Opinion Magazine
Number of visits: 9745571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુક્તક

'કૃષ્ણાદિત્ય'|Poetry|16 March 2022

કોઈ સ્થાનક એવાં હોય છે
જ્યાં સ્તુતિ શહાદતની હોય છે,
ત્યાં ચરણરજ માથે ચઢાવી
બસ બાઅદબ ચાલવાનું હોય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02

Loading

ફૂંકીફૂંકીને …

રમણીક અગ્રાવત|Poetry|16 March 2022

અમે અમારા વલણને ચકાસી રહ્યા છીએ.
અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
હાલની પ્રવાહી પરિસ્થિતિમાં
કશું પણ કહેવું વહેલું ગણાશે.

જે ખરબચડાં કવચ પહેરી લેશે,
માર્યા જશે.
જેઓ મહોરાં નહીં પહેરે,
ઓળખાઈ જશે.
જે જેટલાં ખુલ્લાં બનશે,
એટલાં જ બનશે વધ્ય.

શબ્દોમાં સમાઈ શકે એટલી
ગીચોગીચ અસ્પષ્ટતાઓથી જ શોભે
ખરેખરું નિવેદન.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02

Loading

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ પછી : એક સંવાદ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|16 March 2022

ઃ આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કાઁગ્રેસ ક્યાં ય જીતી નહીં …

ભા.જ.પ.ના ટીકાકારો કાઁગ્રેસી કે ‘આપ’વાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ ફાવે એવું છે. તમને ય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમે ય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.

ઃ હકીકતમાં, કાઁગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભા.જ.પી. નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.

ઃ અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?

ઃ ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભા.જ.પી. નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?

ઃ તમને ભા.જ.પ. અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?

ઃ તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?

ઃ તો શું ભા.જ.પ.ને મત આપનારા બધા મૂરખ છે?

ઃ ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભા.જ.પ.ને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય – તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભા.જ.પી. નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.

ઃ … અને વિપક્ષોની ભૂમિકા?

ઃ બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભા.જ.પ. સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે – હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્‌ મૂકીને ભા.જ.પ. સામે એક થઈ શકતા નથી.

ઃ પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભા.જ.પ.ને ધિક્કારના રાજકારણનો નહીં, તળિયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.

ઃ આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, ‘તળિયાના સ્તરે કરેલી કામગીરી’ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા’ મારામાં નથી અને તેનો આનંદ છે.

ઃ તો તમે હવે શું કરશો?

એ જ, જે ૨૦૦૨થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.

ઃ ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?

ઃ સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડા પ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.

Email : uakothari@gmail.com

(લેખકના બ્લોગ urvishkothari-gujarati.blogspot.comમાંથી સાભાર, તા. ૧૦-૦૩-૨૦૨૨)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 01-02

Loading

...102030...1,6311,6321,6331,634...1,6401,6501,660...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved