Opinion Magazine
Number of visits: 9458123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—188

દીપક મહેતા|Opinion - Opinion|18 March 2023

મુંબઈમાં અમદાવાદ સ્ટ્રીટ હતી, 

અમદાવાદમાં મુંબઈ પોળ હતી?     

શેકસપિયરે ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? ગુલાબને ગુલાબ કહો કે બીજા કોઈ નામે ઓળખાવો, શો ફરક પડે છે? તેમના જમાનામાં ગ્રેટ બ્રિટનમાં રસ્તાઓને નામ આપવાનો ચાલ હતો કે નહિ એ તો રામ જાણે પણ આજે તો તમે જ્યાં જવાનું હોય તે રસ્તાને બદલે કોઈ ભળતું જ નામ કહો તો તમે પેલા ગીતની પંક્તિ ગણગણતા થઈ જાવ :

‘રાત-દિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

આજ-કાલ સાંભળવા મળે છે કે આજે દુનિયામાં જે છે તે બધું જ પ્રાચીન ભારતમાં હતું, અને આજના કરતાં વધુ સારું અને સસ્તું હતું. એટલે એ જમાનામાં પણ શહેરના રસ્તા, ગલી, ચોક, વગેરેને નામ આપવાનો રિવાજ પણ હશે. અને એ નામો સોનાના પતરા પર લખીને લટકાવતા હશે. પણ તેનો એકે અવશેષ બચ્યો હોય તેમ લાગતું નથી – સંસ્થાનવાદીઓને પ્રતાપે. આપણા આ મુંબઈ શહેરની જ વાત કરીએ તો જ્યારે સાત ટાપુ જુદા જુદા હતા ત્યારે રસ્તાને નામ અપાતાં? પોર્ટુગીઝ શાસકોએ રસ્તાને નામ આપ્યાં હોય એમ લાગતું નથી, અથવા એ અંગેની માહિતી સચવાઈ નથી.

પશ્ચિમમાં તો રસ્તાઓના નામનું આખું શાસ્ત્ર છે. રસ્તાના નામને ‘હોડોનિમ’ કહે છે. ગ્રીક ભાષામાં ‘હોડો’ એટલે રસ્તો અને ‘ઓનોમા’ એટલે નામ. અને તેના શાસ્ત્રનું નામ છે ટોપોનાઈમિક્સ. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી કહે છે કે ‘ટોપોનાયમી’ શબ્દ ૧૮૭૬માં પહેલી વાર વપરાયો હતો. ત્યારથી ‘રોડ નેમ્સ’ જેવો સીધો સાદો શબ્દ વાપરવાને બદલે અભ્યાસીઓ ‘ટોપોનાયમી’ શબ્દ વાપરે છે. પણ આપણે તો ભાઈ, ‘રસ્તાનાં નામ’ એવો સીધો સાદો શબ્દ જ વાપરવાના. આપણે વળી ક્યાં પંડિત છીએ? અને થવું ય નથી પંડિત. કારણ કબીરસાહેબ કહી ગયા છે તેમ पोथी पढ़ि पढ़ि जग मुआ, पंडित भया न कोय. એટલે આપણે માટે તો મુંબઈ માટેના ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’ જ પૂરતા છે.

કેટલાંક શહેરો રસ્તાને નામ આપવામાં માનતાં જ નથી. તેને બદલે તેઓ બારાખડી અને આંકડાનો (કે બંનેનો) ઉપયોગ કરે છે. આપણે ત્યાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બે રાજ્યોનું પાટનગર ચંડીગઢ આના દાખલા છે. પણ આવાં શહેરો રાજકારણીઓ માટે વસૂકી ગયેલી ગાય જેવાં હોય છે. કારણ ત્યાં વખતોવખત નામ બદલતા રહેવાની રમત તેઓ રમી શકતા નથી. આપણે ત્યાં નવા જન્મેલા બાળકનું નામ જન્મરાશી પ્રમાણે પાડવાનો ચાલ છે. જો કે હવે તે લગભગ ઘસાઈ ગયો છે. પણ રસ્તાનું નામ રાશી પરથી પાડવાનો ચાલ ક્યારે ય હોય એવું જાણ્યું નથી.

રસ્તાને નામ આપવા માટે સૌથી પહેલાં નજરે ચડે ભૌગોલિક કે કુદરતી લાક્ષણિકતા. જેમ કે વડાળા, ફણસ વાડી, તાડ વાડી, ખેત વાડી, મલબાર હિલ, વગેરે નામો હજી આજે ય લોકજીભે સચવાઈ રહ્યાં છે. આજે નથી જોવા મળતા ધોબી, કે નથી ત્યાં તળાવ. પણ ટેક્સીવાળાને ‘ધોબી તળાવ’ કહેશો તો તરત લઈ જશે. તેને બદલે ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક’ કહેશો તો પૂછશે : ‘આ જગ્યા મુંબઈમાં આવી છે?’

મુંબઈના રસ્તાઓને પહેલી વાર નામ અંગ્રેજોએ આપ્યાં. પોર્ટુગીઝ શાસન દરમ્યાન મુંબઈમાં રસ્તાઓને નામ અપાયાં હોય એવું જાણવા મળતું નથી. જો કે એ વખતે જેને નામ આપી શકાય એવા રસ્તા જ કદાચ મુંબઈમાં નહોતા. સાતે ટાપુ એકબીજાથી અલગ હતા એટલે હોડી કે વહાણ જ વાપરવાં પડતાં હોય. અંગ્રેજોએ જ્યારે મુંબઈના રસ્તાઓને નામ આપવાનું શરૂ કર્યું હશે ત્યારે તેમણે ફક્ત અંગ્રેજ અધિકારીઓ, ગવર્નરો, વગેરેનાં નામ જ આપ્યાં એવું નથી. એક દાખલો : ક્રાફર્ડ માર્કેટ અને પાયધુની વચ્ચેનો રસ્તો. આજે એનું જે નામ છે તે જ ૧૯મી સદીમાં પણ હતું : અબ્દુલ રહેમાન સ્ટ્રીટ. પહેલાં મનાતું કે પીર અબ્દુલ રહેમાનના નામ પરથી આ રસ્તાનું નામ પડ્યું છે. આ પીરની દરગાહ કલ્યાણ નજીક આવેલી છે. અને મુંબઈમાં પણ ઘણા લોકો તેમનામાં શ્રદ્ધા ધરાવે છે. પછી કોઈએ કહ્યું કે ના, ના. આ નામ એ પીર પરથી નથી પડ્યું. એ તો પડ્યું છે અબ્દુલ રહેમાન નામના ઘોડાના એક મોટા વેપારીના નામ પરથી. ૧૯મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ ઘણા જાણીતા હતા. પણ પછી એક સંશોધકે શોધી કાઢ્યું કે અઢારમી સદીમાં અબ્દુર રહેમાન આ વિસ્તારના મોટા જમીનદાર હતા. અહીંની ઘણીખરી જમીન તેમની માલિકીની હતી. તેમના અવસાન પછી તેમની મોટા ભાગની જમીન સર જમશેદજી જીજીભાઈ, પહેલા બેરોનેટે ખરીદી લીધી. ત્યારથી આ રસ્તાનો એક ભાગ ‘બાટલીવાલા મહોલ્લા’ તરીકે ઓળખાવા લાગ્યો. કારણ સર જમશેદજીની મૂળ અટક હતી ‘બાટલીવાલા’. તો આ રસ્તાનો બીજો એક ભાગ મચ્છી બજાર કે ફીશ માર્કેટ તરીકે ઓળખાતો. બીજો એક હિસ્સો બંગડી બજાર કહેવાતો તો એક હિસ્સામાં રંગારીઓની વસ્તી વધુ હતી એટલે એ ગલ્લી રંગારી મહોલ્લા તરીકે જાણીતી થયેલી.

એ વખતે રસ્તાનાં નામ પારસીઓની અગિયારી પરથી પણ પડતાં. બોરા બજારથી મિન્ટ રોડ સુધીના રસ્તાનું નામ હતું અગિયારી લેન. એ રસ્તા પર આવેલી અગિયારીનું નામ માણેકજી શેઠ અગિયારી. માણેકજી નવરોજી શેઠે ૧૭૩૩માં એ અગિયારી બંધાવેલી. એ વરસના જૂન મહિનાની ૧૯મી તારીખે આ અગિયારી ‘પરઠાવવામાં’ આવી હતી. નવરોજી શેઠ એટલે નવરોજી હિલ તરીકે ઓળખાતી જગ્યાના માલિક. અસલ મકાનની જગ્યાએ ૧૮૯૧માં નવું મકાન બાંધવામાં આવ્યું. એ વરસના નવેમ્બરની પાંચમી તારીખે આ નવા મકાનનું ઉદ્ઘાટન થયું હતું.

કોળીઓની જેમ અગ્રી – કે અગરી – જાતિના લોકો મુંબઈના અસલ વતનીઓમાંના એક. તેમની વળી ત્રણ પેટા જાતિ. મીઠાના અગર પર મીઠું પકાવવાનું કામ કરનારા તે અસલ અગરી. તો બીજી જમાતના અગરીઓ ભાત કહેતાં ડાંગરની ખેતી કરે. તો ભાજી-પાલા અગરી શાકભાજી ઉગાડીને વેચવાનો ધંધો કરે. એમ મનાય છે કે આ અગરી જાતિના લોકોનાં સાત કુટુંબ ઈ.સ. ૧૨૯૪માં મુંબઈ આવીને વસ્યાં. આ અગરીઓ પરથી એક વિસ્તારનું નામ પડ્યું અગરીપાડા. આજ સુધી લોકજીભે આ નામ સચવાઈ રહ્યું છે. આ અગરીઓના પટેલ હતા હિરજી બાલાજી. એટલે કેટલાક અગરીપાડાને હિરજી બાલાજી પાડા તરીકે પણ ઓળખતા.

૧૯મી સદીમાં જ્યારે વાહનવ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે પણ ગુજરાત, બાકીના મહારાષ્ટ્ર, કોંકણ વગેરે વિસ્તારો સાથે મુંબઈ ધીકતો ધંધો કરતું, દરિયાઈ માર્ગે. મુંબઈની ગોદીનો તથા તેની આસપાસનો ઘણો વિસ્તાર પોર્ટ ટ્રસ્ટની માલિકીનો હતો. અને ધીકતા ધંધાને ધ્યાનમાં રાખીને પોર્ટ ટ્રસ્ટના સત્તાવાળાઓએ ઘણા રસ્તાનાં નામ અડોશ-પડોશનાં બંદરનાં રાખ્યાં હતાં. જેમ કે ઘોઘા સ્ટ્રીટ, મેંગલોર સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ગોવા સ્ટ્રીટ વગેરે. તો બીજી એક માન્યતા એવી છે કે સાધારણ રીતે એક ગામથી મુંબઈ આવેલા લોકો એક જ વિસ્તારમાં સાથે રહેવાનું પસંદ કરતા. એટલે આવાં નામ. અમદાવાદ ભલે બંદર નથી, પણ પોર્ટ ટ્રસ્ટની મિલકત પરના એક રસ્તાનું નામ અમદાવાદ સ્ટ્રીટ હતું. અમદાવાદમાં ક્યારે ય મુંબઈ માર્ગ હતો કે નહિ એની ખબર નથી.

આપણા મોટા ગજાના સર્જક સુરેશ દલાલ પોતાની કાવ્યયાત્રાને ઘણી વાર ખત્તર ગલ્લીથી અત્તર ગલ્લીની યાત્રા તરીકે ઓળખાવતા. આ બંને નામો કાલ્પનિક નથી, સાચાં છે. જીવનનાં શરૂઆતનાં ઘણાં વરસ સુરેશભાઈએ ખત્તર ગલ્લીના એક મકાનમાં વીતાવેલાં. ઠાકુરદ્વાર રોડથી કાંદાવાડી સુધીની એક ગલ્લીનું નામ હતું ખત્તર ગલ્લી અથવા ખત્તરયાળી લેન. અને અત્તર ગલ્લી નામ પ્રાસ મેળવવા ખાતર ઉપજાવી કાઢેલું નથી. પરેલ રોડથી ભીંડી બજાર જતી એક ગલ્લીનું નામ અત્તર ગલ્લી હતું કારણ એ ગલ્લી પર અત્તરિયાની દુકાનો આવી હતી. આજે તો સુગંધનાં સરનામાં અનેક થઈ ગયાં છે. મોટી મોટી કંપનીઓ પરફ્યુમના ધંધામાં પડી છે. પણ એક જમાનામાં ‘એની સુગંધનો દરિયો’ માણવો હોય તો આ અત્તર ગલ્લી જવું પડે. ઘણીખરી દુકાનો મુસ્લિમ બિરાદરોની. કોઈ ઘરાક આવે એટલે બહુ નજાકતથી એક એક બાટલી ઊઘાડી અત્તરની સુવાસ ફેલાવે. તો ઘરાક નક્કી ખરીદવા આવ્યો છે, ટાઈમ પાસ કરવા નહિ, એવી ખાતરી થાય તો અત્તરમાં બોળેલાં બે-ત્રણ પૂમડાં પણ આપે. સાથોસાથ એની જીભ એ દરેક અત્તરનાં ગુણગાન ગાતી જાય. હા, આજે આપણી ગલ્લીના નામમાંથી ખત્તર અને અત્તર બંને ગાયબ થઈ ગયાં છે. મૂળ અરબી શબ્દ ‘ઈતર,’ તેને આપણે બનાવ્યો ‘અત્તર.’

અંગ્રેજ સૈનિકોની બૅરેક્સ

તો કોટ વિસ્તારની એક ગલ્લીનું નામ હતું બીફ લેન. આજે તો હવે સરકારે બીફ પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ ત્યારે ય હિંદુઓ તો ભાગ્યે જ એ ખાતા. પારસી બજારની પશ્ચિમે આવેલી બીફ સ્ટ્રીટના મુખ્ય ઘરાકો હતા બ્રિટિશ સૈનિકો. આ ગલ્લીથી થોડે દૂર સૈનિકો માટેની બેરેકસ આવેલી હતી. તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે આ વિસ્તારમાં કેટલીક દુકાનો હતી. એ દુકાનની સામે મિલિટરી સ્ટોર્સ લેન આવેલી હતી. પણ બીજી બધી દુકાનો કરતાં બીફની દુકાન અલગ રાખવાનું જરૂરી હતું. એટલે તે ગ્રેહામ્સ ઓફિસની બાજુમાં આવેલી હતી. તેની નજીકમાં પરણેલા સૈનિકો માટેની બેરેકસ હતી અને થોડે દૂર બીજા સૈનિકો માટેની બેરેકસ હતી. સૈનિકોને રોજીંદા ઉપયોગની વસ્તુઓ સહેલાઈથી મળી રહે એ હેતુથી સીધા-સામાનની બધી દુકાનો આ બેરેકસની નજીક રખાઈ હતી.

મુંબઈના રસ્તાઓનાં નામના રંગબેરંગી ઇતિહાસની બીજી થોડી વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 (પ્રગટ થયું : “ગુજરાતી મિડ-ડે”; 18 માર્ચ 2023)

Loading

मेरी आवाज सुनो ! 

कुमार प्रशांत|Opinion - Opinion|18 March 2023

कुमार प्रशांत

सर्वोच्च न्यायालय का फैसला आ गया कि अब चुनाव आयोग का चयन तीन सदस्यों की एक समिति करेगी, न कि प्रधानमंत्री के इशारे पर नौकरशाही के चापलूसों का पत्ता फेंटकर इसका चयन किया जाएगा. यह फैसला तब तक लागू रहेगा जब तक संसद इसके लिए कोई नया कानून बना कर देश के सामने नहीं रखती है. स्वतंत्र भारत के इतिहास में यह पहली बार हुआ है कि न्यायपालिका ने विधायिका को उसकी भूमिका भी और उसकी मर्यादा भी इस तरह आदेश दे कर समझाई है.

सर्वोच्च न्यायालय के इस फैसले के बाद से सत्तापक्ष में एकदम सन्नाटा है. विपक्ष ने भी थोड़ी-बहुत प्रतिक्रिया से ज्यादा कुछ नहीं कहा है. ऐसा सन्नाटा क्यों है भाई ? इसलिए है कि सभी जान रहे हैं कि सर्वोच्च न्यायालय का यह फैसला सत्ता पक्ष व विपक्ष दोनों के पर कतर रहा है.  जिस हम्माम में सब नंगे हों उसमें तौलिये की बात करना सबकी नंग खोल देता है.

सर्वोच्च न्यायालय का यह फैसला सत्तापक्ष की नीयत पर कठोर टिप्पणी करता है. यह टिप्पणी इतनी कठोर व मर्म पर चोट करने वाली है कि यदि हमारी व्यवस्था में थोड़ी भी लोकतांत्रिक आत्मा बची होती तो चुनाव आयोग के वर्तमान अध्यक्ष का इस्तीफा कब का हो गया होता. सरकार का यदि कोई लोकतांत्रिक चरित्र होता तो उसने इस फैसले के तुरंत बाद वर्तमान चुनाव आयोग को भंग कर दिया होता तथा प्रधानमंत्री-नेता विपक्ष-प्रधान न्यायाधीश की समिति ने रातोरात बैठ कर नया चुनाव आयोग गठित कर दिया होता. ऐसा हुआ होता तो सत्ता पक्ष को अपनी विकृत लोकतांत्रिक छवि सुधारने का तथा चुनाव आयोग को अपनी हास्यास्पद स्थिति से बचने का मौका मिल जाता.  लेकिन जो लोकतांत्रिक आत्मा कहीं बची नहीं है, उसकी कोई लहर उठे भी तो कैसे ? हमारी संसद में भी इतनी नैतिक शक्ति बची नहीं है कि वह खुद को सुधार सके, बे-पटरी हुई अपनी गाड़ी को पटरी पर लौटा सके.

लोकतंत्र का पेंच यह है कि वहां संसद बनती भले है बहुमत के बल पर, चलती है परस्पर विश्वास व सहयोग के बल पर. ऐसा नहीं होता तो भारतीय संसद के इतिहास में अब तक सबसे बड़े बहुमत से जो दो सरकारें बनी हैं – इंदिरा गांधी व राजीव गांधी की- वे ताश के पत्तों-सी बिखर नहीं जातीं. इसलिए लोकतांत्रिक नैतिकता का तकाजा है कि संवैधानिक संस्थाएं एक-दूसरे की सुनें, एक-दूसरे का सम्मान करें.

जिस संसदीय लोकतंत्र की रजत जयंती मानने की हम तैयारी कर रहे हैं, वह इतने वर्षों में हमें यह भी नहीं सिखा सकी है कि हमारी सारी लोकतांत्रिक संस्थाएं संविधान के गर्भ से ही पैदा हुई हैं. इसलिए इनमें कोई संप्रभु नहीं है. संप्रभु है इस देश की जनता जिसने अपना संविधान बना कर, अपने ऊपर लागू किया है. तो वह संविधान सबका पिता है. पिता के संरक्षण का दायित्व सबका है लेकिन न्यायपालिका उसकी खास प्रहरी है.

संविधान ने जितनी संस्थाएं बनाई हैं उनमें से किसी को उसने संप्रभु नहीं बनाया है बल्कि इन सबका परस्परावलंबन निर्धारित किया है. सबकी दुम एक-दूसरे से बांध दी है. विधायिका कानून बनाने की सर्वोच्च संस्था है; न्यायपालिका उन कानूनों की वैधता जांचने वाली सर्वोच्च संस्था है; न्यायपालिका का कोई भी निर्णय संसद पलट सकती है लेकिन संसद कोई भी ऐसा निर्णय नहीं ले सकती है जिससे हमारे संविधान का बुनियादी ढांचा प्रभावित होता हो; और यह फैसला सिर्फ, और सिर्फ न्यायपालिका कर सकती है कि कब, कहां और किसने यह लक्ष्मण-रेखा पार की है.

कार्यपालिका विधायिका के निर्देश पर काम करती है लेकिन वह पे-प्रमोशन-पेंशन के पीछे भागती चापलूसों की जमात नहीं है. असंवैधानिक निर्देश मानने के लिए वह लाचार नहीं है. उसमें अनैतिक व असंवैधानिक निर्देश मानने से इंकार करने का नैतिक बल होना चाहिए. वह न्यायपालिका की मदद लेने को भी स्वतंत्र है.

लोकतंत्र के विकास-क्रम में एक चौथा खंभा भी विकसित हुआ है जिसे आज मीडिया कहते हैं. स्वतंत्रता, साहस व विवेक के तीन खंभों पर यह मीडिया टिका हुआ है जो स्वायत्त व स्वतंत्र तो है लेकिन अपने लिखे-बोले-दिखाए हर शब्द के लिए वह समाज, न्यायपालिका व संसद के प्रति जवाबदेह भी है. इन चारों के बीच यह गजब की स्वायत्ता व गजब का परस्परावलंबन है जो संविधान ने रचा है. इसके आलोक में सारी संवैधानिक संस्थाओं को अपना आकलन करना चाहिए.

इस आलोक में हमें अपनी न्यायपालिका को देखना चाहिए तथा न्यायपालिका को इस आईने में अपनी सूरत देखनी चाहिए. हम जब इस आलोक में अपनी न्यायपालिका को देखते हैं तो हमें अफसोस होता है; न्यायपालिका जब इस आईने में खुद को देखेगी तो डर जाएगी. मनुष्य बहुत सारी कमजोरियों का पुतला है- इस हद तक कि यह कहावत ही बन गई है कि गलती करना मनुष्य होने की पहचान है – टू इर इज ह्यूमन ! यह जानने व मानने के बाद हमने ही कुछ ऐसी संस्थाएं बनाईं, कुछ ऐसे पद बनाए जिनकी नैतिक जिम्मेवारी है कि वे सामान्य मनुष्यों की सामान्य कमजोरियों से ऊपर उठ कर सोचें व व्यवहार करें. जेबकतरा लोभ व बेईमानी की मानवीय कमजोरी का एक उदाहरण है. वह भीड़ का फायदा उठा कर जेब काटता है. उससे नागरिक व पुलिस निबटते ही रहते हैं. लेकिन पुलिस ही जेबकतरा बन जाए तो हम क्या करेंगे ? इसलिए जरूरी है कि पुलिस का ऐसा प्रशिक्षण किया जाए, उसमें ऐसा दायित्व-बोध भरा जाए कि वह सामान्य मानवीय कमजोरियों से ऊपर उठ कर काम करे. जब पुलिस ऐसी कल्पना पर खरी नहीं उतरती है तो हम उसके  प्रशिक्षण की नई योजना पर काम करते हैं. सारे पुलिस आयोग इसी कोशिश में बने हैं.

ऐसा ही विधायिका के साथ भी है, न्यायपालिका के साथ भी है और कार्यपालिका के साथ भी है. इनकी निरंतर पहरेदारी होनी चाहिए – आंतरिक भी और वाह्य भी ! हमारी न्यायपालिका खुद की पहरेदारी कैसे करती है ? उसने चुनाव आयोग के गठन के बारे में जो फैसला आज दिया है क्या वह बीमारी उसे आज दिखाई दी है? यह तो पहले दिन से ही हमें दिखाई दे रहा था कि चुनाव यदि संसदीय लोकतंत्र का सबसे बड़ा अवलंबन है तो उसकी निगरानी करने वाली संस्था को मजबूत, आत्मनिर्भर तथा सत्तानिरपेक्ष बनाना जरूरी है. जो हमें दिखाई दे रहा था वह न्यायपालिका को क्यों नहीं दिखाई दिया ? उसका यह अपराध बहुत संगीन हो जाता है क्योंकि संविधान ने उसे यही जिम्मेवारी दी है कि वह संवैधानिक संस्थाओं की ऐसी हर कमजोरी पर नजर रखे, उसे जांचे-परखे और उसे ठीक करने की ठोस पहल करे. अपने वक्त में शेषन साहब ने यह दिखलाया भी था कि चुनाव आयोग यदि साहसपूर्ण स्वतंत्रता से काम करता है तो संसदीय लोकतंत्र को संभालने में कितनी मदद मिलती है. न्यायपालिका ने वह संकेत क्यों नहीं समझा ? उसने उस दिशा में क्यों काम नहीं किया ? बीमारी इतनी बिगड़ जाए कि मरीज मरणासन्न हो जाए, यह डॉक्टर की विफलता है. मरणासन्न मरीज को बचा कर वाहवाही लूटने से यह बात छिपाई नहीं जा सकती है कि आप अपनी प्राथमिक जिम्मेवारी में विफल हुए हैं. ऐसा ही न्यापालिका के साथ भी हो रहा है.

हमारी न्यायपालिका सामान्य मानवीय कमजोरियों की गिरफ्त में इस कदर है कि वह सामान्यत: मनुष्य जितना संयम, समझदारी व साहस दिखा पाता है, उतना भी नहीं दिखा पाती है. वह सत्ता से डरती है, वह सत्ता की कृपाकांक्षी होती है, वह केरियररिस्ट है, वह पार्टीबाजी की घटिया मानसिकता की शिकार है. वह मुकदमा जीतने के लिए शील व विवेक की कीमत नहीं करती है. संक्षेप में कहूं तो वह मानवीय कमजोरियों से ऊपर उठने का कोई तरीका विकसित नहीं कर सकी है.

राहुल गांधी लंदन में क्या कहते हैं इस पर चिल्ल-पों करने वाले इस पर क्यों चुप्पी साध लेते हैं कि हमारा लोकतंत्र क्या कहता है ? वह संवैधानिक ऑक्सीजन की मांग कर रहा है.  वह कह रहा है कि मेरी आवाज सुनो!

(18.03.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સાઈકલના ઉત્પાદનમાં અગ્રેસર ભારત વપરાશમાં પાછળ છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 March 2023

ચંદુ મહેરિયા

મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરના માર્ગો પર અલગ સાઈકલ લેનની માંગ કરી છે. મહાનગર મુંબઈની જીવનરેખા સમા પાંચ હજાર ડબ્બાવાળાઓ રોજ બે લાખ વેપારીઓ અને નોકરિયાતોને તેમના ઘરેથી બપોરનાં ખાણાંનું ટિફિન મેળવીને કાર્યસ્થળે પહોંચાડે છે. આ કામ માટે બાણું ટકા ડબ્બાવાળાઓ પર્યાવરણરક્ષક કે પૂરક એવી સાઈકલનો ઉપયોગ કરે છે. તેમાંથી ત્રેસઠ ટકા રોજનું સરેરાશ બાર કિલોમીટરનું સાઈકિલિંગ કરે છે. મુંબઈના ભરચક ટ્રાફિક વચ્ચે સમયસર પહોંચવું પડકાર છે. એટલે તે સ્વતંત્ર સાઈકલ ટ્રેક માંગે છે. જો કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, મુંબઈમાં જમીનની ખેંચના કારણે, અલગ સાઈકલ લેનની માંગણી નકારે છે.

નીતિ આયોગનો કોરોના મહામારી પૂર્વેનો માર્ચ-૨૦૨૦નો રિપોર્ટ જણાવે છે કે આજે પણ દેશના વીસ કરોડ શ્રમિકોને તેમના કામનાં ઠેકાણે જવા-આવવા દરરોજ લગભગ દસ કિલોમીટર ચાલવું પડે છે. કેમ કે સસ્તી અને સરળ ગણાતી સાઈકલ પણ તેમને પોસાતી નથી ! ભારતમાં વરસે સરેરાશ ૨.૨ કરોડ સાઈકલોનું ઉત્પાદન થાય છે. છેલ્લી ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૧૧.૧ કરોડ લોકો (૪૫ કરોડ કુટુંબો) પાસે સાઈકલ હતી. તેના પરથી લાગે છે કે દેશ સાઈકલના ઉત્પાદનમાં જેટલો અગ્રેસર છે (ચીન પછીનું બીજું સ્થાન) તેટલો વપરાશમાં નથી.

જાહેર પરિવહનમાં કોવિડના સંક્રમણનો ખતરો રહેતો હોઈ તેનાથી બચવા મહામારીના ગાળામાં સાઈકલનો વપરાશ વધ્યો હતો ખરો પણ તે કાયમી ના બની શક્યો. ૨૦૨૧માં ૧.૨ કરોડ સાઈકલો વેચાઈ તો ૨૦૨૦માં ૭૦ વરસ જૂની અને વાર્ષિક ૪૦ હજાર સાઈકલો બનાવતી એટલસ કંપની બંધ પણ થઈ ગઈ હતી. સાઈકલ ઉત્પાદકોનો આશાવાદ ૨૦૨૫ સુધીમાં વાર્ષિક પાંચ કરોડ સાઈકલોની જરૂરિયાત ઊભી થવાનો છે. તે ફળીભૂત થાય તેવી આશા સાથે એ પણ હકીકત છે કે દર એક હજારની વસ્તીએ નેધરલેન્ડમાં ૧,૧૦૦, જાપાનમાં ૭૦૦, ચીનમાં ૩૦૦ જ્યારે ભારતમાં ૯૦ સાઈકલો છે.

સાઈકલ માનવચાલિત કે પગથી પેડલ મારીને ચલાવાતું પરિવહનનું હલકું અને કિફાયતી સાધન છે. તેની ખરીદી અને મરામત સસ્તી છે. તે સરળ, સામાન્ય, વિશ્વસનીય, પર્યાવરણને અનુકૂળ એવું અંગત પરિવહનનું સાધન છે.  શાળાએ જતાં બાળકો માટે તે સલામત મનાય છે. એક સંશોધન મુજબ નાનાં શહેરોમાં કોઈપણ વાહનમાં દૈનિક સરેરાશ અઢીથી ચાર અને મધ્યમ તથા મોટાં શહેરોમાં ચારથી સાત કિલોમીટરનો પ્રવાસ કરવાનો થાય છે. આ માટે ઈંધણરહિત સાઈકલ સૌથી સારું સાધન છે. તેનાથી કાર્બન ઉત્સર્જન ઉપરાંત વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણની જાળવણી થાય છે. સાઈકિલિંગ આરોગ્યની જાળવણી માટે લાભકારક છે. સાઈકલ ચલાવવી એક સારો વ્યાયામ છે. સાઈકલ ચલાવતા કલાકના ૭૦ ગ્રામ ચરબી ઘટે છે.

આઝાદી પછીના ચારેક દાયકા સુધી સાઈકલ પરિવહનનું એક માત્ર સાધન હતું. ભારતના આરંભિક આર્થિક વિકાસમાં સાઈકલનું મહત્ત્વનું યોગદાન છે. ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ, ટેરી(TERI)ના અભ્યાસ મુજબ ટૂંકા અંતર માટે સાઈકલના ઉપયોગથી અર્થવ્યવસ્થામાં રૂ. ૧૮,૦૦૦ કરોડનો ફાયદો થાય છે. પેટ્રોલ કે ડિઝલચાલિત વાહનો માટે આપણે કાચા તેલની આયાત કરવી પડે છે. જો સાઈકલનો ઉપયોગ વધે તો ઈંધણની આયાત ઘટે અને વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે. એકલા લુધિયાણામાં જ સાઈકલ સંબંધિત ૪,૦૦૦ લઘુ અને મધ્યમ કારખાનામાં ૧૦ લાખ લોકોને રોજી મળે છે. જો સરકાર અને સમાજ સાઈકલનો વપરાશ વધારવા કટિબદ્ધ થાય તો રોજગારીમાં ઘણો વધારો થઈ શકે તેમ છે.

સાઈકલના આટઆટલા લાભ છે તો તેનો વપરાશ કેમ વધતો નથી? એક કારણ તો ભારતના રસ્તા સાઈકલને અનુકૂળ નથી. માર્ગ અકસ્માતો માટે ૭૫ ટકા કરતાં અધિક દોષ મોટરવાહનોનો હોય છે, જ્યારે સાઈકલસવારોની ભૂલ માત્ર ૬ ટકા જ હોય છે. ભારતમાં માર્ગ નિર્માણ મોટા વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. જે કેટલાંક શહેરોમાં સાઈકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે તે રોજિંદા ઉપયોગ કરનારાઓના નહીં, વ્યાયામ માટે સાઈકલસવારી કરનારાઓના લાભાર્થે કર્યું છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સરકારે એશિયાના સૌથી લાંબા (૨૦૦ કિલોમીટર) સાઈકલ પથનું લખનૌ, નોઈડા અને ગાજિયાબાદમાં નિર્માણ કર્યું હતું. તેના મૂળમાં લોકોની જરૂરિયાત કરતાં પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઈકલને અમર કરવાનો હેતુ હતો. આજે તે બિનઉપયોગી થઈ ગયો છે.

કંપનીઓ ઈંધણચાલિત બે કે ચાર પૈડાના વાહનો માટે લોન આપે છે પરંતુ દેશના ૨૦ કરોડ લોકોને સાઈકલની જરૂર છે, પરંતુ તે માટેની ખરીદશક્તિ નથી. તેમ છતાં તેમને કોઈ લોન કે સબસિડી અપાતી નથી. ઘણી રાજ્ય સરકારો શાળા છોડી જતાં કિશોરોનું પ્રમાણ ઘટાડવા મફત સાઈકલોનું વિતરણ કરે છે. તેનાથી સાઈકલનું વેચાણ વધે છે પરંતુ વપરાશ વધ્યાનું જણાતું નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં (૨૦૦૧થી ૨૦૧૧) દેશમાં મોટરકારો અને ટુવ્હીલરની સંખ્યા અનુક્રમે ૨.૪ અને ૨.૩ ટકા વધી હતી.પરંતુ સાઈકલોની ખરીદી ૧.૩ ટકા જ વધી અને તે પણ સરકારી ખર્ચે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સાઈકલ વિતરણને લીધે. ૨૦૧૧થી ૨૦૨૦માં ગ્રામીણ ભારતમાં સાઈકલનો ઉપયોગ ત્રણ ટકા(૪૩થી ૪૬) વધ્યો છે. પરંતુ શહેરી ભારતમાં ચાર ટકા (૪૬ થી ૪૨) ઘટ્યો છે.

સાઈકલનો ઇતિહાસ લગભગ બસો-અઢીસો વરસોનો છે. ભારતમાં સાઈકલ અંગ્રેજોની દેન છે. ઈ.સ. ૧૯૧૦માં અંગ્રેજોએ ઈંગ્લેન્ડથી ૩૫,૦૦૦ સાઈકલો મંગાવીને વેચી હતી. ઈ.સ. ૧૯૪૨માં મુંબઈમાં હિંદ સાઈકલનું સૌ પ્રથમ નિર્માણ થયું હતું. વરસો સુધી હીરો કંપનીની સાઈકલો સાઈકલનો પર્યાય મનાતી હતી. હીરો કંપનીના માલિક મુંજાલ પરિવાર છે. તેની બીજી પેઢીના સુનીલકાન્ત  મુંજાલ લિખિત કિતાબ ‘ધ મેકિંગ ઓફ હીરો’માં જણાવ્યા પ્રમાણે ભાગલા પૂર્વે પાકિસ્તાન છોડી ભારત આવી વસેલા મુંજાલ પરિવારે મૂળે પાકિસ્તાનના કરીમ દીનની સાઈકલની ગાદીઓ બનાવતી કંપનીનું નામ હીરો મેળવ્યું હતું અને પછીથી તેમણે એ જ નામે સાઈકલોનું ઉત્પાદન કર્યું છે.

દુનિયાના અન્ય દેશોમાં જેટલો સાઈકલનો ઉપયોગ અને આકર્ષણ છે તેટલો ભારતમાં નથી. નેધરલેન્ડમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. રાજધાની એમ્સટર્ડમમાં તો  અંગત પરિવહન માટે માત્ર સાઈકલના જ ઉપયોગની મંજૂરી છે. તેલસમૃદ્ધ હોવા છતાં સંયુક્ત અરબ અમિરાતે દુબઈમાં  સાઈકિલિંગ માટે ૯૫ કિલોમીટર લાંબો ઈન્‌ડોર સુપર હાઈવે બનાવ્યો છે. ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં સૌથી લાંબો સાઈકલ ટ્રેક વિકસિત થઈ રહ્યો છે. 

ભારતની સામજિક-આર્થિક સ્થિતિ સાઈકલના ઉપયોગને માફક આવે તેવી છે. સાઈકલ મહિલામુક્તિનુ વિરાટ કદમ છે. પરંતુ રસ્તા તેને અનુરૂપ નથી. સાઈકલ માટે પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ, રસ્તા પરના ખાડા, વરસાદનું પાણી, રસ્તાની મરામતના ધાંધિયા અને બંધ સ્ટ્રીટ લાઈટ પણ સાઈકલના વપરાશને અવરોધે છે. ખતરનાક વાયુ પ્રદૂષણથી બચવા માટે સાઈકલનું ચલણ વધારવું જોઈએ. દૂધવાળા, ફેરિયા, છાપાવાળા અને ટપાલીઓએ ભલે હવે સાઈકલોને બદલે મોટરસાઈકલો વાપરવા માંડી હોય, ઓછી કે મધ્યમ આવકના વ્યવસાયીઓ માટે સાઈકલ આજે ય જીવિકોપાર્જનનું સાધન બની શકે છે.

૨૦૧૮થી દર વરસની ત્રીજી જૂનનો દિવસ વિશ્વ સાઈકલ દિવસ તરીકે મનાવાય છે. તેનો ઉદ્દેશ રાષ્ટ્રના વિકાસમાં સાઈકલનું મહત્ત્વ સ્થાપિત કરી તેની સામેલગીરી અને વપરાશ વધારવાનો છે. પણ સાઈકલ દિનની ઉજવણી સાઈક્લોથોન કે સાઈકિલિંગની સ્પર્ધામાં સમેટાઈ ગઈ છે.

૨૦૧૬ની રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિમાં સાઈકલ જેવા બિનમોટરવાહનના ઉપયોગમાં વૃદ્ધિ પર ભાર મુકાયો છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનમાં સાઈકલ ટ્રેકના નિર્માણને પ્રાધાન્ય અપાયું છે. ૨૦૧૯માં સાઈકલ ઉદ્યોગના વિકાસ માટે સરકારે વિકાસ પરિષદ સ્થાપીને વૈશ્વિક માપદંડો મુજબની સાઈકલોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. આ સઘળા પ્રયાસો સાઈકલને સાર્વજનિક પરિવહનનો વિકલ્પ બનાવવા અને સાઈકલનો ઉપયોગ વધારવા માટેના છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0691,0701,0711,072...1,0801,0901,100...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved