નાયકો નાટક કરે છે, જોઈએ,
ચાહકો નાટક કરે છે, જોઈએ.
નાગરિક સૌ શાંત બેસી જાવ કે
એ બકો નાટક કરે છે, જોઈએ.
કોઈએ ઇતિહાસ લખવાનો થશે,
શાસકો નાટક કરે છે, જોઈએ.
આવીને બેસાડી ઊંચા આસને,
શ્રાવકો નાટક કરે છે, જોઈએ.
આવડે એવું જ કરતાં હોય છે,
બાળકો નાટક કરે છે, જોઈએ.
એક નાટકબાજ બોલે છે અને
ભાવકો નાટક કરે છે, જોઈએ.
ક્યાંક એનો જાન જોખમમાં હતો,
રક્ષકો નાટક કરે છે, જોઈએ.
![]()


કેદીઓની બેરેક, રેલવે સ્ટેશનોના રેનબસેરા, હોટલોની ડોરમેટરીઓ, શહેરોની ફૂટપાથો કે દવાખાનાંઓના જનરલ વોર્ડની જેમ ઉનાળાની રાત્રિઓએ અમારા મહેલ્લાના લોકો પોતપોતાનાં આંગણાંમાં હારબંધ ઢોલિયાઓમાં સૂઈને, ઘરમાંના વીજપંખાઓને આરામ આપીને, વીજ ઉર્જાબચતની સરકારી ઘોષણાઓને આરામથી ઊંઘીને સન્માન આપતા હતા. ભસતાં કૂતરાં તેમની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકતાં ન હતાં, કેમ કે દિવસભરના શ્રમનો તેમનો થાક અને મંદમંદ વાતા કુદરતી પવનનો પિચ્છસ્પર્શ મીઠી નિંદર માણવા તેમના માટે પ્રેરક બની જતાં હતાં.