હોંશથી કાપણી કરજો મારા વાલીડા
હિંમતથી કાપણી કરજો
ખેડ્યું બીજાએ ભલે વાવ્યું બીજાએ ભલે
બાપનું ખેતર ગણજો … મારા વાલીડા.
સાગમટે સાથ મળી, ભેદભાવ ભૂલી તે
ગાડાં ભરીને પાક લણજો … મારા વાલીડા.
દલાતરવાડી તણો ખેલ ખરોપાળો તમે …
આજુબાજુ શીદ જુઓ
ડરશો મા બાપલિયા, ડરશો ના વાલીડા.
બીજો નથી વશરામ ભૂવો
હોંશેથી કાપણી કરજો મારા વાલીડા
હિંમતથી કાપણી કરજો.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 13
![]()


૧૯૮૮માં બર્મામાં સરમુખત્યાર જનરલ ને વિનનું પતન થયું ત્યાં સુધી સૂ કી લંડનમાં દેશવટો ભોગવતાં હતાં. તેમણે બ્રિટિશ ઇતિહાસકાર માઈકલ એરિસ સાથે લગ્ન કર્યાં હતાં અને સંતાનો અને પતિ સાથે ઇંગ્લૅન્ડમાં રહેતાં હતાં. ૧૯૮૮માં ને વિનના પતન પછી તેઓ બર્મામાં લોકતંત્ર સ્થાપિત કરવા બર્મા પાછાં આવ્યાં હતાં. ૧૯૯૦માં યોજાયેલી ચૂંટણીમાં સૂ કીના પક્ષને ભવ્ય વિજય મળ્યો હતો, પરંતુ ને વિનના અનુગામી લશ્કરી ટોળકીએ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી નહોતી. એ પછીથી સૂ કી બે દાયકા સુધી પોતાના ઘરમાં નજરકેદમાં હતાં. એ દરમ્યાન તેમના પતિનું અવસાન થયું હતું, પરંતુ એ છતાં તેઓ ઇંગ્લૅન્ડ નહોતા ગયાં. જો તેઓ લંડન જાય તો કદાચ પાછા ફરવા નહીં મળે, એવી શક્યતા હતી. આટલી ધીરજ અને આટલો સંયમ તેમના પ્રત્યે માનની લાગણી પેદા કરે એવો હતો.
ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં !
એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !