બેઠી છે ઘરમાં
જડબાં ફાડીને ભૂખ
ને ઊભો છે બારણે
દાતં કાકરતો કૉરોના
ઘરમાં ય મોત
ને બહારે ય મોત
વચમાં બચેલી તસુ જગામાં
માડં માડં પગ ટેકવતો
ઊભો છે મજૂર
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020
![]()
બેઠી છે ઘરમાં
જડબાં ફાડીને ભૂખ
ને ઊભો છે બારણે
દાતં કાકરતો કૉરોના
ઘરમાં ય મોત
ને બહારે ય મોત
વચમાં બચેલી તસુ જગામાં
માડં માડં પગ ટેકવતો
ઊભો છે મજૂર
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020
![]()
સદીઓથી
કર્યાં ક્વૉરન્ટીન અમને
ગામ છેડે
વનવગડે, ચાલીઓમાં અને ઝૂંપડપટ્ટીઓમાં,
પણ અમારાં રુવાડાં ય ફરક્યાં નથી
જીવ્યા છીએ ખુમારીથી
પણ આ ક્વૉરન્ટીને તો ભૈશાબ
બોટીઓ ચૂંટી લીધી
ને ઘોઘળે લાવી દીધો હાહ.
મજૂર તો અમે ય
ને એ ય
પણ અમે દેશી મજૂર.
અને પેલા પરદેશી મજૂર
અમે ઊભા રહીએ સાંચે
આઠ આઠ કલાક, બાર બાર કલાક
એમ એય ઊભા રહી સેવા કરે પરદેશની
આઠ આઠ, દસ દસ, બાર બાર કલાક
પણ એમનાં તો મોટેરાં માન
તે ખાસ મોકલ્યાં વિમાન
અને તાળું વાખતાં પહેલાં
કર્યાં એમને ઘરભેગાં
માત્ર અમારાથી જ રાખ્યો આંતરો.
રાખીને અમને અંધારામાં
અમારે ય ઘર છે, ઘરવાળી છે,
છૈયાંછોકરાં છે ઘૈડાં માબાપ છે
એ વાત જ તમે વિસારી દીધી
અમે ઘરે જવા ભેગા થઈએ તો
તમારી પોલીસ ડંડા મારે
ફ્લેટો ને બંગલાવાળા
અમારી મૂર્ખતા પર ઠાઠાઠીઠી કરે
અમારી આ વિપદા
કોરોનાને કારણે નથી.
સરકાર માબાપ
તમારા વેરાઆંતરાને કારણે છે.
ભૂખ તો ક્યાં નથી વેઠી અમે?
પણ રોટલો મળે ના મળે એની ચિંતા નથી
આજે. આજે તો યાદ આવે છે,
ગામ, ગામનું તળાવ.
ઘરનો ઉંબરો, મારી સીતા સમી વહુ
નેનકો ને નેનકી,
ખાંસી ખાતાં માવતર
હ્રદય થઈ રહ્યું છે ઉતાવળું
એવું કે તાળું ખૂલે ને ભાગી છૂંટું.
તે સીધો સીધો ઘેર
રુંવેરુવું તલસી રહ્યું છે ઘર માટે.
મોદીસાહેબ, ક્યોને ક્યારે ખોલો છો આ તાળુ?
તો મને મળે ધરતીનો છેડો.
ને આવે નિવેડો.
ભલે જીવતરનો. ધરતીના છેડે.
ભલે તમે મારી કવિતાને ન ગણો
ડાયાસ્પોરાની કવિતા, પોહાસે આજે તો
પણ,
ભલા મોદીસાહેબ
થાળીઓ વગાડી
તાળીઓ વગાડી,
હવે પટ ચપટી વગાડો
ને મને ઝટ ઘર ભેગો તો કરો.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020
![]()
1.
બહુ ખરાબ સમય ચાલે છે,
ન ચાલવાના વિષય ચાલે છે !
મકાનોમાં જ હતાં લોકો ને
બહાર માર્ગમાં ભય ચાલે છે !
ઘટી રહી છે હવે વસ્તીઓ,
છૂપી રીતે જ પ્રલય ચાલે છે !
કશું ન ચાલે અહીંયાં બીજું,
સૂરજનો અસ્ત ઉદય ચાલે છે !
શરીર હોય કોઈ શબ જાણે,
ને એમાં એક હ્રદય ચાલે છે !
હું જાત સાથે કરું છું વાતો,
બહુ વિવેક વિનય ચાલે છે !
•••
2.
દવાઓની દુકાનો બંધ રાખે,
મરીએ તો સ્મશાનો બંધ રાખે !
ઊભો છે દ્વાર પર આવીને રસ્તો,
બધાં એથી મકાનો બંધ રાખે !
કરે છે બ્રહ્મચારીઓ બીજું શું,
એ એનાં ખાનદાનો બંધ રાખે !
જુઓ આ બંધ ક્યાંથી ક્યાં પહોંચ્યો,
કે સંસદને પ્રધાનો બંધ રાખે !
બીજી દુનિયામાં જઈ શકતો નથી હું,
આ સૃષ્ટિ આસમાનો બંધ રાખે !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020
![]()

