હમણાં-હમણાં એક ઘટનાએ મને ખાસ્સો વિચલિત કર્યો. બિલ્કિસબાનુને થોડો ન્યાય મળ્યો, પરંતુ એ ઘટનાને સમૂહમાધ્યમોમાં અને સમાજમાં ઝાઝો પ્રતિભાવ ન મળ્યો. જ્યારે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી મળતા આખા ભારતીય સમાજમાં સંતોષનું મોજું ફરી વળ્યું હતું! સ્ત્રી પ્રત્યે બળાત્કારીની સજામાં અને સજા માટેના સામાજિક પ્રતિભાવમાં આ અંતર કેમ? શું બિલ્કિસબાનુ મુસ્લિમ સ્ત્રી છે એટલે? વિશેષ સહાનુભૂતિ પામી? પરંતુ આવા કિસ્સામાં તો બચેલીનો સંઘર્ષ વધારે વિકટ હોય છે. જરા બંને કેસની વિગતો જોઈએ તો અનુભવ થશે કે એક ત્રાજવું હોવા છતાં પલ્લાં ઊંચાનીચાં છે!
સુપ્રીમ કૉર્ટે જ્યારે નિર્ભયાકાંડના જવાબદારોને ફાંસી સજા સંભળાવી, ત્યારે હાજર લોકોએ તાળીઓના ગટગડાટથી નિર્ણયને વધાવ્યો! જાણે કે બોલીવૂડ પ્રકારની આ પ્રતિક્રિયા લાગે! ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને પાછી ફરતી નિર્ભયા સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રાઇવેટ બસમાં બેઠેલાં નિર્ભયા અને તેના મિત્રને મારીને નિર્ભયા પર બળાત્કાર થયો. દિલ્હીમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું. જેના પરિણામે નિર્ભયા ઍક્ટ પણ બન્યો! પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને બધા આરોપીઓ પકડાઈ પણ ગયા. કાર્યવાહીમાં એવી ચોકસાઈ રાખવામાં આવી હતી કે જવાબદારો બચી જ ન શકે. બીજી તરફ રાષ્ટ્રવ્યાપી પ્રતિભાવ પણ એવો હતો કે સ્વાભાવિક જ સુપ્રીમ કૉર્ટે જેને ધ્યાનમાં લેવો પડે. બધા ‘બળાત્કારીઓને ફાંસી મળવી જોઈએ,’ તેવા સૂત્રોચ્ચારો કરતાં મીણબત્તીનાં સરઘસ ચાલ્યાં! નિર્ભયાના માતા-પિતાને બધી જ ચૅનલોએ પૂરતો અવકાશ આપ્યો.
જેને પરિણામે નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમે બહાલી આપી દીધી. બળાત્કારીઓને ફાંસી થઈ જશે. સમાજે સંતોષનો ઓડકાર ખાધો. નિર્ભયા પછી એવા કાંડ ઘણા બધા બન્યા, પરંતુ હજુ ન્યાય લટકે છે! રાષ્ટ્રનો સામાજિક આત્મા ફરીવાર નથી જાગ્યો. બીજી બાજુ મુઝ્ફ્ફરનગર, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણ, કેરળ, રાજસ્થાન, પંજાબ જેવાં રાજ્યોમાં જાતિવાદી હિંસા સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થયા, પરંતુ આપણે ચૂપ છીએ, જેમાં કાશ્મીર પણ ઉમેરી શકાય. એવું શું છે કે નિર્ભયાકાંડ વખતે મીણબત્તી સમેત ઊમટેલું રાષ્ટ્ર આ બધી ઘટના વિશે ચૂપ છે? શું એવું કહી શકાય કે સમૂહમાધ્યમો ઘટનાને કેટલું મહત્ત્વ આપે છે, તેનાથી જ ઘટના વિશે ઊહાપોહ થાય?
નિર્ભયાકાંડના એક દાયકાપૂર્વે ૨૦૦૨ના ગોધરાકાંડ વખતે અનેક ભારતીયો મર્યા. સામૂહિક બળાત્કારો થયા, જેમાં એક બિલ્કિસબાનુની ઘટના છે. અમદાવાદથી ૨૦૦ કિલોમીટર દૂર દાહોદ જિલ્લાના રણધીરપુર ગામમાં કોમવાદીઓએ મુસ્લિમોનાં ઘર બાળી નાખ્યાં હતાં. રાતે મુસ્લિમો ખેતરોમાં બચવા ફરતા રહ્યા. જ્યારે ૧૯ વર્ષની બિલ્કિસબાનુ પોતાના પરિવાર સાથે ટ્રકમાં ભાગી રહી હતી, ત્યારે ટોળાંએ ઘેરી લીધા! બિલ્કિસની આંખો સામે જ ચૌદ સભ્યોને કાપી નાંખવામાં આવ્યા. બિલ્કિસની ત્રણ વર્ષની દીકરીનેે પણ મારી નાખી! બિલ્કિસને પાંચ મહિનાનો ગર્ભ હતો તો પણ ભીડમાંના એ જેને ઓળખતી હતી, તેવા લોકોએ જ એના પર બળાત્કાર કર્યો. એને મરેલી માનીને બધા ચાલ્યા ગયા. જ્યારે બેહોશ બિલ્કિસ ભાનમાં આવી, ત્યારે એની ચારેબાજુ પરિવારજનોનાં શબ પડ્યાં હતાં. એ જાતને બચાવી સામેની પહાડીમાં રાતે પહોંચી ગઈ. બીજે દિવસે નજીકના લીમખેડા પોલીસ-સ્ટેશને જ્યારે એ ફરિયાદ લખાવવા પહોંચી તો એની ફરિયાદ લેવામાં ન આવી, એને ધમકાવવામાં આવી અને રાહતકૅમ્પમાં મોકલી દીધી. મેડિકલ ચાર દિવસ પછી કરવામાં આવ્યું. એફ.આઈ.આર. પંદર દિવસ પછી લેવામાં આવી. ૨૫ માર્ચ, ૨૦૦૩માં તો પોલીસે કેસ બંધ પણ કરી દીધો. પરંતુ બિલ્કિસ હિંમત હારી નહીં. માનવાધિકાર સાથે સંકળાયેલા લોકોની મદદથી સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી, જેના કારણે કોર્ટે સી.બી.આઈ.ને આ મામલાની તપાસ કરવાનો આદેશ કર્યો. કેસની ગંભીરતા જોઈને મહારાષ્ટ્ર હાઈકૉર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો, જેથી સ્થાનિક-રાજકીય પોલીસખાતું કેસને પ્રભાવિત ન કરે. પંદર વર્ષમાં એને ખૂબ જ ધમકીઓ મળી. પેરોલ પર છૂટતા અપરાધીઓ ધમકાવતા હતા. રોજિંદું જીવન પણ ચલાવવું મુશ્કેલ હતું. બિલ્કિસ અને એના પતિ યાકુબે ૧૫ વર્ષમાં ૨૫ ઘર બદલવા પડ્યા!
ચોથી માર્ચ, ૨૦૧૭ મુંબઈ હાઈકોર્ટે સી.બી.આઈ.ની ફરિયાદના આધારે ૧૧ લોકોને જવાબદાર ઠેરવી આજીવન કેદની સજા કરી! મહત્ત્વની વાત તો એ છે કે આ કેસમાં કૉર્ટે સાત પોલીસ કર્મચારી અને એક ડૉક્ટરને પુરાવાઓ સાથે છેડછાડ માટે, પુરાવાઓનો નાશ કરવા માટે દોષી જાહેર કર્યા છે, પરંતુ આ આઠ જણને માત્ર ત્રણ વર્ષની સજાનો ન્યાય ઉચિત છે? ખરેખર તો, ન્યાયની પ્રક્રિયામાં સામેલ બે વર્ગના પ્રતિનિધિઓનું આ વર્તન વધુ સજાને પાત્ર છે. કાયદાના રક્ષકો જ ભક્ષકો બન્યા હોય, ત્યારે આકરો બોધપાઠ આપવો જોઈતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે બિલ્કિસ કહે છે કે મને ન્યાય મળી ગયો છે, મારે નવી જિંદગી જીવવી છે. એણે કહ્યું કે મારે ન્યાય જોઈએ છે, બદલો નહીં. એના વકીલે પણ ફાંસીની સજા અપરાધીને ન મળે તે માટે વિનંતી કરી હતી. નિર્ભયાના આ ગૂના વધુ સંગીન છે. છતાં એકમાં મુંબઈના ઇન્ડિયાગેટ કે દિલ્હીના જંતરમંતર પર કેટલા દિવસ દેખાવો થયા! બીજી બાજુ મામૂલી સહાનુભૂતિ પણ પ્રદર્શિત થઈ નથી! નિર્ભયાએ મરતાં – મરતાં બળાત્કારીઓને બાળી દેવાનું કહ્યું એનાં વકીલ-માતપિતા સહુએ સજા એ મૌતની માગણી કરી. બીજી બાજુ બિલ્કિસે સજા એ મૌતનો વિરોધ કર્યો છે!
બિલ્કિસને સાચો ન્યાય ત્યારે મળ્યો ગણાય કે જ્યારે એને પુનઃવસવાટ માટે, પુનઃનિર્વાહ માટે યોગ્ય સંસાધનો સરકાર પૂરાં પાડે. એ જરા ય ભયભીત થયા વિના જીવી શકે, એવી ખાતરી અને યોગ્ય વળતરની એ અધિકારી છે. કૉર્ટ દ્વારા નિર્ભયાનાં મા-બાપને મકાનનો પ્લૉટ અપાયો છે. બિલ્કિસને કે અન્ય બળાત્કારી મહિલાને આવું કશું જ પ્રાપ્ત નથી થયું. જિંદગી માટે આવી લડાઈ લડનારી મહિલાનું સન્માન થવું જોઈએ. એના સંતાનને યોગ્ય શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. આવા દિવસોમાં યાકુબે એને સાથ આપ્યો એ પણ ધન્યવાદને પાત્ર છે. સવાલ કેવળ અપરાધીઓને સજાનો નથી, પણ અપરાધનો ભોગ બનેલાને વળી પાછા ટટ્ટાર ઊભા કરવાનો છે, એ આપણું ન્યાયતંત્ર ક્યારે સમજશે?
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 10
![]()


પહેલાં આ પુસ્તકનાં લેખિકા વિષે જાણીએ. ગુજરાતમાં કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સરૂપ ધ્રુવનાં નામ અને કામને જાણતા હશે. તેમનો પરિચય આપતાં એક લબ્ધ પ્રતિષ્ઠિત કવયિત્રી અને નાટ્ય લેખિકા, સામાજિક-રાજનૈતિક ક્ષેત્રોમાં કર્મશીલની ભૂમિકા ભજવનાર તથા ભાષા અને સંસ્કૃિતનાં શિક્ષક એટલું કહું તો તેમને અન્યાય થશે, કેમ કે તેઓની શિક્ષણ તેમ જ લેખન, સંપાદન અને અનુવાદ, સંશોધન, વિવેચન અને નાટક વગેરે ક્ષેત્રોમાંની સિદ્ધિનું માપ કાઢવા સરૂપ ધ્રુવને નિકટથી જાણવાં, વાંચવાં અને સમજવાં જોઈએ. આજે માત્ર તેમના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકમાંથી ઉભરી આવતી હકીકતો પરથી ભારત, ખાસ કરીને ગુજરાત કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે, એ વિષે વાત માંડવી છે.
માનવ ઇતિહાસમાં કદી ન થઇ હોય તેવી હિજરત ભારતના ભાગલા સમયે ઈ.સ 1947માં થઇ. ગોધરા સ્ટેશને ટ્રૈનના ડબ્બામાં આગ લગાડવામાં આવી અને હિંદુ મુસાફરોએ જાન ગુમાવ્યા તે 2002ની સાલ. સ્વતંત્રતા મળ્યા બાદ સાડા પાંચ દાયકાઓ વીત્યા ત્યારે પણ હજુ કોમી દાવાનળ શમ્યો કેમ નથી, એવી વિમાસણ થાય. અન્ય દેશોમાં આવી દુર્ઘટના બને તો પોલીસ ગુનેગારોને પકડી, પુરાવા એકઠા કરે અને કોર્ટમાં કેઇસ ચાલે એટલે દોષિતોને સજા થાય, જેથી ભોગ બનેલાઓને ન્યાય મળે. પરંતુ અહીં તો તે હિચકારા કૃત્યનો બદલો લેવા ગુજરાતના અનેક ગામોમાં મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવ્યા. તે સમયે પણ લોકો પોતાનું વતન છોડીને ભાગ્યા. 1947 અને 2002ની ઘટનાઓની સંખ્યામાં ફેર, બાકી હિજરત થવી, કાંખમાં છોરુ લઈને વતન છોડીને ભાગવું, ઘર બાળવા, બળાત્કાર કરવા, જાન લેવો એ બધાનું પુનરાવર્તન થયું. આપણે ઇતિહાસ પાસેથી શું શીખ્યાં?
આ કથાઓના પાત્રો કહે છે તેમ સદીઓથી ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એકમેકની સાથે સંપીને રહેતા આવ્યા છે. સવાલ એ થાય કે સામાન્ય પ્રજા એકબીજાના દેવ અને પીરને પૂજતી કે ચાદર ચડાવતી આવી છે તો આમ હિન્દુ – મુસ્લિમ વચ્ચે ઝેર આટલું કેમ પ્રસર્યું? સામૂહિક હત્યાકાંડ જેવી ઘટનાઓ કઇં રાતોરાત નથી બનતી. 2002 પહેલાંના દોઢ બે દાયકાથી જ્યારે એલ.કે. અડવાણીની રથયાત્રા નીકળી, અને રામનામની ઈંટો અયોધ્યા લઇ જવામાં આવી, ત્યારથી કોમી વૈમનસ્યના આંધણ મુકાઈ ગયાં હતાં, ચિનગારી ગોધરા કાંડે મૂકી. 21મી સદી શરૂ થઇ તે પહેલાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં કથાકારો આવીને ધર્મની રક્ષા કાજે વિધર્મીઓને હરાવવાની વાત કરતા અને ધીમે ધીમે વિભાજનનું ઝેર ફેલાતું ગયું. મંદિરો અને રથયાત્રાઓની સંખ્યા વધી, લોકોની નજર અને ભાષા બદલાયાં. એક એવો પ્રચાર કરાયો કે પાંડરવાડામાં પાંડવો રહેતા એટલે તેમાં ‘મિયાં’ ન રહેવા જોઈએ. હવે રાજા રામ થઇ ગયા તેનો ય કોઈ પુરાતત્ત્વીય કે દસ્તાવેજી પુરાવો નથી તો પછી અયોધ્યાની ભૂમિ પર રામ મંદિર હતું તે શી રીતે સાબિત થઇ શકે? આમ છતાં એ કાલ્પનિક પવિત્ર સ્થાનનો ધ્વંસ કરીને મસ્જિદ બનાવાયેલી એવી પ્રચલિત થયેલી માન્યતાને હકીકત ગણાવીને મસ્જિદને જમીનદોસ્ત કરવી એ કઈ સાબિતીને આધારે તે તો ખુદ એ ‘ધાર્મિક’ કાર્ય કરનારાઓને ખબર નથી. તો પાંડરવાડા અને પાંડવો સાથેનો સંબંધ કેવી રીતે સાબિત થાય અને તેમાં ય આજે ત્યાં રહેતા મુસ્લિમોની હકાલપટ્ટી માટે કયો તર્ક કામ આવે, ભલા? વર્તમાનમાં પોતાને મળેલ માનવ જન્મને સાર્થક કરે તેવાં કાર્યો હાથ નથી લાધતાં એટલે સદીઓ પહેલાંની પૌરાણિક કથાઓ પરથી વેર ઝેરના બાંધેલાં પોટલાં છોડવાનું શરૂ કર્યું. જોવાનું એ છે કે ગોધરાના કિસ્સામાં ખરા ગુનેગારો કોણ છે, તેની જાણ પણ નહોતી પણ ગુજરાતના અસંખ્ય મુસ્લિમોએ તેની કિંમત ચૂકવવી પડી. વર્ષો પહેલાં અમરનાથના યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ગુજરાતના ગામડાંઓની મસ્જિદો બાળી, તે શું એમ વિચારીને કે બધા મુસ્લિમો આતંકવાદી છે? એક જગ્યાએ એક કોમમાં જન્મેલ આતંકીઓ હિંસા આચરે તેની સજા એ કોમના બીજાં ગામના નિર્દોષ સભ્યોને કેમ અપાય? કોઈ એક પટેલ કોઈનું ખૂન કરે તો આખી પટેલ કોમને મારી નખાય છે કે? હિંસા આચરનાર કોઈ પણ સમૂહના લોકો હોય તેમને જરૂર વખોડીએ, બાકી ’જયશ્રી રામ’ના નારા સાથે સંહાર કરનારા ‘અલ્લાહો અકબર’ના ઘોષથી હિંસા કરનારા કરતાં કઈ રીતે જુદા પડે? રામ કે અલ્લાહ કોને મારવાનું કહી ગયા, ભલા?
૧૯૭૫ના જૂન માસની ૨૬મી તારીખે ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી બંધારણ હેઠળની આંતરિક કટોકટીને ૪૨ વર્ષ થયાં હોવા છતાં તેને યાદ રાખવી બહુ જ જરૂરી છે. કારણ કે તે બતાવે છે કે આપણું બંધારણ એક શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં તે નાજુક ફ્રેજાઇલ છે. બંધારણ સ્વયં સંચાલિત યંત્ર નથી. તેને માણસો મારફતે ચલાવાવું પડે છે. અને એટલે બંધારણ વાસ્તવમાં કેવું ચાલશે, તેનો આધાર શાસનકર્તાઓ ઉપર હોય છે.