Opinion Magazine
Number of visits: 9571181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માદરે વતન

રૂપાલી બર્ક|Opinion - Opinion|20 September 2021

અફઘાનિસ્તાનની એક માત્ર દરવેશ વતનમાં સૌથી લાંબા પ્રવાસ પર નીકળવાની તૈયારી કરી રહી હતી કે તાલિબાને દેશ પર કાબૂ મેળવી લીધો. સૂફી દરવેશોને તાલીબાન ઈસ્લામના કાનૂનની વિરુદ્ધ માને છે.  ફાહીમા મિરઝાઈ સામે નાસી છૂટવા સિવાય કોઈ રસ્તો ન હતો. એની કહાણી પર દસ્તાવેજી ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે BBC World News પર પ્રસારિત કરવામાં આવી.

૨૪ વર્ષીય ફાહીમાએ ગયા વર્ષે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એ આશાએ સ્ત્રીઓ માટે 'શોહોદ આરેફાન' નામની ડાન્સ સ્કૂલ ખોલી હતી કે યુદ્ધથી ખરડાયેલા દેશમાં જ્યાં નૃત્યને લાંછન માનવામાં આવે છે તેની વિદ્યાર્થીનીઓને હતાશાનો સામનો કરવામાં મદદ મળે અને આંતરિક શાંતિ મેળવી શકે.

આજના અફઘાનિસ્તાનમાં ૧૩મી સદીમાં જન્મેલા કવિ જલાઉદ્દીન મોહમ્મદ રૂમી જેના પ્રણેતા હતા એવા "સેમા" નૃત્ય શીખવા ૨૦ જેટલી યુવાન સ્ત્રીઓ જોડાઈ હતી. પુરુષો પણ જોડાયા હતા. ઘુમરાતી મુદ્રા ધરાવતું આ નૃત્ય મુસ્લિમ દેશોમાં પ્રસરેલું છે અને દરવેશો સાથે સંકળાયેલું હોઈ લોકપ્રિય બન્યું છે.

અમેરિકાના જ્યોર્જ ફ્લોઈડના અંતિમ ઉદ્ગારો કાવ્ય જેવા છે એમ જ વતન છોડ્યાની પીડા વ્યક્ત કરતી ફાહિમાના શબ્દો પણ કાવ્ય જેવા જ લાગે છે :

જેવું મિલિટરી ઍરપ્લેન ઍરપોર્ટથી ઉપડ્યું અને મેં ઍન્જીનનો અવાજ સાંભળ્યો,

મને સમજાયું કે મારાં સઘળાં સ્વપ્ન ત્યાં દફનાવેલાં છે;

મારી સખી મારી પડખે હતી ને મેં એને પૂછ્યું,

કોના હાથમાં વતન સોંપીને જઈ રહ્યાં છીએ આપણે?

જે વતનમાં આપણે ભણ્યાં ને સ્વપ્ન સેવ્યાં,

કોના હસ્તક છોડી રહ્યાં છીએ?

ઘણાં કપરા દિવસો જોયા છે આપણે

પરંતુ આ દિવસ સૌથી કપરો છે

ખેર, આપણે હંમેશાં આગળ ધપતા રહ્યા છીએ

જેથી માથું ઊંચું રાખી શકાય.

તે જ કરી રહ્યા છીએ આ ક્ષણે આપણે.

આપણા આંસુ લૂછી, આપણી ભાંગેલી લાગણીઓ

અને ઘાયલ હૃદયને ભૂલીને ધપીએ છીએ આગળ ….

સ્રોત: www.bbc.com

        reuters.com

        wunrn.com

e.mail: rupaleeburke@yahoo.co.in

https://www.bbc.co.uk/news/av/world-asia-58602631?fbclid=IwAR1XTntVJRgCpGQrnfiGevTjhJdO8SNpswkvNZPc_jCKcGn2UTrVoVhlrHA

Loading

एक कायर दुनिया का शर्मनाक चेहरा

कुमार प्रशांत|Opinion - Opinion|20 September 2021

ऐसी दुनिया कभी नहीं थी कि नहीं, कहना मुश्किल है लेकिन ऐसी दुनिया कभी होनी नहीं चाहिए यह तो निश्चित ही कहा जाना चाहिए. ऐसी दुनिया है आज जिसमें सत्ताओं ने आपस में दुरभिसंधि कर ली है कि उन्हें जनता की न सुननी है, न उसकी तरफ देखना है. जिसके कंधों पर उनकी सत्ता की कुर्सी टिकी है, उस पर किसी की आंख नहीं टिकी है. यह हमारे इतिहास का बेहद कायर और क्रूर दौर है. इतने सारे देशों में, इतने सारे लोग, इतनी सारी सड़कों पर कब उतरे थे मुझे पता नहीं; लेकिन मुझे यह भी पता नहीं है कि कब इतने सारे लोगों की, इतनी सारी व्यथा इतने सारे शासकों व इतनी सारी सरकारों ने अपने-अपने स्वार्थों के चश्मे से देख कर, उसकी अनदेखी की थी.      

लेकिन हमारे पास भी तो एक चश्मा होना चाहिए कि जो सत्ता को नहीं समाज को देखता हो ! इतिहास में कभी भारत का हिस्सा रहे अफगानिस्तान को हमें किसी दूसरे चश्मे से नहीं, अफगानी नागरिकों के चश्मे से ही देखना चाहिए- उन नागरिकों के चश्मे से जिनमें हमने कभी सरहदी गांधी खान अब्दुल गफ्फार खान की छवि देखी थी. हमें म्यांनमार की तरफ भी उसी चश्मे से देखना चाहिए जिस चश्मे से कभी नेताजी सुभाषचंद्र बोस ने उसे देखा था और जापान की मदद से, अंग्रेजों को हराते हुए भारत की सीमा तक आ पहुंचे थे. म्यांनमार तब भारत का आंगन हुआ करता था. आज वह अफगानिस्तान भी, और वह म्यांनमार भी घायल व ध्वस्त पड़ा है और सारी महाशक्तियां व उनके पुछल्ले अपने स्वार्थों का लबादा ओढ़े, लाभ-हानि का हिसाब लगाते हुए मुंह सीए पड़े हैं.

यह खेल नया नहीं है.  न्याय व समस्याओं का मानवीय पहलू कभी भी महाशक्तियों की चिंता का विषय नहीं रहा है. दूसरे विश्वयुद्ध के बाद तथाकथित मित्रों राष्ट्रों ने पराजित राष्ट्रों के साथ जैसा क्रूर व चालाक व्यवहार किया था, वह भूला नहीं जा सकता है. अरबों के सीने पर इसराइल किसी नासूर-सा बसा दिया गया अौर कितने ही देशों का ऐसा विभाजन कर दिया गया कि वे इतिहास की धुंध में कहीं खो ही गए. महाशक्तियों ने संसार को अपने स्वार्थगाह में बदल लिया. अफगानिस्तान के बहादुर व शांतिप्रिय नागरिकों के साथ भी महाशक्तियों ने वैसा ही कायरतापूर्ण, बर्बर व्यवहार किया – सबसे पहले वैभव के भूखे  ब्रितानी साम्राज्यवाद ने, फिर साम्यवाद की खाल ओढ़ कर आए रूसी खेमे ने और फिर लोकतंत्र की नकाब पहने अमरीकी खेमे ने. यदि अंतरराष्ट्रीय शर्म जैसी कोई संकल्पना बची है तो आज का अफगानिस्तान दुनिया के हर लोकतांत्रिक नागरिक के लिए शर्म का विषय है.

रूसी चंगुल से निकाल कर अफगानिस्तान को अपनी मुट्ठी में करने की चालों-कुचालों के बीच अमरीका ने आतंकवादियों की वह फौज खड़ी की जिसे तालिबान या अलकायदा या अल-जवाहिरी या ऐसे ही कई नामों से हम जानते हैं. अमरीकी राष्ट्रपति बार-बार इसका हिसाब देते हैं कि अफगानिस्तान पर किस तरह अरबों-अरब रुपये खर्च किए, हथियार दिए, अफगानियों को युद्ध के लिए प्रशिक्षित किया. वे कहना यह चाहते हैं कि अफगानियों में अपनी आजादी बचाने का जज्बा ही नहीं है. तो कोई पूछे कि अमरीका जब जनमा था तब अफगानिस्तान था या नहीं ? अगर वे अमरीका से पहले से धरती पर थे तो यही बताता है कि वे अपना देश बनाते भी थे और चलाते भी थे. अमरीकी यह नहीं समझ सके हैं कि उन्मादी नारों, भाड़े के हथियारों और उधारी की देशभक्ति से देश न बनते हैं, न चलते हैं. अगर यह सच नहीं है तो कोई यह तो बताए कि अमरीका को अफगानिस्तान छोड़ना ही क्यों पड़ा ? अमरीका कलिंग युद्ध के बाद का सम्राट अशोक तो है नहीं ! बहादुर अफगानियों को गुलाम बनाए रखने की तमाम चालों के विफल होने के बाद अमरीकी उसे खोखला व बेहाल छोड़ कर चले गए. यह सौदा भी सस्ता ही होता लेकिन अफगानी नागरिकों का दुर्भाग्य ऐसा है कि अब उनके ही लोग, वैसी ही हैवानियत के साथ, उन्हीं हथियारों के बल पर उसके सीने पर सवार हो गए हैं. तालिबान किसी जमात का नहीं, उस मानसिकता का नाम है जो मानती है कि आत्मसम्मान के साथ आजाद रहने के लोकतांत्रिक अधिकारों का दमन हिंसा के बल पर किया जा सकता है. इस अर्थ में देखें तो महाशक्तियों का चेहरा तालिबानियों से एकदम मिलता है. सारी दुनिया की सरकारें कह रही हैं कि अफगानिस्तान से हम अपने एक-एक नागरिक को सुरक्षित निकाल लाने के लिए प्रतिबद्ध हैं.  लेकिन अफगानिस्तान के नागरिकों का क्या ? उनकी सेवा व विकास के नाम पर सभी वहां संसाधनों की लूट करने में लगे थे और आज सभी दुम दबा कर भागने में लगे हैं. हम देश से निकल भागने में लगे अफगानियों की तस्वीरें खूब दिखाई जाती हैं, अपनी कायरता की तस्वीर छुपा ली जाती है. लेकिन इतिहास गवाह है कि चाहे ब्रितानी हो कि रूसी कि अमरीकी कि हिंदुस्तानी, ऐसी ताकतें न कभी स्थायी रह सकी हैं, न रह सकेंगी.

म्यांनमार में तो फौजी तानाशाही से लड़ कर जीते लोकतंत्र का शासन था न ! शू ची न महाशक्तियों की कठपुतली थीं, न आतंकवादियों की. उनकी अपनी कमजोरियां थीं लेकिन म्यांनमार की जनता ने, फौजी तिकड़मों के बावजूद, उन्हें अपार बहुमत से दो-दो बार चुना था. भरी दोपहरी में उनकी सरकार का गला घोंट कर फौज ने सत्ता हथिया ली. इसके बाद की कहानी जैसी अफगानिस्तान में है वैसी ही म्यांनमार में है. वहां तालिबान के खिलाफ तो यहां फौजी गुंडागर्दी के खिलाफ आम लोग – महिलाएं-बच्चे-जवान- सड़कों पर उतर आए और अपना मुखर प्रतिरोध दर्ज कराया. दुनिया के हुक्मरान देखते रहे, संयुक्त राष्ट्रसंघ देखता रहा और वे सभी तिल-तिल कर मारे जाते रहे, मारे जा रहे हैं. संयुक्त राष्ट्रसंघ आज यथास्थिति का संरक्षण करते हुए अपना अस्तित्व बचाने में लगा एक सफेद हाथी भर रह गया है.  उसका अब कोई सामयिक संदर्भ बचा  नहीं है. आज विश्व रंगमंच पर कोई जयप्रकाश है नहीं कि जो अपनी आत्मा का पूरा बल लगा कर यह कहता फिरे कि लोकतंत्र किसी भी देश का आंतरिक मामला नहीं होता है.

म्यांनमार व अफगानिस्तान की इस करुण-गाथा में भारत की सरकारों की भूमिका किसी मजबूत व न्यायप्रिय पड़ोसी की नहीं रही है. राष्ट्रहित के नाम पर हम समय-समय पर म्यांनमार और अफगानिस्तान को लूटने वाली ताकतों का ही साथ देते रहे हैं. हम यह भूल ही गए हैं कि ऐसी कोई परिस्थिति हो नहीं सकती है जिसमें किसी का अहित हमारा राष्ट्रहित हो.

शायद समय भी लगे और अनगिनत कुर्बानियां भी देनी पड़ें लेकिन अफगानिस्तान की बहादुर जनता जल्दी ही अपने लोगों के इस वहशीपन पर काबू करेगी, अपनी स्त्रियों की स्वतंत्रता व समानता तथा बच्चों की सुरक्षा की पक्की व स्थाई व्यवस्था बहाल करेगी. सू ची फौजी चंगुल से छूटें या नहीं, फौजी चंगुल टूटेगा जरूर ! हम खूब जानते हैं कि अपने पड़ोस में स्वतंत्र, समतापूर्ण और खुशहाल म्यांनमार व अफगानिस्तान हम देखेंगे जरूर लेकिन हम यह नहीं जानते कि इतिहास हमें किस निगाह से देखेगा.  

(16.09.2021)

My Blog : https://kumarprashantg.blogspot.com

Loading

અફઘાનિસ્તાનના મુદ્દે સ્વાર્થ સાધવા હવે યુ.એસ.એ.ને જોઇએ છે ભારતનો સાથ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 September 2021

ચીનને મામલે ભારતને સાથે રાખવું અને અફઘાન-પાકિસ્તાનને મામલે ભારતને છેટું રાખવાની યુ.એસ.એ.ની નીતિ જોખમી સાબિત થઇ શકે છે

ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.

વિજ્ઞાનમાં ભણાવાતું કે અમુક પ્રકારની વેલમાં ક્લોરોફિલ ન હોય એટલે તે ઝાડને વિંટળાય અને આ પ્રકારના સજીવોને પેરાસાઇટ અથવા તો પરાવલંબી કહેવાય. યુ.એસ.એ. પાસે કંઇ ન હોય એવી શક્યતા તો નથી પણ અફઘાનિસ્તાન પર નજર રાખવા માટે તેમને ભારતના આકાશનો ટુકડો જોઇએ છે. આમ કરવામાં તેમણે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોનું પુનઃઅવલોકન કરવું પડશે. 24મી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન સાથે ક્વૉડ સમિટમાં મુલાકાત થાય તે પહેલાં જ યુ.એ.સ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને આ સંકેતો આપ્યા. આ અંગે હજી કોઇ ચોખવટ નથી થઇ, કોઇ પણ જાહેરાત વિસ્તૃત રીતે નથી કરાઇ.

યુ.એસ.એ.ના ઇરાદા કંઇ પણ હોઇ શકે પણ એક રીતે તો અફઘાનિસ્તાનને કારણે અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ખાઇ છતી થઇ ગઇ છે. જો બાઇડને જ્યારે અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ હવે પૂરું થયું છે-ની જાહેરાત કરી, ત્યારે તેમણે આ પગલાં પાછળની ચોખવટ કરતાં એમ કહ્યું હતું કે તેઓ ચીન સાથે રસાકસીની સ્પર્ધામાં છે તો બીજી તરફ રશિયા સાથેના તેમના પડકારો પણ બહુસ્તરીય છે. આ સંજોગોમાં યુ.એસ.એ. હજી એકાદ દાયકા સુધી જો અફઘાનિસ્તાનમાં રહે તો ચીન અને રશિયાને તો ભાવતું મળે પણ હવે એવું થવાનું નથી. તાલિબાનના તાબામાં રહેલા અફઘાનિસ્તાનને કારણે યુ.એસ.એ. પર આતંકી હુમલાઓની તલવાર તો તોળાવાની જ અને એવામાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જઇ રશિયા અને ચીન સાથેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ અમેરિકન વ્યૂહરચના કેટલી નક્કર છે તે કહેવું આસાન નથી. આવામાં જો રશિયા અને ચીન ચાલાકીથી પાકિસ્તાનની મદદ લઇને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવશે તો આ આખી ત્રિરાશીમાંથી અમેરિકાનો છેદ જ ઊડી જાય, જે ભૌગોલિક વ્યૂહરચનાની દ્રષ્ટિએ એશિયાના મોટા હિસ્સામાંથી અમેરિકાની બાદબાકી સાબિત થાય. અમેરિકા માટે એ પચાવવું સ્વાભાવિક રીતે જ અઘરું હોય. બીજી બાજુ જો અમેરિકા કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં નિષ્ફળ જાય તો આતંકવાદનો પડકાર તેઓ કલ્પી ન શકે તે હદે વિસ્તરી જશે.

યુ.એસ.એ.ની ઇન્ડો-પેસિફિક વ્યૂહ રચનામાં ભારતનો અગત્યનો ફાળો છે અને ભારત જાણે છે કે યુ.એસ.એ.નું અફઘાનિસ્તાનમાંથી નીકળવું તેને માટે પણ સંજોગો પેચિદા બનાવશે. અત્યાર સુધી તો યુ.એસ. અને અમેરિકાએ ભારતની પૂર્વને મામલે ૯૫ ટકા જેટલા એક કેન્દ્રમાં હતા અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન એટલે કે ભારતની પશ્ચિમે ૫ ટકા જેટલા એકમત હતા. પાકિસ્તાનીઓને ખુશ રાખવા માટે અમેરિકન્સે ભારતને અફઘાનિસ્તાનને મામલે કોઇ મોટા પગલાં લેવા નથી દીધાં. સુરક્ષાની માલમે તો ભારત માટે જાણે ‘નો એન્ટ્રી’ જ હતી. અત્યાર સુધી જરૂર પડે ભારત પાસેથી અમેરિકન અધિકારીઓએ અફઘાનિસ્તાન માટે ચેક પર સહીં કરાવી છે પણ તે સિવાય અફઘાનિસ્તાનમાં ભારતનો કોઇ પણ પ્રકારનો પ્રભાવ નથી પડવા દીધો. કારણ કે જો એમ થાય તો પાકિસ્તાનીઓને વાંકુ પડે અને એ અમેરિકાને પોસાય તેમ નથી. ભારતીય સરકારોએ આ ખેલ જેમ હતો એમ ચાલવા દીધો કારણ કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી હતી, જેને કારણે આતંકવાદનું તાંડવ ખાસું એવું કાબૂમાં હતું પણ હવે સંજોગો સાવ બદલાઇ ગયા છે. હવે ભારત અને યુ.એસ.એ. ભૌગોલિક રીતે ભારતની પૂર્વ દિશામાં જેટલા ઓવરલૅપ થાય છે તેટલો જ સમાવેશ યુ.એસ.એ. અને ભારતનો પશ્ચિમ દિશામાં થાય તે પણ જરૂરી છે. અફઘાનિસ્તાનને મામલે ભારત શાહમૃગ નીતિ નહીં અપનાવી શકે, જે દેશ સાવ બાજુમાં છે તે નથી, અથવા તો ત્યાંના સંજોગોથી આપણને ફેર નથી પડતો અને યુ.એસ.એ. જોઇ લેશે-વાળો અભિગમ આપણને હવે નહીં પોસાય. વીસ વર્ષના યુદ્ધ પછી સ્વાર્થી યુ.એસ.એ. તો જાણે અફઘાનિસ્તાન તેમને માટે કોઇ મહત્ત્વ જ નથી ધરાવતું એવી અવગણના કરીને ત્યાંથી પોતાની જાતને અલગ કરી લીધી. કલ્પના કરો કે ચીન, પાકિસ્તાન અને તાલિબાનના તાબા હેઠળનું અફઘાનિસ્તાન ભારત માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. વળી, તાલિબાનના શાસનમાં તો ભારતે થર્ડ ફ્રંટની ચિંતા પણ કરવાની. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને પૈસા આપીને છૂટી જવાની અમેરિકાની આદત ભારતને ભારે પડશે. યુ.એસ.એ.નું ક્લાઉટ, તેનો પ્રભાવ ભારતના ફાયદા માટે પણ વપરાય તે જરૂરી છે. 

યુ.એસ.એ.નો ઇતિહાસ એટલો પૂરાણો નથી કે તે પોતાના ભૂતકાળમાંથી શીખીને સમજીને આગળ વધે. યુ.એસ.એ. જે છે તે એટલા માટે છે કે તેને માટે પોતાનાથી ઉપર કશું નથી હોતું, આ સ્વાર્થ સાધવામાં યુ.એસ.એ. મોટે ભાગે સફળ રહ્યું છે પણ તેમની રોટલી શેકવામાં આપણું ઘર બળે નહીં તેની તકેદારી આપણે રાખવી જ રહી. ઇઝરાયલ, ઇરાક, અફઘાનિસ્તાન જેવા કેટલા ય મિડલ-ઇસ્ટર્ન દેશો યુ.એસ.એ.ની સત્તા ભૂખમાં બેહાલ થયા છે. યુ.એસ.એ.ની નીતિ તેને પોતાને માટે તો ખરાબ નથી જ પણ તેમનો આ સલામત રહેવાનો અને સશક્તિ રહેવાનો સ્વાર્થ બીજા રાષ્ટ્રોને પાંગળા કરી ગયો છે તે પણ એક વાસ્તવિકતા છે.

બાય ધી વેઃ

યુ.એસ.એ.ની ચકાચોંધમાં આપણે કુંડાળામાં પગ ન મૂકી દઇએ તે જરૂરી છે કારણ કે નહીંતર આપણી સુરક્ષા એવી જોખમાશે કે સંભાળવાનું મુશ્કેલ થઇ શકે છે. યુ.એસ.એ.નો જે અભિગમ રહ્યો છે કે કાં તો તમે અમારી સાથે છો અથવા તો સામે છો – એવો જ અભિગમ ભારતે યુ.એસ.એ. સાથે અપનાવવો પડે એવી નોબત પણ આવી શકે છે. પૂર્વમાં યુ.એસ.એ. ભારત તરફી કામ કરે અને પશ્ચિમમાં ભારત વિરોધી અને એ સમાધાન આપણે એક રાષ્ટ્ર તરીકે ચલાવીએ તો એ તો આપણે કુહાડી પર જઇને કૂદકો માર્યો એમ કહેવાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  19 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7451,7461,7471,748...1,7601,7701,780...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved