલમાં વિતાવેલો સમય એ મારે માટે મોટા અને મહત્ત્વનાં પરિવર્તનનો સમય હતો. ત્યાં જંગલ, જમીન, પ્રાણીઓ અને પ્રકૃતિની વચ્ચે રહીને શીખવાથી અને ખાસ તો નિશાળની શિક્ષણ પદ્ધતિથી અને એ કલ્ચરે મારું જીવન વિશેનું અને શિક્ષણ વિશેનું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું. શિક્ષણ પ્રત્યેની જીદ્દુ કૃષ્ણમૂર્તિની વિભાવનાથી હું તે વખતે અને પાછળથી મારી અંગત જીવનયાત્રા દરમ્યાન પણ, ખૂબ પ્રભાવિત રહી છું. ત્યાં બહુ જ સુંદર લેન્ડસ્કેપ છે, પ્રકૃતિનું શિક્ષણમાં કેટલું બધું મહત્ત્વ છે એ સભાનતા સાથે બનેલી આ સંસ્થા છે. ત્યાનો પરિસર જ એક બાળક માટે કે એક યુવાન માટે સૌથી મોટો શિક્ષક હતો. ત્યાની પદ્ધતિ સ્લેફ-સ્ટડીના પાયા પર રચાયેલી હતી. સાથે સાથે શાંત રહેવું, મૌન સાધવું, કલાઓનું મહાત્મ્ય, જાત વિશે સજાગતા અને જાત-તપાસ કરતાં રહેવું, જાત સાથેનો રોજબરોજનો જે સંબંધ છે એ વિકસવાનો અવકાશ …. આવું ઘણું બધું મને અહીંથી મળ્યું. એટલે હું બહુ જ ભાગ્યશાળી રહી.
ઉત્તર : કલા અંગે મારી જે સમજ, અભ્યાસ કે જે થોડો-ઘણો અનુભવ છે તે પરથી હું એમ સમજી છું કે કલા એક માર્ગ, એક માધ્યમ, એક વાહન છે જેના થકી અસ્તિત્વ વિશેની સમજ ઘડવાનો એક દૃષ્ટિકોણ કેળવાય. પણ કલાની વ્યાખ્યા કહીને કરવી મને અઘરી લાગે છે. એ વિચારી શકાય, વર્તી શકાય, અનુભવી શકાય, તો એ વધુ સમજી શકાય. પણ એટલું ખરું કે કલાનાં કોઇપણ માધ્યમ પાસે એક વ્યવસ્થા ઊભી કરવાની શક્તિ રહેલી છે. વ્યક્તિને વ્યવસ્થા તરફ લઇ જવાની ક્ષમતા કલામાં છે – એક એવી વ્યવસ્થા જે આપણે પ્રકૃતિમાં, પ્રાણીઓમાં, કે બ્રહ્માંડની ગતિવિધિઓમાં જોઈએ છીએ.
ઉત્તર : હા, ખૂબ જ. રસોડું એ મારા માટે બહુ મહત્ત્વનું છે. રસોઈ કામ એ બધું મને બહુ જ ગમે છે. રસોઈની પ્રક્રિયા ઘણી રીતે કલાસર્જનની પ્રક્રિયા જેવી છે. જેટલું ધ્યાન મારું સંગીતમાં છે એટલું જ ધ્યાન આ બધી પ્રવૃત્તિઓમાં છે. એટલે મારે માટે આ બધું જ જીવન જીવવાની પ્રક્રિયા છે. હું શાકાહારી છું એટલે દેશ-વિદેશની શાકાહારી વાનગીઓ બનાવું છું. હું ઘણાં સલાડ બનાવું છું. એ સિવાય મેં એક શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મેં એ બનાવી છે. એમાં પાંચ વિભાગો છે. એમાં કલાઓ અને સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે સમાજવિદ્યાઓનું એકીકરણ કરીને એમને જોવાં, અને કલા વિશેના અત્યારે દૃઢ થયેલા છે એની સામે પ્રશ્નો કરવાની નવી રીત, એ પ્રકારનાં શિક્ષણના એકમો મેં તૈયાર કર્યા છે. એટલે હું એમાં પણ કામ કરું છું. એ સિવાય બાગકામ, ખેતીકામ શીખું છું. સ્કેચ બનાવવા, ચિત્રો બનાવવામાં પણ મને પહેલેથી રસ છે. વાંચન-લેખન …. એ બધી મારા દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ છે.