અટલ બિહારી વાજપેયી ભારતના પૂર્વ પી.એમ. હોવાની સાથે સાથે એક સાહિત્યકાર પણ છે. અટલજીએ પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ કવિતાઓ લખી છે. આ કવિતાઓનો તે હંમેશાં પોતાના ભાષણ દરમિયાન ઉલ્લેખ કરતા હતા. તેમના પુસ્તક 'મેરી ઈક્યાવન કવિતા'માંથી પસંદ કરેલી આ છે પાંચ શ્રેષ્ઠ કવિતાઓ ..
1. કદમ મિલાકર ચલના હોગા
બાધાએં આતી હૈ આએં
ઘિરે પ્રલય કી ઘોર ઘટાએં,
પાવોં કે નીચે અંગારે,
સિર પર બરસે યદિ જ્વાલાએં,
નિજ હાથોં મેં હંસતે-હંસતે
આગ લગાકર જલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
હાસ્ય-રુદન મેં, તૂફાનો મેં
અગર અસંખ્ય બલિદાનોં મેં,
ઉદ્યાનો મેં, વીરાનોં મેં,
અપમાનો મેં, સમ્માનો મેં,
ઉન્નત મસ્તક, ઉભરા સીના,
પીડાઓ મેં પલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
ઉજિયારે મેં, અંધકાર મેં
કલ કહાર મેં, બીચ ધાર મેં
ઘોર ઘૃણા મેં, પૂત પ્યાર મેં
ક્ષણિક જીત મેં, દીર્ઘ હાર મેં
જીવન કે શત-શત આકર્ષક
અરમાનોં કો ઢલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
સમ્મુખ ફૈલા અગર ધ્યેય પથ
પ્રગતિ ચિરંતન કૈસા ઈતિ અબ
સુસ્મિત હર્ષિત કૈસા શ્રમ શ્લથ
અસફલ, સફલ, સમાન મનોરથ
સબ કુછ દેકર કુછ ન માંગતે
પાવસ બનકર ઢલના હૌગા
કદમ મિલાકર ચલના હોગા
કુછ કાંટો સે સજ્જિત જીવન
પ્રખર પ્યાર સે વંચિત યૌવન
નીરવતા સે મુખરિત મધુબન,
પરહિત અર્પિત અપના તન-મન
જીવન કો શત શત આહુતિ મેં,
જલના હોગા, ગલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
2. દો અનુભૂતિયાં
– પહલી અનુભૂતિ
બેનકાબ ચેહરે હૈ, દાગ બડે ગહરે હૈ
ટૂટતા તિલિસ્મ આજ સચ સે ભય ખાતા હું
ગીત નયા ગાતા હું
લગી કુછ એસી નજર બિખરા શિશે સા શહર
અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હું
ગીત નયા ગાતા હું
પીઠ મે છુરી સા ચાંદ, રાહુ ગયા રેખા ફાંદ
મુક્તિ કે ક્ષણો મેં બાર બાર બંધ જાતા હું
ગીત નયા ગાતા હું
– દૂસરી અનુભૂતિ
ગીત નયા ગાતા હૂં
ટૂટે હુએ તારોં સે ફટે બાસંતી સ્વર
પત્થર કી છાતી મેં ઊગ આયા નવ અંકુર
ઝરે સબ પીલે પાત કોયલ કી કુહુક રાત
પ્રાચી મે અરુણિમ કી રેખ દેખ પાતા હું
ગીત નયા ગાતા હું
ટૂટે હુએ સપનો કી કૌન સુને સિસકી
અંતર કી ચીર વ્યથા પલકોં પર ઠિઠકી
હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનુંગા
કાલ કે કપાલ પે લિખતા મિટાતા હૂં
ગીત નયા ગાતા હું
3. દૂધ મેં દરાર પડ ગઈ
ખૂન ક્યોં સફેદ હો ગયા ?
ભેદ મેં અભેદ ખો ગયા
બંટ ગયે શહીદ, ગીત કટ ગએ,
કલેજે મેં કટાર દડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ
ખેતો મેં બારુદી ગંધ,
તૂટ ગયે નાનક કે છંદ
સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી બિતસ્તા હૈ
વસંત સે બહાર ઝડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ
અપની હી છાયા સે બૈર
ગલે લગને લગે હૈ ગૈર
ખુદકુશી કા રાસ્તા, તુમ્હેં વતન કા વાસ્તા
બાત બનાએં, બિગડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ
4. એક બરસ બીત ગયા
ઝુલસાતા જેઠ માસ
શરદ ચાંદની ઉદાસ
સિસકી ભરતે સાવન કા
અંતર્ઘત રીત ગયા
એક બરસ બીત ગયા
સીકચોં મેં સીમટા જગ
કિંતુ વિફલ પ્રાણ વિહગ
ધરતી સે અંબર તક
ગૂંજ મુક્તિ ગીત ગયા
એક બરસ બીત ગયા
પથ નિહારતે નયન
ગિનતે દિન પલ છિન
લૌટ કભી આએગા
મન કો જો મીત ગયા
એક બરસ બીત ગયા
5. મનાલી મત જઈયો
મનાલી મત જઈઓ, ગોરી
રાજા કે રાજ મેં
જઈઓ તો જઈઓ,
ઉડિકે મત જઈઓ,
અધર મેં લટકીહૌ,
વાયુદૂત કે જહાજ મેં
જઈયો તો જઈઓ,
સંદેશા ન પડ્યો,
ટેલિફોન બિગડે હૈ,
મિર્ધા મહારાજ મેં
જઈઓ તો જઈઓ
મશાલ લે કે જઈઓ
બિજુરી ભડ બૈરિન
અંધેરિયા રાત મેં
જઈયો તો જઈયો,
ત્રિશૂલ બાંધ જઈયો,
મિલેંગે ખલિસ્તાની,
રાજીવ કે રાજ મેં
મનાલી તો જઈયો
સુરગ સુખ પડ્હોં
દુઃખ નીકો લાગે, મોહે
રાજા કે રાજ મેં
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 17 અૉગસ્ટ 2018
![]()



અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક થયો હતો અને તેઓ બહુ નાની વયે રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાયા હતા. ગ્વાલિયરના રાજા અને રાજમાતા હિન્દુત્વવાદી હતા અને છાને ખૂણે સંઘને મદદ કરતા હતા. એટલે તો ગાંધીજીના હત્યારાઓમાંનો એક ગ્વાલિયરનો હતો. જન સંઘ/ભાજપને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં પ્રવેશ મળ્યો એનું કારણ કેટલીક રિયાસતોનો ટેકો હતો. આ સ્થિતિમાં વાજપેયી પણ સંઘના સંપર્કમાં આવ્યા હતા અને રાષ્ટ્રવાદના રંગે રંગાયા હતા. એ પછી તો બીજાઓની સાથે બન્યું એવું તેમની સાથે પણ બન્યું અને આજીવન સંઘસહોદર બની રહ્યા. તેમણે ક્યારે ય સંઘની નીતિ અને ફિલસૂફીની ઉઘાડી ટીકા કરી નથી, ઊલટું સંઘી હોવા માટે ગર્વની લાગણી પ્રગટ કરી છે, પરંતુ પોતાને અને પક્ષને જ્યારે માફક ન આવે ત્યારે બાજુમાંથી સરકી જવાનો રસ્તો પણ શોધી લે. દૂર પણ ન જાય અને આંખ વીંચીને આંગળી પકડીને ચાલે પણ નહીં એનું નામ વાજપેયી.
આ અમર ગીતરચનાના કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા. જન્મ ૨૮ ઑગસ્ટ ૧૮૯૬માં. શ્રાવણ વદ પાંચમ, નાગ પંચમીએ માતા ધોળીબાઈ અને પિતા કાળિદાસ દેવચંદ મેઘાણીના ઘરે પારણું બંધાયું ત્યારે એમણે કલ્પ્યું ય નહીં હોય આ દીકરો રાષ્ટ્રીય શાયર તરીકે નામ કાઢશે. જૈન વણિક કુટુંબમાં એમનો જન્મ થયો હતો. મેઘાણી કુટુંબ મૂળ બગસરાનું. પિતાની બ્રિટિશ કાઠિયાવાડ એજન્સીમાં પોલીસની નોકરી. ઝવેરચંદ જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. પિતાની જુદા જુદા થાણે થતી બદલીઓના કારણે ઝવેરચંદ મેઘાણીએ બાળપણમાં જ ગામે ગામનાં પાણી પીધેલાં અને તેને કારણે જ કાઠિયાવાડની જૂની વીરજાતિઓનાં રીત-રિવાજોની ખાસિયતો, ખૂબીઓ, ચારણો પાસેથી સાંભળેલી વાતો, હૂહૂ, હૂહૂ, જેવા ભૂતનાદ કરતા પવનના સુસવાટા, દરિયાખેડુ દુહાગીરોના દુહાસંગ્રામ, ફાગણી પૂનમની હુતાશણીના ભડકા ફરતેના જુવાનો – વગેરે દ્વારા ભિન્ન ભિન્ન જાતના સાહિત્યના પ્રવાહના સંસ્કારથી એમનો પિંડ ઘડાયો. કલાપીની એ ઘણી અપ્રગટ રચનાઓ સંભારે. એમની પ્રેરણા પછી જૂના સોરઠીકાળને પ્રેમપૂર્વક તપાસવાની સાથે ઓળખવાની પ્યાસ મેઘાણીભાઈને હંમેશાં સતાવતી. પૈસાથી નહિ, અભિરુચિ વડે, રસદૃષ્ટિ વડે. આ એમની લોકસાહિત્યની દીક્ષા. લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી હતી. એ મેઘાણીના લોકગીતપ્રેમી પ્રાણની જનેતા. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતાં એમનાં ગીતોમાંનું એક વહુએ વગોવ્યા મોટાં ખોરડાં … આજે પણ ઘેર ઘેર જાણીતું છે. ઢેલીબહેન પાસેથી મેઘાણી ઘણું શીખતા ગયા. મેઘાણીનાં માતા પણ મધુર કંઠથી રાસડા ગાતાં હતાં.