Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારને સત્ય સાથે ભાગ્યે જ બને છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 July 2021

આરોગ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં 20 જુલાઈએ એવો દાવો કર્યો છે કે રાજ્યોમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. દેખીતું છે કે વિપક્ષોને એનો વાંધો પડે જ. પ્રજા ભક્તિભાવને કારણે આનો વાંધો ન ઉઠાવે તે સમજી શકાય, પણ તે બરાબર જાણે છે કે તેની આસપાસ એપ્રિલ, 2021માં ઓક્સિજન ન મળવાને કારણે ઘણાં લોકો મોતને ઘાટ ઊતર્યાં છે ને પ્રજા ઓક્સિજન માટે કેવી રઘવાઈ થઈને આમથી તેમ અટવાતી હતી ! સરકાર પોતે પણ જાણે છે કે તે સાચું ચિત્ર પ્રજા સમક્ષ નથી મૂકી રહી. જો કે, તે પૂરેપૂરી ખોટી નથી.

હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું હોય તો પણ, ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ – એમ લખાતું નથી, એનું કારણ આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઈડલાઇન છે. ગાઈડલાઇનમાં સ્પષ્ટ નિર્દેશ છે કે મૃત્યુનાં કારણમાં ‘હાઇપોક્સિયા’ કે ‘રેસ્પિરેટરી એરેસ્ટ’ એવું લખાય નહીં. એટલે આરોગ્ય રાજ્ય મંત્રી ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ થયું નથી, એમ જાહેર કરે તે સમજી શકાય પણ, આરોગ્ય રાજ્ય મંત્રી આઇ.સી.એમ.આર.ની ગાઈડલાઇન ન જાણતા હોય એવું તો કેમ માનવું? એમને એ તો ખબર હોય જ કે ગાઈડલાઇન પ્રમાણે મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછત ડેથ સર્ટિફિકેટમાં તો કોઈ બતાવવાનું જ નથી. એ પણ જવા દઈએ, પણ મંત્રીશ્રી મીડિયામાં આવતા સમાચારો પણ નહીં જાણતા હોય એ કેવું? આંધળાને પણ દેખાય એવી વાત હોય જેમાં આખો દેશ મહામારીને કારણે ઓક્સિજનની અછતથી પીડાયો હોય ને એ ન મળતા અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવમાં ઢગલો મૃત્યુ થયાં હોય તો સરકાર એવું જ્ઞાન કેવી રીતે કેળવી શકે કે ઓક્સિજનની અછતમાં એક પણ મૃત્યુ થયું નથી? કોરોના હોય છતાં મરનારને બીજા રોગથી મૃત્યુ થયાંનાં પ્રમાણપત્રો અપાતાં હોય તો ઓક્સિજનની અછતને બદલે મૃત્યુનાં કારણો બીજાં અપાય એવું ના બને? પણ, સરકાર છુપાવવું એને જ સત્ય માને છે.

ભારતે જ નહીં, વિશ્વના ઘણા દેશોએ મૃત્યુના આંકડા છુપાવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રમતો કરી છે, પણ આખું કોળું દાળમાં જવા દીધું નથી. ભારત એમ કહેતું હોય કે ઓક્સિજનની અછત સર્જાઈ જ નથી, તો ઓક્સિજન રેલવે દ્વારા પહોંચાડવાની જરૂર ઊભી કેમ થઈ કે ઓક્સિજનના પ્લાંટ્સ નાખવાનું કેમ ચાલ્યું ને ત્રીજી વેવના સ્વાગત માટે ઓક્સિજનની અછત ઊભી ન થાય એ માટેની તૈયારીઓ શોખ ખાતર કરવામાં આવી છે, એમ માનવાનું છે? જે સત્ય જગજાહેર હોય તેના પર ઢાંકપિછોડો ન કરાય, પણ સરકાર એ કરી રહી છે અને વિરોધને મામલે સરકાર એવું માને છે કે એ તો વિપક્ષોની સરકારને બદનામ કરવાની ચાલ છે. સરકારે એ ભ્રમમાંથી બહાર આવી જવાની જરૂર છે કે તેનો વિરોધ વિપક્ષ જ કરે છે. કોરોના કે મોંઘવારી વિપક્ષને જ લાગે છે એવું નથી. એ સામાન્ય માણસને પણ લાગે છે ને એને બધું દેખાય છે ને સમજાય પણ છે એટલે સરકાર કહે કે ઓક્સિજનની અછતથી મૃત્યુ થયું જ નથી તો તેને ખબર પડે છે કે સરકાર મૂરખ બનાવે છે. સરકાર કહે કે ભા.જ.પ.ની જ નહીં, પણ વિપક્ષની સરકારે પણ ઓક્સિજનની અછતથી થયેલાં મૃત્યુના આંકડા નોંધ્યા નથી તો એ પણ વિપક્ષી સરકારની ભૂલ જ છે ને આંકડા ન નોંધાય તેથી મૃત્યુ થયાં જ નથી એવું સરકાર ભલે માને, પ્રજા નહીં માને, કારણ, ઓક્સિજનના અભાવમાં મરતાં સ્વજનો સરકારે જોયાં નથી, એ પ્રજાએ જોયાં છે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુ, બિહારની સરકારે પણ કેન્દ્ર્નો જ રાગ આલાપતા કહ્યું છે કે તેમનાં રાજ્યમાં પણ ઓક્સિજનના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી. એમાં દિલ્હીની આપ સરકારનો સૂર જુદો છે. તેનું કહેવું છે કે તેમનાં રાજયમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ થયાં જ છે. શિવસેનાના એક સાંસદે તો ત્યાં સુધી કહ્યું કે જેમના સંબંધી ઓક્સિજન ન મળવાને કારણે ગુજરી ગયા હોય એમણે કેન્દ્ર સરકારને કોર્ટમાં લઈ જવી જોઈએ. આ મામલે વિપક્ષોએ સંસદમાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની વાત પણ કરી છે. કેન્દ્ર સરકાર ગમે એટલાં નાટક કરીને સત્ય છુપાવવાની કોશિશ કરે, પણ દિલ્હી, ગોવા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, હરિયાણા જેવાં રાજ્યોમાં આશરે બસો જેટલી વ્યક્તિઓએ ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવ્યાનું છાપે ચડેલું જ છે, એ શું કેન્દ્રને દેખાતું નથી કે તેણે જોવું નથી?

ગુજરાતમાં ભા.જ.પ.નું શાસન છે એટલે તેના મુખ્ય મંત્રી કેન્દ્રની આરતી ઉતારે તે સમજી શકાય એવું છે. તેમણે પણ પીપૂડી વગાડી છે કે રાજ્યમાં એક પણ મૃત્યુ ઓક્સિજનના અભાવમાં થયું નથી. સાહેબ આવું અગાઉ પણ બોલી ચૂક્યા છે. ગુજરાત સરકારને ટાઢા પહોરની હાંકવામાં કોઈ પહોંચે એમ નથી. એપ્રિલમાં આખા રાજ્યની ઘાત ચાલતી હતી ત્યારે મુખ્ય મંત્રી એક તરફ ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા હતા ને બીજી તરફ બીજેથી ઓક્સિજન મેળવવાની ને ઓક્સિજન પ્લાન્ટ નાખવાની વાત કરતા હતા. અહીં સવાલ એ થાય કે જથ્થો પૂરતો હતો તો પ્લાન્ટ નાખવાની કે બીજેથી મેળવવાની વાત કેમ કરવી પડી? મુખ્ય મંત્રી ભલે કહેતા હોય કે ઓક્સિજનની કમીને કારણે કોઈ મર્યું નથી, પણ બનાસકાંઠામાં ઓક્સિજનનો પુરવઠો અચાનક ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા એ વાત સિફતથી ભૂલી જવાઈ છે. સાહેબ એ પણ ભૂલી ગયા કે પૂરતી માત્રામાં ઓક્સિજન ના હોવાને કારણે સુરતની બે મોટી હોસ્પિટલો, સ્મીમેર અને સિવિલ, બંધ કરી દેવાઈ હતી. સાહેબને એ યાદ છે કે સુરતના લોકો ઓક્સિજન માટે વલખાં મારતાં હતાં ને હજીરાથી ટનબંધી ઓક્સિજન મધ્ય પ્રદેશ મોકલાયો હતો? ગુજરાત સરકારે જ કબૂલ કર્યું છે કે માર્ચ- એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાં હતાં. ત્યારે તો કોરોનાની શરૂઆત હતી, ને બધાં જ કૈં કોરોનાથી નહીં જ મર્યાં હોય, પણ ત્યારે પણ આંકડા છુપાવવાનું તો ચાલતું જ હતું ને આ કબૂલાત પણ વરસેક પછી થઈ હતી એટલે સાચું ના કહેવું એ રોગ તો કોરોના પહેલાંથી સરકારોને વળગેલો છે, પછી ઓક્સિજનની અછતને મામલે સરકાર સાચું બોલે એવી તો આશા જ કેમ રાખી શકાય? આમ આંખ આડા કાન કરવા જતાં કોઈ વાર કાન આડી આંખ થઈ જશેને તો ખુરશી દેખાતી બંધ થઈ જશે તે ભૂલવા જેવું નથી. એ ખરું કે ખોટું બોલવાથી પક્ષમાં પૂજા થાય, પણ પ્રજામાં તો વગોવણી જ થાય !

એપ્રિલ-મેમાં રોજના સાડાત્રણ લાખ લોકો દેશમાં સંક્રમિત થતા હતા, ત્રણેક હજાર જીવો જતા હતા, ઓક્સિજનની અછતને કારણે બે જ દિવસમાં 50 કોરોના દરદીઓએ જીવ ગુમાવ્યા હતા, દેશ કે રાજ્યમાં કોઈ આરોગ્ય મંત્રી છે કે કેમ તેની ય ખબર પડતી ન હતી, મીડિયા વારંવાર ઓક્સિજનની અછત અંગે ધ્યાન ખેંચતું હતું તે ત્યાં સુધી કે કોર્ટે સરકારને કહેવું પડ્યું કે ગમે તે કરો, પણ ઓક્સિજન લાવો, દિલ્હી કોર્ટે તો તારસ્વરે કહ્યું કે ઓક્સિજન સપ્લાયમાં જે કોઈ અડચણ ઊભી કરશે એને ફાંસી આપી દઇશું ને કેન્દ્ર સરકાર ઓક્સિજન એક્સ્પ્રેસ દોડાવવા કટિબદ્ધ થઈ તે બધું સમુસૂતરું ચાલતું હતું એટલે? કેન્દ્ર ભૂલકણું હોય તો તે પાછલી તારીખનો રેકોર્ડ જોઈ શકે ને તે પ્રમાણે હકીકતની જાણ પ્રજાને કરી શકે. તે એવું બેજવાબદારી ભર્યું વિધાન કરી જ કેવી રીતે શકે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી? ઓક્સિજન વગર લોકો મર્યાં છે ને મર્યાં પછી પણ લાઇનમાં ઊભા રહ્યાં છે કે ગંગામાં ખડકાયાં છે. આ બધું ભૂલી જવાય એવું છે? લોકોએ સ્વજનો ગુમાવ્યાં છે તે સરકારની બે પાંચ લાખની (સ)હાય મળે એટલે? લોકોને પૈસાની જરૂર છે તે આવક ઘટી છે ને મોંઘવારી વધી છે એટલે, તો પણ તેણે સ્વજનની લાશ પર કમાણીની આશા રાખી નથી. લોકોને તો એટલું જ છે કે સરકાર હોય તે હકીકત જણાવે.

પણ, સરકાર એવું કરતી નથી. લોકો કહે છે કે સરકારે સત્ય છુપાવવું જોઈએ? જો નહીં, તો કોના ડરે સરકાર સાચું નથી કહેતી? સાચું કરવા જતાં કોઈ સરકાર ગબડી હોય એવું ધ્યાનમાં નથી ને ખોટું કરવાથી તો ગબડી જ છે ! સિત્તેર વર્ષ શાસન કરવા છતાં જો કૉન્ગ્રેસની સરકાર ના રહી હોય તો ભા.જ.પ.ની સરકારે પણ એ ધ્યાનમાં લેવાનું રહે કે મોડું કે વહેલું ટકે તો સત્ય જ છે. સત્યથી દૂર તે સત્તાની નજીક – એવું લાગતું હોય તો પણ તે સાચું નથી. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જુલાઈ 2021

Loading

બચાવ ગમે તેટલો કરો પણ પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 July 2021

સતાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી, એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને માફક એવા એવા સમાજની રચના અમે કરી આપીશું અને તમને માફક ન આવે એવા લોકો ઉપર અમે નજર રાખીશું, બોલો આની સામે અમને શું મળશે. અથવા સામે છેડેથી સત્તાધીશો કહેશે કે તમારે અમને માફક એવા સમાજની રચના કરી આપવાની છે અને માફક ન આવે એવા લોકોની ગતિવિધિની રજેરજ માહિતી આપવાની છે, બોલો શું લેશો? જગત આખામાં આ રીતની ભાગીદારી વિકસી રહી છે અને લોકતંત્ર ક્યારે ય નહોતી અનુભવી એટલી ભીંસ અનુભવી રહ્યું છે.

આવી જ ભાગીદારી ટેકનોલોજી ડેવલપ કરનારાઓ અને પૂંજીપતિઓ વચ્ચે પણ વિકસી રહી છે. પૂંજીપતિઓ ટેકનોલોજીસ્ટોને કહે છે કે તમારે આ ધરતી ઉપર વિચરતા પ્રત્યેક ‘કામના’ માણસના વિચાર, વ્યવહાર, પ્રાથમિકતા, પસંદગી-નાપસંદગી વિશેની માહિતી આપવાની છે. એમાંથી કેટલાક લોકોને નોખા તારવી આપવાના છે અને અમે કહીએ એ મુજબ એ લોકોને એક ખાસ પ્રકારના બીબાંમાં ઢાળવાના છે. તમારે એક મુક્ત રીતે વિચારતા માણસને ખાસ પ્રકારે વિચારતા અને વર્તતા ગ્રાહકમાં ફેરવી આપવાનો છે, બોલો શું લેશો? ‘કામના’ લોકો એ છે જેની પાસે પૈસા છે અને બજારમાં ક્રયશક્તિ ધરાવે છે. તેઓ નાણાં વિનાના ‘નકામા’ માણસોને પણ નોખા તારવી આપે છે કે જેથી તેમને વિકાસના માર્ગમાંથી દૂર હડસેલી શકાય. 

આવા દિવસોની કલ્પના તો ‘૧૯૮૪’ નામની જગવિખ્યાત કૃતિના કર્તા જ્યોર્જ ઓરવેલે પણ નહોતી કરી. માનવીને સુવિધાને નામે મોકળાશ આપવામાં આવી રહી છે અને સામે સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે અને તેને તેનું ભાન પણ નથી! જગતમાં સત્તાધીશો, પૂંજીપતિઓ અને નજર રાખનારી ટેકનોલોજી વિકસાવનારા ટેકનોલોજીસ્ટો વચ્ચે ભાગીદારીનો ત્રિકોણ વિકસ્યો છે અને તેમાં વ્યક્તિગત જીવન અને જાહેરજીવનનો ભોગ લેવાઈ રહ્યો છે.

ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રુપ નામની કંપનીએ પેગેસસ સ્પાઈવેર વિકસાવ્યો છે જે પૈસા લઈને જાસુસી કરી આપવાનું કામ કરે છે. એન્ડ્રોઇડ હોય કે આઈ.ઓ.એસ., કોઈ પણ સીસ્ટમના મોબાઈલમાં આ સ્પાઈવેર પ્રવેશીને જાસૂસી કરી શકે છે. આઈ.ઓ.એસ. સિસ્ટમ વાપરતા એપલના મોબાઈલ પણ પેગેસસ સ્પાઈવેર સામે સુરક્ષિત નથી એની કબૂલાત એપલના સંચાલકોએ કરવી પડી છે. અત્યારે સુધી એપલના માલિકો દાવો કરતા હતા કે એપલના આઈફોન કોઈ પણ સ્પાઈવેર સામે સુરક્ષા આપે છે. હવે વાત બહાર આવી છે કે એન.એસ.ઓ. કંપનીના પેગેસસ સ્પાઈવેર ભારતમાં કેટલાક લોકોના મોબાઈલમાં પ્રવેશીને જાસૂસી કરતા હતા. જગતના બીજા પંદરેક દેશોમાં પણ કંપની તેના સ્પાઈવેર દ્વારા જાસૂસી કરતી હતી. જેમના ઉપર જાસૂસી કરવામાં આવતી હતી એમાં આજી-માજી શાસકો, વિરોધ પક્ષોના નેતાઓ, પત્રકારો, જજો, ચાવીરૂપ જગ્યાએ બેસેલા અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં જેમના ઉપર જાસૂસી કરવામાં આવી હતી એ નામ સૂચક છે. મોટા ભાગના લોકો એવા છે જેનો સીધો સત્તા અને ચૂંટણી સાથે સંબન્ધ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે વર્તમાન સત્તાધીશોના પ્રતિસ્પર્ધી છે. પ્રશાંત કિશોર જે ચૂંટણી જીતાડી આપવાનું કૌશલ ધરાવે છે અને હવે બી.જે.પી.ના વિરોધી હોય એવા પક્ષો માટે કામ કરે છે. ચૂંટણી પંચના ભૂતપૂર્વ આયુક્ત અશોક લવાસા જેમણે ચૂંટણીકીય આચારસંહિતાનો ભંગ કરવા છતાં ય આંખ આડા કાન કરીને બી.જે.પી.નો પક્ષપાત કરવા માટે ચૂંટણી પંચના બીજા બે આયુકતો સામે વાંધો લીધો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની હતી. કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)ના નેતાઓની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જે.ડી.એસ.ની સરકાર તોડવાની હતી. મધ્ય પ્રદેશમાંથી આવતા બી.જે.પી.ના પોતાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ પટેલ, કારણ કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર તોડવાની હતી અને પ્રહ્લાદ પટેલની વફાદારી શંકાસ્પદ હતી. રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પી.એ.ની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વસુંધરા રાજે ગેહલોતની સરકારને તોડવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં હતાં. આ સિવાય સરકારની આલોચના કરનારા પત્રકારો અને બીજા કર્મશીલો. આમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર રીતિકા ચોપરાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી પંચને કવર કરે છે.

જેમના ઉપર જાસૂસી કરવામાં આવી છે એનાં નામ ઉપર નજર કરશો તો એક વાત તરત ધ્યાનમાં આવશે જેના વિષે મેં આ કોલમમાં અનેકવાર કહ્યું છે. દેશના વર્તમાન સત્તાધીશોને માત્ર અને માત્ર સત્તામાં રસ છે, શાસનમાં નથી. કોઈ પણ ભોગે મેળવેલી સત્તા હાથમાંથી ન જવી જોઈએ અને જે રાજ્યોમાં સત્તા નથી તે કોઈ પણ માર્ગે હાથ કરવાની છે. તેમને જાણ છે કે માથાભારે હિંદુ રાષ્ટ્ર તો જ સ્થાપી શકાય અને ટકાવી શકાય જો અમર્યાદિત સત્તા હાથમાં હોય.

અને હા, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને અત્યારે રાજ્ય સભાના સભ્ય રાજન ગોગોઈને કેમ ભૂલાય. ના તેમની જાસૂસી કરવામાં નહોતી આવી, પરંતુ સર્વોચ્ચ અદાલતની એ મહિલા કર્મચારીની જાસૂસી કરવામાં આવી હતી જેણે ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપર શારીરિક છેડછાડ અને બદતમીજીનો આરોપ કર્યો હતો. એ સાધારણ છોકરીની શા માટે જાસૂસી કરવામાં આવી હશે? જરાક અક્કલ દોડાવશો તો જવાબ મળી રહેશે. ન્યાયમૂર્તિ ગોગોઈ સામે જે દારૂગોળો મળવાનો હતો એ પેલી છોકરી પાસેથી અને તેના સગાં તેમ જ સાથી કર્મચારીઓ પાસેથી મળવાનો હતો. ગોગોઈએ તો એ દારૂગોળાથી ડરીને અનુકૂળ ચુકાદો લખી આપવાનો હતો અને લખી પણ આપ્યો!

કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે જાસૂસીની વાત ભારતને, ભારત સરકારને અને ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. કેન્દ્રના નવા નિયુક્ત થયેલા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વિષ્ણૌ સંસદમાં ખુલાસો કરતા હતા ત્યારે એ જ સમયે લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે સમાચાર ફ્લેશ કર્યા હતા કે આ અશ્વિની વૈષ્ણૌ પર પણ જાસૂસી કરવામાં આવી હતી. શા માટે એ સમજાતું નથી. કદાચ તેમની વફાદારી ત્યારે શંકાસ્પદ હશે.

ખુલાસો ગળે ઉતરે એવો નથી અને એનાં કારણો છે. આ જગતમાં લોકતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, મૂલ્યવ્યવસ્થા, વોચડોગ ઇન્સ્ટિટ્યૂશન ભીંસમાં હોવા છતાં હજુ તે ટકી રહ્યાં છે અને સતત ઊહાપોહ કરતાં રહે છે. તેમના પ્રયત્નોના પરિણામે ૨૦૧૩ની સાલમાં વાસેનાર એરેન્જમેન્ટ તરીકે ઓળખાતી સુરક્ષાને લગતી બહુરાષ્ટ્રીય સંધિમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સહિત જગતનાં ૪૦ કરતા વધુ દેશોએ તેના ઉપર સહી કરી છે. એ સુધારો એવો છે કે શસ્ત્રોની સાથે એવી ટેકનોલોજીના વેચાણ ઉપર પણ નિયંત્રણ અને નિયમન લાદવામાં આવે જેનો ભલા અને નિર્દોષ લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. સ્પાઈવેર ટેકનોલોજી આવી છે. તેનો દેશની સુરક્ષા સામે ખતરો પેદા કરનારા ત્રાસવાદીઓ ઉપર જાસૂસી કરવા માટે પણ ઉપયોગ થઈ શકે અને રાજકીય કે વૈચારિક વિરોધી સામે પણ થઈ શકે.

આવો દુરુપયોગ રોકવા માટે ૨૦૧૩માં વાસેનાર સમજુતીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હવે પછી જે કંપનીએ આ રીતની ટેકનોલોજી વિકસાવી હોય તેણે અને જે દેશમાં આ ટેકનોલોજી વિકસી હોય એ દેશની સરકારે જેને આવી ટેકનોલોજી વેચી કે આપી હોય તેની પાસેથી દુરુપયોગ કરવામાં નહીં આવે તેની બાંયધરી લેવી પડશે, એટલું જ નહીં, પણ તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો તેના પર નજર પણ રાખવાની રહેશે. સુધારેલી વાસેનાર સમજુતીમાં જેનો દુરુપયોગ થવાની સંભાવના હોય એવી ટેકનોલોજીને ‘શસ્ત્ર’ તરીકે ઓળખાવમાં આવી છે અને તેને શસ્ત્રની કેટેગરીમાં મુકવામાં આવી છે. માટે પેગેસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે ભારત સરકારને વાસેનાર સમજુતી મુજબ શુભ ઉદ્દેશ માટે ટેકનોલોજી આપી હતી. પણ નિયમનનું શું? કંપનીએ નૈતિક મર્યાદા પાળવામાં એટલી છૂટછાટ લીધી છે અને ઢીલ બતાવી છે કે તે હવે ટકી શકે એમ નથી. કંપની સામે અબજો ડોલર્સના નુકસાન ભરપાઈના કેસ ચાલી રહ્યા છે જેમાં તે  ઊઠી જવાની છે.

ઇઝરાયેલની સરકાર તેની જવાબદારીથી બચી ન શકે. ખબર છે? ૨૦૧૭ના જુલાઈ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા એ પછી તરત એટલે કે એ દિવસથી આ સ્પાઈવેરનો દુરુપયોગ સાથે ઉપયોગ શરૂ થયો. આ યોગાનુયોગ ન હોઈ શકે. હવે ઇઝરાયેલમાં સરકાર બદલાઈ ગઈ છે અને ઇઝરાયેલની સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે.

પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે. ૧૯૭૨માં પ્રમુખપદની ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટીના અમેરિકન પ્રમુખ અને બીજી વખતના ઉમેદવાર રિચર્ડ નિકસને ડેમોક્રેટિક પાર્ટીના વડા મથકમાં જૌસૂસીયંત્રણા ગોઠવી હતી. એ કૌભાંડ સાબિત થયું હતું અને છેવટે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જુલાઈ 2021

Loading

देशद्रोहियों का देश

कुमार प्रशांत|Opinion - Opinion|22 July 2021

पेगासस जासूसी के मामले में कौन किस तरफ खड़ा है, यह पता कब चलेगा यह तो पता नहीं लेकिन इससे यह तो पता चला ही है कि देश के हर कोने में देशद्रोही जड़ जमाए बैठे हैं. अगर सरकार नहीं तो कोई है जो विदेशी ताकतों की मदद से देशी देशद्रोहियों का काम तमाम करने में लगा है. लेकिन सरकार की जानकारी के बिना यदि कोई ऐसा कर पा रहा है तो खतरा यह है कि वह देश का काम ही तमाम कर देगा. 

दो सौ से ज्यादा सालों तक हमारे ऊपर बलपूर्वक शासन करनेवाले अंग्रेज खोज कर भी जितने देशद्रोही नहीं खोज पाए थे, हमने महज सात सालों में उससे ज्यादा देशद्रोही पैदा कर दिए. अब तो शंका यह होने लगी है कि इस देश में देशभक्त ज्यादा हैं या देशद्रोही ? कहीं यह देश देशद्रोहियों का देश तो नहीं बन गया है ? फिर मन में यह बात उठती है कि जिस सरकार से समाज तौबा कर लेता है, उसे वह बदल डालता है, तो जिस समाज से सरकार तौबा कर ले उसे क्या करना चाहिए ? सीधा जवाब तो यही सूझता है कि उस सरकार को भी अपना समाज बदल लेना चाहिए. जैसे जनता नई सरकार चुनती है, सरकार को भी नई जनता चुन लेनी चाहिए.

देशद्रोह का यही सवाल हमारे सर्वोच्च न्यायालय को भी परेशान कर रहा है. संविधान में हमने माना है कि संप्रभु जनता है, सरकार नहीं. सरकार जनता द्वारा बनाई वह संरचना है जो बहुत हुआ तो पांच साल के लिए है. हमने उसका संवैधानिक दायित्व यह तै किया है कि वह अपना काम इस तरह करे कि संप्रभु जनता का इकबाल बना भी रहे व बढ़ता भी रहे. फिर हमने न्यायपालिका की कल्पना की. वह इसलिए कि जब भी और जहां भी सरकार खुद को संप्रभु मानने लगे, वहां न्यायपालिका अंपायर बन कर खड़ी हो. उसे जिम्मेवारी यह दी है हमने कि वह देखे कि इन दोनों के बीच लोकतंत्र का हर खेल खेल के नियम से हो. खेल के नियम क्या हैं ? तो उसकी एक किताब बना कर हमने इसे थमा दी : संविधान ! उसे संविधान के पन्ने पलटने थे और इस या उस पक्ष में सीटी बजानी थी. इस भूमिका में वह विफल हुई है. उसके सामने खेल के नियम तोड़े ही नहीं जाते रहे बल्कि कई मौकों पर नियम बदल ही दिेए गए, और ऐसे बदले गए कि खेल ही बदलता गया. बनाना था लोकतंत्र, बन गया तंत्रलोक ! 

हमारे मुख्य न्यायपालक एन.वी. रमण ने अभी-अभी यह सवाल खड़ा किया है कि भारतीय दंडसंहिता की धारा 124ए का आजादी के 70 सालों के बाद भी बने रहने का औचित्य क्या है ? 1870 में यह धारा भारतीय दंडसंहिता में उस औपनिेवेशिक ताकत ने दाखिल की थी जो न भारतीय थी, न लोकतांत्रिक. भारत की लोकतांत्रिक आकांक्षा को कुचलने के एकमात्र उद्देश्य से बनाई गई यह धारा उन सबको देशद्रोही करार देती रही, जेलों में, कालापानी में बंद करती रही जिनसे हमने लोकतंत्र व देशभक्ति का ककहरा सीखा है. लेकिन यह सब तब हुआ जब न हमारे पास आजादी थी, न लोकतंत्र, न संविधान. जब हमारे पास यह सब हो गया तब भी न्यायपालकों ने अंपायर की भूमिका नहीं निभाई बल्कि सत्ता की टीम की तरफ से खेलने लगे. धारा 124ए का चरित्र ही राक्षसी नहीं है बल्कि इसका अधिकार-क्षेत्र भी इतना दानवी है कि इसकी आड़ में पुलिस का अदना अधिकारी भी मनमानी करता रहे. इसलिए गोरे साहबों की खैरख्वाही में भूरे व काले साहबों ने आजादी के सिपाहियों के साथ कैसी-कैसी मनमानी की इसकी कहानी शर्म से आज भी हमारा सर झुका देती है.

1962 में 124 ए की वैधानिकता का सवाल अदालत के सामने आया था. तब अदालत ने न इसकी पृष्ठभूमि देखी, न लोकतांत्रिक वैधानिकता की कसौटी पर इसे कसा बल्कि जजों की बेंच ने फैसला यह दिया कि यह धारा सिर्फ उस व्यक्ति के खिलाफ इस्तेमाल की जाएगी जो सामाजिक असंतोष भड़काने का अपराधी होगा. जजों को जमीनी हकीकत का कितना कम पता होता है ! ‘सामाजिक असंतोष भड़काना’ ऐसा मुहावरा है जिसकी अाड़ में किसी को फंसाना या फंसवाना एकदम सरल है. कोई कुटिल व्यक्ति चाहे तो जस्टिस रमण को भी असंतोष भड़काने वाला साबित कर दे सकता है.

आपातकाल का पूरा काल न्यायपालिका के लिए कालिमामय है. 1976 के हैबियस कॉरपस मामले में जिस तरह अदालत ने पलक झपकाए बिना यह फैसला दिया कि राज्य नागरिकों के जीने के अधिकार पर भी हाथ डाल सकता है, वह तो संविधान का अपमान ही नहीं था, वैधानिक कायरता का चरम था. नागरिक अधिकारों का गला घोंटने वाला एनएसए जैसा भयंकर कानून 1977 में मिली दूसरी आजादी के तुरंत बाद ही, 1980 में पारित हुआ. 1994 में सत्ता एक कदम और आगे बढ़ी और हमारी झोली में टाडा आया. 1996 में उसने एक कदम और आगे बढ़ाया और आर्म्ड फोर्सेज स्पेशल पावर्स एक्ट बना. 2004 में फिर एक कदम आगे : पोटा ! इसने वह रास्ता साफ किया जिस पर चल कर ऊपा या यूएपीए नागरिकों की गर्दन तक पहुंचा. ये सारे कानून सत्ता के कायर चरित्र व न्यायपालिका के शुतुरमुर्ग बन जाने की शर्मनाक कहानी कहते हैं.

गांधीजी ने न्यायपालिका के चरित्र को रेखांकित करते हुए कहा था कि जब भी राज्य के अनाचार से सीधे मुकाबले की घड़ी आएगी, न्यायपालिका यथास्थिति की ताकतों के साथ खड़ी मिलेगी. तब हमने अपने भोलेपन में समझा था कि गांधीजी विदेशी न्यायपालिका के बारे में कह रहे हैं जबकि वे देशी-विदेशी नहीं, सत्ता व सत्ता की कृपादृष्टि की याचक सभी संरचनाअओं के बारे में कह रहे थे. राष्ट्रद्रोह और राज्यद्रोह में गहरा और बुनियादी फर्क है. महात्मा गांधी ने खुली घोषणा कर रखी थी कि वे राज के कट्टर दुश्मन हैं क्योंकि वे राष्ट्र को दम तोड़ती कायर भीड़ में बदलते नहीं देख सकते.

सत्ता को सबसे अधिक डर असहमति से लगता है क्योंकि वह सत्ता को मनमाना करने का लाइसेंस समझती है. इसलिए असहमति उसके लिए बगावत की पहली घोषणा बन जाती है. विडंबना देखिए कि लोकतंत्र असहमति के ऑक्सीजन पर ही जिंदा रहता है, सत्ता के लिए असहमति कार्बन गैस बन जाती है. दुखद यह है कि ये सारे कानून न्यायपालिका की सहमति से ही बने व टिके हैं.

124 ए से हाथ धो लेने की चीफ जस्टिस रमण की बात के जवाब में एटॉर्नी जेनरल के.के. वेणुगोपाल अदालत में ठीक वही कह रहे हैं जो सत्ता व न्यायपालिका ने अब तक नागरिक अधिकारों के पांव काटने वाले हर कानून को जन्म देते वक्त कहा है : सावधानी से इस्तेमाल करें ! यह कुछ वैसा ही जैसे बच्चे के हाथ में खुला चाकू दे दें हम लेकिन उस पर एक पर्ची लगा दें: सावधानी से चलाएं ! अबोध बच्चा उससे अपनी गर्दन काट ले सकता है; काइयां सत्ता उससे अपनी छोड़, हमेशा ही असहमत नागरिक की गर्दन काटती है. यह इतिहाससिद्ध भौगोलिक सच्चाई है. फिर न्यायपालिका इतनी अबोध कैसे हो सकती है कि सत्ता के हाथ में बड़े-से-बड़ा चाकू थमाने की स्वीकृति देती जाए ?

जस्टिस डी.वाई. चंद्रचूड़ कहते हैं कि जब भी, जहां भी बहुमतवादी मानसिकता सर उठाती नजर अाए, तभी और वहीं उससे रू-ब-रू होना चाहिए, “ ऐसा न करना हमारे पुरुखों ने भारत को जिस संवैधानिक गणतंत्र के रूप में स्वीकार किया था, उस पवित्र अवधारणा से छल होगा.” जिसके हाथ में संविधानप्रदत्त शक्ति है, उस न्यायपालिका के लिए चुनावी बहुमत और संवैधानिक बहुमत का फर्क करना और उसे अदालती फैसले में दर्ज करना आसान है क्योंकि संविधान की संप्रभु जनता ऐसे हर प्रयास में उसके साथ व उसके पीछे खड़ी रहेगी. हम सब जानते हैं कि खड़ा तो अपने पांव पर ही होना होता है, फिर परछाईं भी आपको सहारा देने अा जाती है. ( 20.07.2021) 

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें

https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,8451,8461,8471,848...1,8601,8701,880...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved